આવતાં જાતાં નડ્યા છે આ નગરમાં
કેટલા ખાડા પડ્યા છે આ નગરમાં.
પાડે પાડા આથડે છે એ જ રીતે
માણસો પણ આથડ્યા છે આ નગરમાં
જેમણે રાખ્યો ભરોસો ભેંસ પર એ….
પોક મૂકીને રડ્યા છે આ નગરમાં
એક દહાડો પ્રાપ્ત થઈ ના પોટલી તો
કૈક તરસ્યા તરફડ્યા છે આ નગરમાં
માત્ર આગાહી જ થઈ વરસાદની ત્યાં..
ફોન મૂંગા થઈ [...]