બ્લોગજગતમાં બે વર્ષ

મિત્રો, 7 જુલાઈ 2010 ના  રોજ બ્લોગજગતમાં અમારું ત્રીજું વર્ષ શરૂ થશે. બ્લોગલેખનની શરૂઆતમાં અમે જણાવ્યું હતું કે…

બલિહારી બ્લોગની —- યશવંત ઠક્કર

…. બ્લોગલેખનના એક વર્ષ પછી અમે જણાવ્યું હતું કે:

લો અમે ધાડ મારી

બ્લોગજગતમાં વધુ એક વર્ષના અનુભવ પછી વળી પાછી બ્લોગલેખન બાબત થોડી વાતો કરી દઈએ. આ સપ્તાહમાં થાય તેટલી જૂની વાતો કરીશું. પછી કશું નવું નવું લખવાના પ્રયાસો કરીશું.

શરૂઆતમાં અમે વાર્તાઓ, કવિતાઓ અને અન્ય પ્રકારની રચનાઓ મૂકતા હતા. અમે નવા હતા.  બ્લોગજનોનું ધ્યાન ખેંચવા મહેનત કરતા હતા. કેટલાક મિત્રો સહાયરૂપ થતા હતા. પણ જેટલા આમંત્રણો મળતાં હતાં તેટલી પધરામણીઓ થતી નહોતી.  અમે જાણે કે, જામી ગયેલી દુકાનોની સામે ખૂમચો  લઈને ઊભા હતા. અમે પાછા મોઢાંના  મોળા! બહુ આગ્રહ ન કરીએ! નાનો ધંધાવાળો રોટલા કાઢતો હોય એવી અમારી દશા હતી!

અમે વિચાર્યું કે , આમને આમ તો આપણા બ્લોગનું ઉઠમણું થઈ જશે! કશું નવું કરવું જોઈએ! શું થઈ શકે? અમને થયું કે.. બ્લોગજગતમાં ગઝલ, કવિતા અને ગંભીર લેખોની નદીઓ વહે છે પણ  હાસ્યના ઝરણાં જોઈએ તેટલાં દેખાતાં નથી! અર્થાત, મીઠાઈબજારમાં ટમટમ લઈને ઊભા રહેવા જેવું છે ! ..ને અમે ટમટમની સામગ્રી લઈને બ્લોગબજારમાં ઊભા રહ્યા એટલું જ નહીં પણ બૂમો  પણ પાડી કે:

COPY PASTE…COPY PASTE

… ને  લોકોને અમારી સામગ્રી અને  સામગ્રી મૂકવાની રીત બંને ગમ્યાં. ત્યારબાદ વધારે ને વધારે અમારે ઓટલે આવવા લાગ્યાં.

બન્યું એવું કે,  બ્લોગજગતની કૉપી પેસ્ટની સળગતી સમસ્યા અમે અનોખી રીતે રજૂ કરી. ક્યાં ભવાઈનું જૂનું માધ્યમ ને કયાં ઇન્ટરનેટનું નવું માધ્યમ!  બંનેની ભેળ લોકોને મજેદાર લાગી! આ રીતે ગાડી દોડતી થઈ!

આગળ જતાં અમે બૂમ પાડી કે:

એક સાલા બ્લોગ આદમીકો ચોર બના દેતા હૈ..

હવે જ્યારે કૉપી પેસ્ટની વાત નીકળી છે ત્યારે ફરીથી અમે એ જ વાત દોહરાવીશું કે: અમે કૉપી પેસ્ટની સગવડતાનો વિરોધ નથી કરતા. મૂળ બ્લોગરની રચના વગર રજાર પોતાના બ્લોગમાં મૂકી દેવામાં આવે છે એના કરતાં જે તે રચનાની લિન્ક આપવી એ સારો રસ્તો છે.

અમે ખાસ એ વાત કહેવા માંગીએ છીએ કે: અમારો મુખ્ય હેતુ તો કળાત્મક રચના રચવાનો હોય છે. એમાં વિષય તરીકે કૉપી પેસ્ટ  જેવા મુદ્દાઓ આવી જતા હોય છે. અમે  ગમ્મતભર્યા લેખ લખતી વખતે ક્યારેય કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખતા નથી. અમે ધ્યાનમાં રાખીએ છીએ  એક માણસ તરીકેની આપણી સહુની ખૂબીઓને કે નબળાઈઓને! આવું કરતી વખતે એના ઝપાટામાં અમે પણ આવી જતા હોઈએ છીએ!

વળી, અમે બ્લોગલેખન કરીએ છીએ કારણ કે એમાં અમને મજા આવે છે. મજા લેવાનો અમારોમ સ્વાર્થ છે. અમે અમારી ગરજે બ્લોગલેખન કરીએ છીએ. એવું કરીને અમે માતૃભાષાની કોઈ મોટી સેવા કરતા હોવાનો અમને વહેમ નથી!!  અમે કોઈ જાતનો ઝંડો ઊંચકીને ચાલનારા નથી. અમે  બ્લોગસુધારક પણ નથી. અમારા કોઈ ગુરુ નથી કે નથી અમે કોઈના ગુરુ. એવાં લટકણિંયાં અમને ગમતાં નથી.

અમારીનજરે કોઈ બ્લોગર નાનો કે મોટો નથી! નવો કે જૂનો હોઈ શકે. અમે માનીએ છીએ કે દરેકને પોતાનું સ્વમાન હોય છે. અમે અન્યનું સ્વમાન જાળવવાનું ધ્યાન રાખીએ છીએ. એ જ રીતે અમે અમારું સ્વમાન જળવાય તેનું પણ ધ્યાન રાખીએ છીએ.

અમે જાણીએ છીએ કે:આ વિશાળ બ્લોગજગતમાં અમારી હેસિયત એક બુંદથી પણ ઓછી છે.

કોઈ બાબત માટે કલેશ કરવાથી જે કરવા માંગતા હોઈએ તે ન થઈ શકે.

એક તો વાસ્તવિક જગતથી થાક્યાપાક્યા બ્લોગજગતના ઓટલે મલકાટ મેળવવા કે આપવા આવ્યા  હોઈએ ને ત્યાં પણ જો કકળાટ હોય તો જાવું ક્યાં?

માટે અમે જરૂર પડ્યે  વાત વાળી  પણ લઈએ! કાયદાના બદલે સમજણ કે ભાવનાને [વ્યક્તિવાચક નામ નથી!]  વધારે મહત્વ આપીએ છીએ. એ અમારી મર્યાદા કહો તો મર્યાદા અને ખૂબી તો ખૂબી.

હજુ કહેવાનું ઘણું છે પણ તમારા દિમાગનો પણ વિચાર કરવો પડેને?

તો આજે  બસ આટલું જ!!! ફરી મળીશું .

જલસા કરજો.

Advertisements

14 thoughts on “બ્લોગજગતમાં બે વર્ષ

 1. તમારું ‘જલસા કરજો’વાળું સૂચન સાર્થક છે – તમે એ જ કરાવ્યું છે, આ બે વરસમાં !

  હવે પછીનાં વર્ષોમાં આ સૂચનને મોટા પાયે (ઉપાડે નહીં) પ્રતિસાદ સાંપડતો રહે ને એના યશોધર તમે રહો એવી શુભેચ્છાઓ !!
  – જુ.

 2. આ યશવંતભાઈ ટમટમવાળાનું ટમટમ અમને ખૂબ ભાવે છે, મિઠાઈની દુકાનોવાળાય હવે સાઈડમાં ટમટમનો ધંધો કરવા લાગ્યા છે.

  ખૂબ અભિનંદન, મલકાવવું અને સાથે માર્મિક વાત પણ કહેવી એ હથોટી આપને ખૂબ સરસ લેખો લખાવે છે, લગે રહો…

  • આભાર જિગ્નેશભાઈ. લાઈન બદલવી હોય તોય ડર લાગે છે!!!! સાચુ કહીએ તો નવલિકા તરફ અમને વધારે લગાવ છે. પણ… જ્યાં સાહસ કરવા જઈએ ત્યાં તો ઘરાકી ડાઉન!!! કદાચ આજકાલ સમગ્ર માહોલ જ એવો છે. હમણા જ આં જ એવું તારણ વાંચવામાં આવ્યું હતું કે: નવલકથાઓનું વાંચન ઘટ્યું છે જ્યારે ચિંતનાત્મક કે રસોઈને લગતાં લખાણોનું વાંચન વધ્યું છે.

 3. ચંદ્ર અભિનંદન !
  “બલિહારી બ્લોગની” યશવંત ઠક્કર કહે,

  અને, જુલાઈ,૭,૨૦૦૭માં “અસર”વેબજગતમાં જ્ન્મે !

  “લો, અમે ધાડ મારી”યશવંત ઠક્કર કહે,

  અને, “અસર” પહેલી વર્ષગાંઠ ઉજવે !

  “એક સાલા બ્લોગ આદમીકો ચોર બના દેતા હૈ”ના યશવંત-શબ્દો વહે,

  અને, બીજી “અસર”વર્ષગાંઠનું ન્રુત્ય સૌ જોતા રહે !

  “જલસા કરો” સલાહ એવી યશવંત કહે,

  અને, જુગલ-ક્રુણાલ-જીગનેશ-માનવ “પ્રતિભાવો ત્રીજી વર્ષગાંઠે રહે !

  જલસા કરતા, યશવંત “ચંદ્રપૂકાર”પર ટપકી પડે,

  અને, આજે “અસર” પોસ્ટ વાંચવા ચંદ્ર આવે !

  અહી, “કોપી પેઈસ્ટ”તો ચંદ્રે કર્યું નથી કાંઈ,

  છતાં, ચુંટેલા “યશવંત-શબ્દો”નો વિરોધ છે કાંઈ ?

  યોગ્ય લાગે તો, યશવંત, તમે “અસર” પર રાખજો,

  નહી તો, તમે મારા “પ્રતિભાવ”ને “સ્પેમ” કરી નાંખજો !

  >>>>>ચંદ્રવદન

  તારીખ ઓક્ટોબર,૩, ૨૦૧૦
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Yashvantbhai…Thanks for your Comment on Chandrapukar !

 4. અમે તો બહુ મોડા આવ્યા આ બ્લોગ જગતમાં.. આપને તો પરિચય પણ નહી હોય. અરે.. અમને તો હજુ બ્લોગી દુનીયાનું પુરુ જ્ઞાન પણ થયું નથી. અને આપની બે વર્ષની ખીલેલી વિશાળ વાડી જોઇને બહુ આનંદ થયો. નવા લેખ તો તરત વંચાતા જાય.. પણ જુના લેખોની નોંધ રાખી છે કે કેટલા લેખ વાંચ્યા અને કેટલા બાકી.

  જો કે એક વાત કહેવી પડે કે આ ટમટમવાળાનો શો-રુમ જોઇને બજારના મિઠાઇવાળાઓને પણ ટમટમની સામગ્રી રાખવી પડે તેવી દશા થઇ હશે !! શું કહો છો યશવંતભાઇ..

  ખુબ વિકસો એવી આશા સહ..

  આવજો.

  • હેમાંગભાઈ… તમારા બ્લોગની મુલાકાત લઈ ચૂક્યા છીએ અને ખરેખર વાંચીને પ્રતિભાવ પણ આપેલ છે. તમારી રજૂઆતમાં મહેનત અને લગન છે. જે રંગ લાવી રહી છે.
   તમારી વાત સાચી છે. ટમટમનું નામ સાંભળીને ભડકનારાઓ પણ હવે આવડે તેવું ટમટમ બનાવવા લાગ્યા છે! 😀 .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s