Posts Tagged ‘Add new tag’

ગામની ગોરીનું તડનેફડ

December 18, 2008

મારાં   શમણાંનો   સરવાળો   છે    તું….
સગપણમાં મારો   ઘરવાળો  છે    તું….
એ.. પહેલી  રાતે     લાગ્યોતો    જેવો
એવો  ને     એવો      હૂંફાળો   છે     તું….
 ઊડીને     મારી    આંખે વળગ્યો  છે
 જાણે     ખીલેલો   ગરમાળો   છે   તું…. 
 થોડો  ડાહ્યો    ને   થોડો ડમરો    થા
 મોટો  થ્યો  તો  યે  નખરાળો  છે  તું…. 
 આઘે     આઘેથી   વરતાવો   સહેલો
 આખા   મેળામાં    છોગાળો  છે   તું….
 

હજુ મને ઊંઘ નથી આવતી

November 23, 2008

હજુ મને ઊંઘ નથી આવતી.
આજે કૉલેજમાં ચૂંટણી હતી. કૉલેજમાં પ્રવેશતાની સાથે જ પહેલી મુલાકાત હિતેશની થઈ. હું એને માત્ર નામથી જ ઓળખતો હતો. વિદ્યાર્થી કાર્યકર તરીકે હિતેશ વિદ્યાર્થી આલમમાં તેમજ પ્રોફેસરોમાં પ્રિય હતો. એની સાથેની આ મારી પહેલી મુલાકાત હતી.
“ હલો પાર્ટનર. વોટિન્ગ કર્યું કે બાકી છે?”
“ બાકી છે.”
“ જૂઓ મિત્ર. મારે આપને થોડી [...]

અમુભાઈ ટપાલી લાવ્યા એક કાગળ

November 15, 2008

 

વતન વહાલું લાગવું  પણ વતનમાં રહેવું નહીં એ મોટો વિરોધાભાસ નથી?  ગામ  છોડીને શહેરમાં જવું, શહેરમાં  સ્થાયી થવું અને પછી શહેરને વગોવવું એ  પણ નરી બેઈમાની છે.  ગામ છોડવા પાછળ વ્યક્તિનો પોતાનો પણ સ્વાર્થ હોય છે. કોઈ એને મજબૂરી પણ કહી શકે.
ગામ છોડવા માટે  અધીરાં પણ થવું પડ્યું હોય છે. એક એક દિવસ કાઢવો [...]

મદારીઓ બદલાય છે

November 14, 2008

પરિવર્તનનાં નામે
થયા કરે છે પુનરાવર્તન!
મદારીઓ બદલાય છે
પણ ખેલ એના એ જ છે.
જનતા જનાર્દન
તમાશાથી હજુ ધરાણી લાગતી  નથી.
કદાચ,  એટલે જ …
ટોળે વળે છે
ભીડ કરે છે
ડોકાં  ઊંચાંનીચાં કરે છે
ને
વારંવાર કરે છે
તાળીઓનો ગડગડાટ !!!
                        [ તે દિવસનાં છાપાંમાં સમાચાર:  સરકારના સત્યાવીસ પ્રધાનોની શપથવિધિ વખતે ગાંધીનગર ટાઉનહોલની વિશાળ લોનમાં [...]

અમુભાઈ ટપાલી

November 9, 2008

મુકામ –નાનીધારી
ઠક્કર છગંનલાલ નાનજીભાઈ
પોસ્ટ- ભાડ ઈંગોરાળા  વાયા- ચલાળા
તાલુકો- ખાંભા   જિલ્લો- અમરેલી  
 કાઠિયાવાડ  
{ પિનકોડ આવ્યા નહોતા }
 
આટલું પાકું સરનામું લખ્યા પછી પણ લખનારને શંકા તો રહેતી જ કે આ ટપાલ પહોંચશે કે નહીં. એ સ્વાભાવિક  પણ હતું કારણ  કે ગિરના પ્રદેશમાં વેરાયેલાં બોર જેવાં કેટલાંય  ગામ…. ગામનાં પાછાં એકસરખાં નામ!  ટપાલપેટીમાં [...]

અસરના ઓટલેથી સૌને દિવાળીની શુભેચ્છાઓ.

October 28, 2008

 
આજે દિવાળી છે ને ચારે તરફ રોશની છે. પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરીને હરખાતા પ્રધાનમંત્રી જેવા ઝગમગતાં કોડિયાં છે તો ઉમાજી, સોનિયાજી, મમતાજી ને જયલલીતાજીની જેમ ભાતભાતના રંગ ને ઢંગ બદલતી  ચાઈનાની જાતજાતની  સી’રિઈઝ્  છે. ઉમંગ છે ને ઉત્સાહ છે. કોઈ જાણતલ જોશીડો કહેશે કે આ તો બધું ઉછીનું છે. તો ભાઈ મારા, આમેય  બધાંયને ક્યાં [...]

સાંભરે છે….

October 15, 2008

સાંભરે  છે….                    
 
રાહમાં  કાંટા  હતા  પથ્થર   હતા

સાંભરે  છે   કેટલા  સધ્ધર   હતા

.
મૌન પણ  મારું ગમ્યું ના   એમને

એ  વિરોધી  એટલાં  કટ્ટર    હતાં.

આંસુનું  ઉપજ્યું નહીં   દરબારમાં

એ  પુરાવા આમ તો  નક્કર  હતા.

એ  ઉલાળા એ  ઇશારા એ  શરમ

એ  બધાં તો આંખના  હુન્નર  હતા.

ભાગવામાં  થઈ ગયા [...]

વરસાદ

August 8, 2008

 
ગામમાં  વરસાદ  જેવું છે કશુંક

ભાવતા પરસાદ   જેવું છે કશુંક.

 
તાનમાં  બોલી રહ્યા છે  મોરલા

ઝાડવે  વસવાટ  જેવું છે  કશુંક.

 
વીજળી અણસાર આપે છે સતત

આભમાં  તરખાટ  જેવું છે કશુંક.

 
કોઈની  છત્રી બની ગઈ કાગડો
 
ચોકમાં  ચકચાર જેવું છે  કશુંક.

 
છોકરાં છે વહેણ છે ને  નાવ છે

નાવને  મઝધાર જેવું છે  કશુંક.

 
દેડકાંએ   આદર્યું  સંગીત   છે

આગવા દરબાર  જેવું છે કશુંક.

 
રે વિરહમાં ભીંજવાતા ગાલ છે

આંખથી [...]

કાગપીંછ ———-યશવંત ઠક્કર

July 18, 2008

અમરેલીના મિત્ર અરવિંદ ભટ્ટે એક મજાનું કાવ્ય લખ્યું છે કે “એક પીંછું મોરનું શોધતાં શોધતાં છેક  પહોંચી  જવાયું છે ગોકુળમાં” અમને એવું લખતાં ન આવડ્યું એટલે અમે લખ્યું કે “એક પીંછું કાગનું શોધતાં શોધતાં છેક પહોંચી જવાયું છે સંસદમાં” હવે સ્વાભાવિક છે કે અમારી આવી રચનાઓના સંગ્રહને “મોરપીંછ” તો ન કહેવાય.  શું કહીશું? [...]

બલિહારી બ્લોગની —- યશવંત ઠક્કર

July 7, 2008

મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી થોડું છપાયું છે. ઝાઝું ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી [...]