Posts Tagged ‘વાયરા’

બ્લોગજગતનાં રાહતકામો

November 14, 2009

બ્લોગજગતનાં રાહતકામો.
પ્રકાર [1]
વર્ષો પહેલાંની વાત છે. સૌરાષ્ટ્ર પંથકમાં દુકાળ પડ્યો  હતો. લોકોને રોજીરોટી મળી રહે તે માટે સરકારી રાહતકાર્યો શરૂ થઈ ગયાં. નવા  રસ્તાઓ બનવા લાગ્યા. કેટલાક હકીકતમાં અને કેટલાક કાગળ  પર. કેટલાક કામોનો કશો અર્થ હતો અને કેટલાકનો ન હતો.
અમારા નાનીધારી ગામથી  ઈંગોરાળા ગામનો રસ્તો કાચોપાકો અને ખાડાટેકરાવાળો હતો. એ રસ્તો સુધારવાનું કામ થવા [...]

રાંધણિયું

August 20, 2009

થોડા દિવસો પહેલાં એક ગમ્મત-લેખ લખેલો.
પ્રાયમસ યુગ
જેના અનુસંધાનમાં બ્લોગમિત્ર દક્ષેશભાઈએ મજાનો  પ્રતિભાવ આપીને  રસોડાની જાહોજલાલીની વાત આ રીતે  કરી.
કોલસા ફૂંકીને પેટાવવા પડતો એવો ચૂલો અને જેના ધૂમાડાથી આંખ લાલ થઈ જાય તે આ પ્રાયમસનો પૂર્વજ. એટલે જલ્દીથી રસોઈ બનાવી દે એવા પ્રાયમસનું આગમન એ એક રીતે રસોડા-ક્રાંતિનું પ્રતીક હતો. ત્યાર પછી કેરોસીનમાં બોળેલી લાંબી વાટવાળો શાંત [...]

કટોકટીના ચમકારા

June 26, 2009

જે લોકો 1975માં સમજણની ઉંમરે પહોંચી ચૂક્યાં હતાં હતાં એમના માટે ‘કટોકટી’ એટલે તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ નાખેલી ‘કટોકટી’.  આજે 26મી જુને ઘણા વિદ્વાનો એના પર ફરીથી પ્રકાશ પાડશે. મારા જેવા અવિદ્વાનનું એ કામ નથી. છતાંય થોડાઘણા ચમકારા રજૂ કરવાની તક ઝડપી લઉં  છું. ‘કટોકટી’ નથીને એટલે!
‘કટોકટી’ના સમયે હું અમરેલીમાં હતો. અમરેલી [...]

એ…ગૂલ્ફીમલાઈ

June 16, 2009

શહેરમાં કે  ગામડાંમાં   લોકોંની તાપ કે ગરમી સહન કરવાની શક્તિ ઘટી ગઈ છે.  બદલાતું હવામાન કે  પ્રદુષણમાં  વધારો  જેવાં કારણો તો હોઠવગાં છે.પણ તાપ કે ગરમીનો સામનો કરવાના સાધનો વધ્યાં છે એ પણ એક કારણ હોઈ શકે.
મને ત્રીસેક વર્ષો પહેલાંનું મારું નાનીધારી ગામ અને તે વખતના ઉનાળા યાદ આવે છે. એ વખતે  ઉનાળાની બપોરે તાપ કે [...]

સડકની વચ્ચોવચ્ચ સાવ તેં મને કાકો કહ્યો! ખૂલેખૂલો બન્યો બનાવ તેં મને કાકો કહ્યો!

April 1, 2009

‘પોલિસે એક યુવાનને લાફા  માર્યા.’ આ વિધાન સમાચાર બનતું નથી. કારણ કે પોલીસની મુખ્ય  ફરજ જ   જે ઝપાટે ચડે એને  મારવાની!  એણે એની ફરજ બજાવી. પરંતુ સમાચાર ત્યારે બન્યા કે જ્યારે એ વિધાન કારણ સહિત લખાયું કે ‘ એક  પોલીસે  એક યુવાનને લાફા માર્યા કારણ કે એ યુવાને  પોલીસને કાકા કહ્યું.’
આ બનાવે તો મને સમાજ બાબતે વિચારતો  કરી મૂક્યો છે.  કારણ કે [...]

તમને ખરેખર વરસાદ ગમે છે?

August 27, 2008

તમને ખરેખર વરસાદ ગમે છે? હા? તો મને કહેવા દો કે બારીમાં બેસીને વરસાદની મજા લેવી એ અલગ વાત છે અને ધોધમાર વરસાદમાં  બેસુમાર ભીંજાવું એ અલગ વાત છે. ગરમાગરમ ભજીયાં ખાતાં ખાતાં કે ચાના ઘૂંટડા ભરતાં ભરતાં વરસાદી ગીતોની મજા લેવી એ અલગ વાત છે અને વૃક્ષોની માફક અનરાધાર વરસાદમાં નહાવું એ અલગ વાત છે. [...]