બલિહારી બ્લૉગની —- યશવંત ઠક્કર

મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી કેટલુંક છપાયું છે. કેટલુંક ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી સંપાદકશ્રી કે તંત્રીશ્રીના જવાબની ઇંતેજારી! સ્વીકૃત કે સાભાર-પરત! બધું જ જાણે નસીબને આધીન હતું. વાર્તા પસંદ થવી, પસંદ થઈ હોય તો છપાઈ જવી,છપાયા પછી મૅગઝિન સહિત વાર્તાનું પધારવું! બહુ જ સારાં નસીબ હોય તો પુરસ્કાર પ્રાપ્ત થવો!!! વાર્તા ના પસંદ થઈ હોય તો વાર્તાનું હેમખેમ પાછા ફરવું એ પણ નસીબને આધીન! નહીં તો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…
અહાહા! કેવા મીઠી મીઠી પીડા દેનારા એ દિવસો હતા!!
ક્યાં ગયા એ દિવસો! ક્યાં ગઈ એ શાહી દુજતી કલમો!
ક્યાં ગયા એ સામયિકો! [એ વળી કઈ બલા!]
ક્યાં ગયા એ સંપાદકશ્રીઓ..તંત્રીશ્રીઓ..
વાર્તા લઈ જનારા ને લાવનારા એ ટપાલીઓ ક્યાં ગયા?
ક્યાં ગઈ લીલાછમ વૃક્ષની ડાળીએ લટકતી લાલરંગી ટપાલપેટીઓ?
બધું જ જાણેDelete થઈ ગયું!
સર્વસ્વ જાણે કે લુંટાઈ ગયું હતું ! શબ્દો જાણે કે પાંજરામાં પુરાઈ ગયા હતા!
ને જાણે કે ચમત્કાર થયો! અશાનું એક કિરણ જ નહીં ,આખેઆખો સૂરજ ઊગ્યો!!!
Internet નો સૂરજ! ને એ સૂરજના અનેક કિરણો જેવા આ Blogs!
ને મારી આ વાત તમારા સુધી પહોંચી એ બ્લોગની જ બલિહારી નહીં તો બીજું શું?
પણ વિચાર કરો કે ધનાધન પ્રગટ થતા આ બ્લોગ્સને જોઈને પેલા વિદ્વાન સંપાદકશ્રીઓ અને તંત્રીશ્રીઓના આત્મા કેવા કકળતા હશે?

બ્લૉગલેખ  કરનારે  પોતે જ પોતાનાં  લખાણના સંપાદક થવું રહ્યું.

7 thoughts on “બલિહારી બ્લૉગની —- યશવંત ઠક્કર

  1. ઠક્કરબાપા!…આ બ્લોગના આગમનથી તો સેલ્ફ-પબ્લિશિંગ કોન્સેપ્ટનો વિકાસ ઘણો થયો છે. જેમને કેરિયર વિકસાવવી છે એમણે માટે મૌલિક (કે પછી વાઈકીલીક) કન્ટેન્ટ ફેલાવવા માટે મોકળું મેદાન મળ્યું છે. તકોની ભરમાર વધી છે…સાચી ઓળખ બહાર આવી છે સાહેબ. સંપાદકોને/ તંત્રીઓઓને જોઈએ એવા રિપોર્ટર્સ-રાઈટર્સ-ઇન્ફોર્મર્સ-ફોટોગ્રાફર્સ મળી રહે એવું પ્લેટફોર્મ મળ્યું છે.

  2. ઠક્કરબાપા!…સંબોધન વાંચી અમારી શબરીઓ વચ્ચે સહજતાથી સાચી સેવા કરતા ઠક્કરબાપા…યાદ આવ્યા. જલાબાપાના તો અહીં પણ દર્શન થાય બાકી ધૂમાડો…
    ગાડી પાટે લાવીએ…બ્લોગ એ પાગલપનની દવા! લખવાના રોગવાળાને પ્રેરણા થાય અને પોકેટમાંથી આઇ ફોન કાઢો અને ઢાળો લાગણીઓને અને પોસ્ટ તૈયાર…………..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s