Posts Tagged ‘વ્યંગ’

ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ

November 5, 2009

બ્લોગજગતની  ”મનોરંજન”  રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.
[ સ્પષ્ટ સૂચના: અમારા આ  બ્લોગ પરથી કોઈપણ  લખાણની  નકલ [COPY PASTE ] કરવી નહીં. ]
અમારા બ્લોગવિસ્તારના  કદરદાતાઓ,
પ્રતિભાવદાતાઓ,
તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.
આજનો અમારો  સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!
નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE  કરતો [...]

બ્લોગજગતની કહેવતો

November 1, 2009

મિત્રો, આજે અમે કેટલીક કહેવતો રજૂ કરી છે. જૂની તો હતી જ. અમે નવી કહેવતો બનાવાવાનો પ્રયાસ કરેલ છે.  બે વાતોનું અમે ધ્યાન રાખેલું છે. એક તો તમામ નવી કહેવતો બ્લોગજગતને લગતી હોય અને બીજું કે એ ગમ્મતભરી હોય.  તો જોઈ શું રહ્યા છો! જોડાઈ જાવ.
[1] પૂછતાં પૂછતાં પાટણ જવાય. =  બાખડતાં બાખડતાં બ્લોગર થવાય.
[2] ખીસાં [...]

રા’નથી ફરતો,પણ રા’નો દી ફરે છે

October 27, 2009

આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.
કોઈને વળી એમ થાય

COPY PASTE કી પાઠશાલા

October 23, 2009

હે બ્લોગજનો. આજે લાભ પાંચમના શુભ દિને આ ‘અસર’ ઓટલાધારીના સ્નેહવંદન સ્વીકારશો. આપ સૌ જાણો છે કે દિવાળીના તહેવાર નિમિત્તેના વિરામનો આજથી અંત આવે છે. આજથી સહુ ફરીથી પોતપોતાનો કારોબાર શરૂ કરે છે. અમે પણ આજથી અમારો કારોબાર શરૂ કરીએ છીએ. અમે આજે બોણીમાં જે વિષય હાથમાં લીધો છે એ વિષય COPY PASTE નો છે. [...]

અનોખા મહારાજશ્રીની પધરામણી

October 15, 2009

દિવાળીના શુભ પર્વ નિમિત્તે અસરના ઓટલીથી આપ સૌ બ્લોગજનોને અમારા તરફથી હાર્દિક શુભકામના. અમારા આ ઓટલેથી આપ સૌને શુભકામના પાઠવવા માટે બીજાં કેટલાંક ઓટલાવાસીઓ પણ અમારી સાથે જોડાયાં છે. આવો અને સાંભળો કે એ લોકો શું કહે છે….
પ્રથમ આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે શ્રી ચિત્તભ્રમજી મહરાજ! ચિત્તભ્રમજી મહારાજ અને એમણે સ્થાપેલા સૂરસૂરિયાવાદનો પરિચય અમે [...]

નામ તારું લજવાય જશુભા..

October 4, 2009

[યાદ કરો જેસલ તોરલનું ભજન : પાપ તારું પરકાશ જાડેજા]
નામ  તારું લજવાય  જશુભા… ધંધો તારો સંભાળ્યરે…
તારી ચોપડીને વેચવા નઈં દઉં … તારી ચોપડી હું  વેચવા નઈં દઉં જશુભારે…
એમ મોદી કહે છે જી … હે જી રે… એમ મોદી કહે છે જી…

હે… જેના કીધાં વખાણ મોદીભાઈ… આડવાણીએ કીધાં વખાણ રે..
એવા ઝીણાને મેં વખાણિયા.. ડાયા ને ડમરા [...]

એક સાલા બ્લોગ આદમીકો ચોર બના દેતા હૈ

August 28, 2009

આજકાલ સ્વાઈન ફ્લૂ થી બચવાના ઈલાજો ધક્કામૂક્કી કરી રહ્યા છે!! અમને વિચાર આવે છે કે શું આ ઉપાયો બ્લોગજગતમાં  કૉપીપેસ્ટથી બચવા માટે કામ લાગી શકે?  જો લાગતા હોય તો કેવું સારું!
જો ખરેખર એવું હોય તો જાહેરાતો પણ કેવી થાય?
-બ્લોગ  પર લખાણ લખતાં પહેલાં આપના હાથ ડેટોલથી ધૂઓ જેથી બ્લોગનું કૉપીપેસ્ટ ન થઈ શકે.
-કમ્પ્યુટરનો પરદો ટીસ્યૂ [...]

શબ્દો ચડ્યા તોફાને

August 16, 2009

મિત્રો. રવિવાર મુબારક. હા.રવિવાર પણ મુબારક. કાલે કદાચ સોમવાર પણ મુબારક કરી દઈએ. જૂઓને  બબ્બે તોતિંગ તહેવારો સાથે આવી ગયા. પરિણામે મુબારક શબ્દ અમારા હોઠવગો થઈ ગયો છે. અમે ખૂબ ખુશ છીએ. ગોવિંદાનાં અને દેશભક્તિનાં ગીતો  હજુ પણ અમારાં હૈયામાં ગુંજે છે. મંદિરમાં તો  કાન-રાધાની એક જ જોડીનાં નાં દર્શન  થયાં પણ ટીવીના પરદે જેટલી [...]

જુગારકણિકાઓ

August 14, 2009

બ્લોગજનો. જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગઈ સાલ અમે આ દિવસે એક ગીત રજૂ કર્યું હતું.
એક જુગારીનું ગીત
આજે અમે રજૂ કરીએ છીએ પરમ પૂજ્ય શ્રી ચિત્તભ્રમજી મહારાજની જુગારવાણી.
* જેણે બાવન પત્તા સાથે  પ્રિત બાંધી છે એ જ આ જગતમાં સાચો પ્રેમી છે. કારણ કે પોતાની પ્રિતને ખાતર  એ બરબાદ થવામાં પણ પાછી પાની કરતો નથી. પરિવારના સુખના [...]

પ્રાયમસ યુગ

August 13, 2009

હે બ્લોગજનો. સૌને ટાઢી સાતમ મુબારક. ચૂલાને એક દિવસ આરામ આપવા કાજે જેનાં  જેનાં રસોડામાં આજે પ્રાયમસનો પ્રયોગ થયો હશે એ સૌએ આજે એક જુદા પ્રકારની સવારનો અનુભવ કર્યો હશે. વાલમની વાંસળીનો નાદ સાંભળીને  વૃંદાવનની વાટ પકડતી ગોપીઓની માફક ઘણાંએ રસોડાં તરફ  કૌતૂહલપૂર્વક દોટ   મૂકી હશે કે :આ નવું શું થાય છે ટોળે વળો
ઘણાં મૂઢ [...]