બ્લોગજગતની ”મનોરંજન” રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.
[ સ્પષ્ટ સૂચના: અમારા આ બ્લોગ પરથી કોઈપણ લખાણની નકલ [COPY PASTE ] કરવી નહીં. ]
અમારા બ્લોગવિસ્તારના કદરદાતાઓ,
પ્રતિભાવદાતાઓ,
તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.
આજનો અમારો સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!
નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE કરતો [...]
Posts Tagged ‘વાતચીત’
ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ
November 5, 2009રા’નથી ફરતો,પણ રા’નો દી ફરે છે
October 27, 2009આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.
કોઈને વળી એમ થાય
COPY PASTE કી પાઠશાલા
October 23, 2009હે બ્લોગજનો. આજે લાભ પાંચમના શુભ દિને આ ‘અસર’ ઓટલાધારીના સ્નેહવંદન સ્વીકારશો. આપ સૌ જાણો છે કે દિવાળીના તહેવાર નિમિત્તેના વિરામનો આજથી અંત આવે છે. આજથી સહુ ફરીથી પોતપોતાનો કારોબાર શરૂ કરે છે. અમે પણ આજથી અમારો કારોબાર શરૂ કરીએ છીએ. અમે આજે બોણીમાં જે વિષય હાથમાં લીધો છે એ વિષય COPY PASTE નો છે. [...]
આખું વર્ષ કરો જલસા
October 19, 2009બ્લોગજનો. સહુને નૂતન વર્ષાભિનંદન.
હા. નૂતન વર્ષ આવી ચૂક્યું છે. આજની વહેલી સવારથીજ અથવા તો ગઈ કાલની મોડી રાતથીજ નવા વર્ષને વધાવનારા ધડાકા જાણે કહી રહ્યા હતા કે: “જાગો અને નવા વર્ષને વધાવો.” વહેલી સવારે પ્રગટેલા દીવડાઓ જાણે કહેતા હતા કે: ”જૂઓ , અમને ધ્યાનથી જૂઓ અને ટકી રહેવાનું બળ મેળવો.” સઘળી ચિંતાઓને આજના દિવસ [...]
અનોખા મહારાજશ્રીની પધરામણી
October 15, 2009દિવાળીના શુભ પર્વ નિમિત્તે અસરના ઓટલીથી આપ સૌ બ્લોગજનોને અમારા તરફથી હાર્દિક શુભકામના. અમારા આ ઓટલેથી આપ સૌને શુભકામના પાઠવવા માટે બીજાં કેટલાંક ઓટલાવાસીઓ પણ અમારી સાથે જોડાયાં છે. આવો અને સાંભળો કે એ લોકો શું કહે છે….
પ્રથમ આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે શ્રી ચિત્તભ્રમજી મહરાજ! ચિત્તભ્રમજી મહારાજ અને એમણે સ્થાપેલા સૂરસૂરિયાવાદનો પરિચય અમે [...]
શબ્દો ચડ્યા તોફાને
August 16, 2009મિત્રો. રવિવાર મુબારક. હા.રવિવાર પણ મુબારક. કાલે કદાચ સોમવાર પણ મુબારક કરી દઈએ. જૂઓને બબ્બે તોતિંગ તહેવારો સાથે આવી ગયા. પરિણામે મુબારક શબ્દ અમારા હોઠવગો થઈ ગયો છે. અમે ખૂબ ખુશ છીએ. ગોવિંદાનાં અને દેશભક્તિનાં ગીતો હજુ પણ અમારાં હૈયામાં ગુંજે છે. મંદિરમાં તો કાન-રાધાની એક જ જોડીનાં નાં દર્શન થયાં પણ ટીવીના પરદે જેટલી [...]
પ્રાયમસ યુગ
August 13, 2009હે બ્લોગજનો. સૌને ટાઢી સાતમ મુબારક. ચૂલાને એક દિવસ આરામ આપવા કાજે જેનાં જેનાં રસોડામાં આજે પ્રાયમસનો પ્રયોગ થયો હશે એ સૌએ આજે એક જુદા પ્રકારની સવારનો અનુભવ કર્યો હશે. વાલમની વાંસળીનો નાદ સાંભળીને વૃંદાવનની વાટ પકડતી ગોપીઓની માફક ઘણાંએ રસોડાં તરફ કૌતૂહલપૂર્વક દોટ મૂકી હશે કે :આ નવું શું થાય છે ટોળે વળો
ઘણાં મૂઢ [...]
નસીબદાર બાપુ
August 3, 2009[ભગાની રાહમાં બાપુ ઊંચાનીચા થઈ રહ્યા છે. ભોજન માટે ભૂખ્યો તડપે, વિકેટ માટે બોલર તડપે, મુશાયરામાં પોતાના વારા માટે કવિ તડપે ...એમ ભગા માટે બાપુ તડપી રહ્યા છે.વારેવારે ડેલીએ જઈને દૂર દૂર નજર નાખે છે.પણ ભગો નજરે પડતો નથી. થાક્યાપાક્યા બાપુ ખાટલે બેસી જાય છે.બીડીની શોધ માટે બાપુનો હાથ ખીસામાં પ્રવેશે છે અને ભોંઠો પડીને [...]
વાર્તા અને વાતો [2]
July 23, 2009મિત્રો, ગઈ કાલના લેખ ના અંતે અમે સવાલ કર્યા હતા કે વાર્તાના તત્વ કે બીજ કે idea ની ચોરી એ ચોરી ગણાય? ભેળસેળના જમાનામાં આવી વાતો સાથે કોને નિસ્બત હોય?
વિશ્વાસ સાથે જ અમે લખ્યું પણ હતું કે હોય હોય અને હોય! કોને હોય એની વાત આજે કરવાની છે.
લેખના પ્રતિભાવમાં ગાંધીનગરથી એક યુવાન વાર્તાકાર Nishit [...]
લો અમે ધાડ મારી
July 5, 2009હા. અમે આજે ધાડ મારી રહ્યા છીએ કારણ કે આજે અમે આ એકસોમી POST રજૂ કરી રહ્યા છીએ. વળી આવતી કાલે છઠ્ઠી જુલાઈએ અમે બીજી ધાડ મારવાના છીએ. બ્લોગજગતમાં અમારા ‘અસર’ના ઓટલે અમે બેઠક જમાવી એને એક વર્ષ પૂરું થશે. હવે તમે હિસાબના આંકડા માંગશો કે કેટલા મુલાકાતીઓ અને કેટલી કૉમેન્ટસ? તો એ તો આવતી [...]