રા’નથી ફરતો,પણ રા’નો દી ફરે છે
આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.
કોઈને વળી એમ થાય Read more…
આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.
કોઈને વળી એમ થાય Read more…
મિત્રો. રવિવાર મુબારક. હા.રવિવાર પણ મુબારક. કાલે કદાચ સોમવાર પણ મુબારક કરી દઈએ. જૂઓને બબ્બે તોતિંગ તહેવારો સાથે આવી ગયા. પરિણામે મુબારક શબ્દ અમારા હોઠવગો થઈ ગયો છે. અમે ખૂબ ખુશ છીએ. ગોવિંદાનાં અને દેશભક્તિનાં ગીતો હજુ પણ અમારાં હૈયામાં ગુંજે છે. મંદિરમાં તો કાન-રાધાની એક જ જોડીનાં નાં દર્શન થયાં પણ ટીવીના પરદે જેટલી સિરિઅલ એટલાં કાન-રાધા. કોઈને પૂછીએ કે આ કોણ? તો ફટ દઈને સિરિઅલના કલાકારનાં નામ દઈને કહે કે -આ તો ફલાણો અને આતો ફલાણી. અમને સવાલ થયો કે-કોણ કોને રજૂ કરે છે? કલાકારો કાન-રાધાને કે પછી કાન-રાધા કલાકારોને? અમે મન મનાવ્યું. આ બહાને પણ કાન-રાધાને નવાં નવાં રૂપ તો મળે છે. આઝાદદિનની ઉજવણીમાં ઘણાંને નવું કશું નહીં લાગ્યું હોય. આસપાસના વાતાવરણની વાસ્તવિકતા પણ પીછો નહીં છોડતી હોય. પણ અમર આશાનો કોઈ વિકલ્પ નથી. ટીવીના પરદે નાનાં ભૂલકાંનો ઉત્સાહ, ઉમંગ, મહેનત અને લગન જોઈને રાજી થઈ જવાય છે. રમેશભાઈ અને એમની આ પંક્તિઓ યાદ આવી જાય છે:
આજ વરસાદ નથી એમ ના કહેવાય ,રમેશ,
એમ કહીએ કે હશે,આપણે ભીના ન થયા.
આજે અમે જે લખી રહ્યા છીએ તે માટેની પ્રેરણા અમને વિનયભાઈના આ લેખમાંથી મળી છે. પ્રસ્તુત લેખ વાંચીને અમે મફતમાં થતી હતી એટલે બે કૉમેન્ટસ કરી દીધી. બસ વાત પૂરી થઈ જવી જોઈતી હતી. પણ ન થઈ. ભૂતની માફક અમને આખેઆખો શબ્દકોષ વળગ્યો. શબ્દકોષના શબ્દો અમને પજવવા લાગ્યા. અમારી સામે લટકા મટકા કરીને નાચવા લાગ્યા. જાણે મટકી ફોડવા માટે નાચી રહેલા ગોવિંદાઓ. અમારી પાસે મટકી તો હતી નહીં. અમારું માથું હતું. અમે શબ્દોને કહ્યું: “ભાઈઓ તમે હવે જાઓ. અમને આરામ કરવા દ્યો.” પણ એમણે તો જવાનું નામ ન લીધું. કહેવા લાગ્યા કે: “તમે વિનયભાઈને કૉમેન્ટસમાં બેત્રણ જ ઉદાહરણ કેમ આપ્યાં? અમારું શું? અમને ન્યાય જોઈએ. અને સાંભળો. ઉદાહરણ આપીને અટકી નથી જવાનું. ઉદાહરણ પ્રમાણે ખરેખર બધું બને તો શું થાય એ પણ લખો.”
બસ. એમના આદેશ પ્રમાણે અમે વિચારવાનું શરૂ કર્યું.
આમ તો દૂધમાંથી દહીં બને. પણ શબ્દકોષ મુજબ દહીં પહેલાં આવે અને દૂધ પછી. જો ખરેખર દહીં પહેલાં અને દૂધ પછી બનતું હોય તો? દુકાને દૂધ લેવા જઈએ તો દુકાનવાળો કદાચ એમ પણ કહે કે: “દૂધ ખલાસ થઈ ગયું છે.દહીં લઈ જાવ. એમાંથી દૂધ બનાવી લેજો.”
હવે એ રીતે જ વિચારી તો શબ્દકોષમાં છાશ એ બંનેની પહેલાં આવે. તો કદાચ દુકાનદાર એમ પણ કહે:” છાશ લઈ જાઓ.એમાંથી દહીં અને દહીંમાંથી દૂધ બનાવી લેજો.”
હવે એ જ રીતે વિશેષ વિચારીએ તો ઘી તો આ બધાંથી પહેલાં આવે.
તો શું ઘીમાંથી છાશ>દહીં> દૂધ >માખણ બનાવવાં? પછી આ બધાંના ભાવ કેવા હોય? મોંઘા ભાવનાં ઘીમાંથી સસ્તી છાશ બનાવવી ? કે પછી ઘી આ બધાં કરતાં સસ્તું હોય? તો પછી કઢી બનાવવામાં છાશના બદલે ઘી વાપરવાનું? તો કઢી કેવી થાય? ચામાં શું નાખવું ફાયદાકારક થાય?
આ બાબત અમે વધારે વિચારતા ગયા તો અમને લાગ્યું કે અમે પાગલ થઈ જશું. અમે અમારું માથું બે હાથ વચ્ચે દબાવીને શબ્દોને વિનંતી કરી: “બસ. બહુ થઈ ગયું. હવે તમે જાવ. મને ચક્કર આવે છે.”
પણ શબ્દો માન્યા નહીં.કહેવા લાગ્યા: “ આવું ન ચાલે. તમે વધારે વિચારો. પક્ષીજગત અને પ્રાણી જગત બાબત પણ વિચારો.”
અમે વિનયભાઈને કૉમેન્ટમાં લખ્યું હતું કે: “શબ્દકોષમાં કાગડો મોરની પહેલાં આવે.” હવે આમ જોઈએ તો કુદરતે તો બધા પક્ષીઓ ને સમાન માન્યાં હશે. પણ આપણે તો મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો છે. પણ શબ્દકોષ પ્રમાણે કાગડો પહેલાં આવે છે તો એ વાત મુજબ કાગડાને મોર કરતાં વધારે માન મળવું જોઈએ ને?
પણ આ બાબતમાં તો ખાસ તકલીફ પડે એવું લાગતું નથી.કારણ કે આપણે જોઈએ જ છીએ કે સમાજમાં કાગડા જેવા માણસોને વિશેષ માન મળેજ છે.
પ્રાણીજગત બાબત એ રીતે વિચારતાં જ અમને તો ગમ્મત પડી ગઈ. વાઘ પહેલાં અને એની પાછળ એનો શિકાર કરવા દોડતું હોય એમ શિયાળ અને એની પાછળ સસલું અને એની પાછળ હરણ. એ બધાંની પાછળ હાથી. ઘોડાગાડીમાં ગાડી આગળ અને ઘોડો પાછળ. બળદગાડામાં પણ ગાડું આગળ અને બળદ પાછળ!!
અમે શબ્દોને કહ્યું: “દોસ્તો મજા પડી ગઈ. પછી મળીશું.”
તો એ લોકો કહ્યું કે : “બોલો, લગ્ન પહેલાં અને સગાઈ પછી થાય તો? ચાલશે? લગ્ન પ્રેમ પછી જ થાય.લગ્ન પછી પ્રેમ થવાનો સવાલ જ ન રહે તો ચાલશે? દરિયો પહેલાં અને એમાંથી નદી વહે તો મજા પડશે? અને નદીમાંથી પહાડ ફૂટે તો ? પહાડ ખળખળ વહે?”
અમે શબ્દોને બે હાથ જોડીને પૂછ્યું કે: “શા માટે હેરાન કરો છો? અમારો કાંઈ વાંકગુનો?”
એ શબ્દો બોલ્યા: “તમે રોજ અમને રમાડો છો તો એક દિવસ અમે તમને ન રમાડીએ?”
“તો હવે રમત પૂરીને? ” અમે અધીરા થઈને પૂછ્યું.
“ના ના. હજી અમારો દાવ પૂરો નથી થયો.” શબ્દોએ બૂમાબૂમ કરી મૂકી.
એક કામ કરો. વાચકમિત્રો. તમે પહેલાં પ્રતિભાવ લખો અને પછી લેખ વાંચો. કારણ કે શબ્દકોષ મુજબ…
‘પોલિસે એક યુવાનને લાફા માર્યા.’ આ વિધાન સમાચાર બનતું નથી. કારણ કે પોલીસની મુખ્ય ફરજ જ જે ઝપાટે ચડે એને મારવાની! એણે એની ફરજ બજાવી. પરંતુ સમાચાર ત્યારે બન્યા કે જ્યારે એ વિધાન કારણ સહિત લખાયું કે ‘ એક પોલીસે એક યુવાનને લાફા માર્યા કારણ કે એ યુવાને પોલીસને કાકા કહ્યું.’
આ બનાવે તો મને સમાજ બાબતે વિચારતો કરી મૂક્યો છે. કારણ કે આપણા સમાજમાં તો કાકા સંબોધન પાણીના પાઉચની માફક વપરાય છે. અને આમ જો કાકા સંબોધન માત્રથી જો બધા લાફાવાળી કરવા માંડે તો તો એક નવી સામાજિક સમસ્યા ઊભી થઈ જાય! ડોસી મરે એનો વાંધો નથી. વાંધો જમ ઘર ભાળી જાય એનો છે.
સૌરાષ્ટ્રનાં ગામડાંમાં પોતાના પિતાથી નાની ઉંમરના લોકોને માનપૂર્વક કાકા કહેવાનો રિવાજ છે. ત્યાં કાકા સંબોધનમાં મીઠાશ હોય છે. ગુજરાતમાં કાકા સંબોધન મોટેભાગે તોછડાઈથી કરવામાં આવે છે. આથી સરસ મજાનો શબ્દ વગર વાંકે વગોવાઈ ગયો છે. એને વગોવવામાં મિમિક્રી,જોક્સ,હાસ્યલેખ દ્વારા પણ બળતામાં ઘી હોમવાનું કામ થાય છે. [ જે અત્યારે જાણ્યે અજાણ્યે હું કરી રહ્યો છું.]
આ લાફાવાળી ઘટના કેમ બની ગઈ? મારી સમજ પ્રમાણે બેમાંથી એક શક્યતા હોવી જોઈએ.
વળતા પડકારા