હે બ્લોગજનો. આજે લાભ પાંચમના શુભ દિને આ ‘અસર’ ઓટલાધારીના સ્નેહવંદન સ્વીકારશો. આપ સૌ જાણો છે કે દિવાળીના તહેવાર નિમિત્તેના વિરામનો આજથી અંત આવે છે. આજથી સહુ ફરીથી પોતપોતાનો કારોબાર શરૂ કરે છે. અમે પણ આજથી અમારો કારોબાર શરૂ કરીએ છીએ. અમે આજે બોણીમાં જે વિષય હાથમાં લીધો છે એ વિષય COPY PASTE નો છે. [...]
Posts Tagged ‘હાસ્યનિબંધ’
COPY PASTE કી પાઠશાલા
October 23, 2009એક સાલા બ્લોગ આદમીકો ચોર બના દેતા હૈ
August 28, 2009આજકાલ સ્વાઈન ફ્લૂ થી બચવાના ઈલાજો ધક્કામૂક્કી કરી રહ્યા છે!! અમને વિચાર આવે છે કે શું આ ઉપાયો બ્લોગજગતમાં કૉપીપેસ્ટથી બચવા માટે કામ લાગી શકે? જો લાગતા હોય તો કેવું સારું!
જો ખરેખર એવું હોય તો જાહેરાતો પણ કેવી થાય?
-બ્લોગ પર લખાણ લખતાં પહેલાં આપના હાથ ડેટોલથી ધૂઓ જેથી બ્લોગનું કૉપીપેસ્ટ ન થઈ શકે.
-કમ્પ્યુટરનો પરદો ટીસ્યૂ [...]
જુગારકણિકાઓ
August 14, 2009બ્લોગજનો. જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગઈ સાલ અમે આ દિવસે એક ગીત રજૂ કર્યું હતું.
એક જુગારીનું ગીત
આજે અમે રજૂ કરીએ છીએ પરમ પૂજ્ય શ્રી ચિત્તભ્રમજી મહારાજની જુગારવાણી.
* જેણે બાવન પત્તા સાથે પ્રિત બાંધી છે એ જ આ જગતમાં સાચો પ્રેમી છે. કારણ કે પોતાની પ્રિતને ખાતર એ બરબાદ થવામાં પણ પાછી પાની કરતો નથી. પરિવારના સુખના [...]
પ્રાયમસ યુગ
August 13, 2009હે બ્લોગજનો. સૌને ટાઢી સાતમ મુબારક. ચૂલાને એક દિવસ આરામ આપવા કાજે જેનાં જેનાં રસોડામાં આજે પ્રાયમસનો પ્રયોગ થયો હશે એ સૌએ આજે એક જુદા પ્રકારની સવારનો અનુભવ કર્યો હશે. વાલમની વાંસળીનો નાદ સાંભળીને વૃંદાવનની વાટ પકડતી ગોપીઓની માફક ઘણાંએ રસોડાં તરફ કૌતૂહલપૂર્વક દોટ મૂકી હશે કે :આ નવું શું થાય છે ટોળે વળો
ઘણાં મૂઢ [...]
ખાડાદર્શન
June 25, 2009છેલ્લાં ત્રણેક વર્ષોથી વડોદરા નગરીમાં ખોદકામ અને તોડફોડ પ્રવૃત્તિ ચાલી રહી છે. ઘણી જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. અને પછીએ જાણે એ અખંડ રહેવાના હોય એમ વહીવટી તંત્ર એને વતાવતું નથી. વહીવટી તંત્ર આ પ્રવ્રુત્તિને નવસર્જનનું રૂપાળું નામ આપે છે. પણ કેટલાક નગરજનોને તો આ પ્રવ્રુત્તિ વિસર્જનની પ્રવૃત્તિ લાગી [...]
અસરના ઓટલેથી સૌને દિવાળીની શુભેચ્છાઓ.
October 28, 2008
આજે દિવાળી છે ને ચારે તરફ રોશની છે. પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરીને હરખાતા પ્રધાનમંત્રી જેવા ઝગમગતાં કોડિયાં છે તો ઉમાજી, સોનિયાજી, મમતાજી ને જયલલીતાજીની જેમ ભાતભાતના રંગ ને ઢંગ બદલતી ચાઈનાની જાતજાતની સી’રિઈઝ્ છે. ઉમંગ છે ને ઉત્સાહ છે. કોઈ જાણતલ જોશીડો કહેશે કે આ તો બધું ઉછીનું છે. તો ભાઈ મારા, આમેય બધાંયને ક્યાં [...]
તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.
October 28, 2008સ્વામી શ્રી ચિત્તભ્રમજીનું નામ હવે લોકોથી અજાણ્યું નથી. કોઈક જ એવો મૂઢ આત્મા હશે કે જે સ્વામી શ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતો હોય! હાલમાં જ્યારે મંદીનું વાતાવરણ ચારે તરફ છવાયેલું છે ત્યારે સ્વામી શ્રી ચિત્તભ્રમજી જ નોધારાના આધાર છે. દેશમાં આટલા બધા સ્વામીઓ છે પણ તેઓ તો માત્ર શાસ્ત્રોના આધારે એક જ પ્રકારની વાતો [...]
નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન બંને કઈ કઈ બાબતોમાં સરખા છે!
October 16, 2008
[ તસવીર:Google Immage પરથી]
નરેન્દ્ર મોદી અને અને અમિતાભ બચ્ચન આમ જૂઓ તો તફાવતનો કોઇ પાર નહીં. નરેન્દ્ર મોદી નેતા અને અમિતાભ બચ્ચન કલાકાર. માનનારા તો મોદીને પણ મહાન કલાકાર માને છે પણ એ અલગ વાત થઈ. એમ તો બચ્ચન પણ નેતાગીરી કરવા નીકળેલા પણ એમને ખ્યાલ આવી ગયો કે નેતાગીરી [...]
તમને ખરેખર વરસાદ ગમે છે?
August 27, 2008તમને ખરેખર વરસાદ ગમે છે? હા? તો મને કહેવા દો કે બારીમાં બેસીને વરસાદની મજા લેવી એ અલગ વાત છે અને ધોધમાર વરસાદમાં બેસુમાર ભીંજાવું એ અલગ વાત છે. ગરમાગરમ ભજીયાં ખાતાં ખાતાં કે ચાના ઘૂંટડા ભરતાં ભરતાં વરસાદી ગીતોની મજા લેવી એ અલગ વાત છે અને વૃક્ષોની માફક અનરાધાર વરસાદમાં નહાવું એ અલગ વાત છે. [...]
બલિહારી બ્લોગની —- યશવંત ઠક્કર
July 7, 2008મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી થોડું છપાયું છે. ઝાઝું ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી [...]