Posts Tagged ‘લઘુકથા’

સાંકડ-મૂકડ

November 8, 2009

મોટરગાડી  ડામરરોડ છોડીને કાચા રસ્તા પર દોડવા લાગી ત્યારે રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી. જો કે મારા આનંદનો તો  પાર જ નહોતો. હું કેટલાય વર્ષો પછી વતનમાં જઈ રહ્યો હતો. મને તો મોટરમાંથી ઊતરીને ગામ સુધી ચાલીને જવાની ઇચ્છા થઈ આવી; પણ રાકેશની બીકે હું મારી ઇચ્છા મનમાં જ દબાવીને બેસી રહ્યો.
રાકેશ શહેરમાં [...]

ચૂલે તપેલી

August 10, 2009

[ બ્લોગ મિત્રો, ગ્રામ્યસમાજમાં જેને 'બે આંખની શરમ' કહે છે તે બહુ જ અગત્યનો ભાગ ભજવે  છે. ત્યાં, સંબધો ઘણી વખત કઈ રીતે જળવાતા હોય છે ;  એ હું નહીં કહું ...આ વાર્તા કહેશે.]
“એ.. દીકરા, ઈ તારી સોપડી પસી વાંચજે . પે’લાં મને પાશેર ખાંડ દઈદે. ઝટ કર્ય ઝટ. ઘેર મે’માન બેઠા સે ને સૂલે [...]

ગગા ટકાના સગા

July 4, 2009

જશુભાઈને ત્યાં કાઠિયાવાડથી એના ફોઈના દીકરાનો દીકરો રાજુ મહેમાન થઈને આવ્યો.  જશુભાઈને મન તો જાણે આખો મલક પધાર્યો! બંને અલકમલકની વાતોએ ચડ્યા. જશુભાઈએ કેટલાયને યાદ કરી કરીને એમનાં ખબરઅંતર  પૂછ્યાં. રસોડામાં નયનાબેન રસોઈ તૈયાર કરવા લાગ્યાં.
….ને જીતુ આવ્યો. એણે રાજુભાઈને પ્રણામ  કરીને ‘જય શ્રી ક્રૃષ્ણ’  કહ્યાં.
“ગગા  તું  પગે તો લાગ્યો પણ મને ઓળખ્યો  કે એમનમ [...]

વટનો કટકો

July 1, 2009

કોઈ શેઠ  પોતાના ડ્રાયવરનો પચીસ- પચાસ રૂપિયા પગાર ન વધારતા હોય અને એ જ ડ્રાયવરની હાજરીમાં લેભાગુઓને પાંચસો-હજારનો ફંડફાળો આપીને પોરસાતા હોય ત્યારે એ ડ્રાયવરનાં દિમાગમાં શું ચાલતું હશે?  પૈસે ટકે સુખી માણસને ત્યાં સારામાઠા પ્રસંગે આવીને ઊભા રહેનાર સ્નેહીજનને જરૂર પડ્યે નાનકડી રકમ ઉછીની ન આપનાર એ જ માણસ જ્યારે લાખોના દાન કરીને ફોટા [...]

તરસ

June 19, 2009

ઘણાંને આ ઉનાળો લપળા મહેમાન જેવો લાગતો હશે કે જે જવાનું નામ નથી લેતો! બેગ બિસ્તરા તૈયાર કરે ને પછી પાછો રોકાઈ જાય. થોડા દિવસો પહેલાં તો વાદળાં થયાં હતાં. વીજળી પણ! અરે છાંટા  પણ ! પણ પછી આગળ કશું જ નહીં.  ફરી એજ હઠીલા જોગી  જેવો ઉનાળો.  ધોધમાર તાપ વરસાવતો  ઉનાળો.
મને યાદ આવે છે આવા [...]

હિંદુસ્તાન બોલ રહા હૈ….યશવંત ઠક્કર

April 26, 2009

[તસવીરો : ગૂગલના પટારામાંથી]                   ——- યશવંત ઠક્કર
કોઈ બોલ્યું આમ ને કોઈ બોલ્યું તેમ.
કોઈના બોલવાનો વિરોધ  કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના વિરોધનો વિરોધ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના વિરોધના વિરોધનો બચાવ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના બચાવનો ખુલાસો  કોઈએ કર્યો આમ [...]

મુખવટો- યશવંત ઠક્કર

April 10, 2009

બિરજુનો આજે નોકરી મટેનો  ઇન્ટર્વ્યૂ  હતો.  આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.
એને   M.C.A.માં સાઈઠ  ટકા હતા.   PRACTICAL  જ્ઞાન  પણ સારું હતું.   છતાં એને  પોતાની લાયકાત પુરવાર કરવાની તકો  ઓછી મળતી હતી કારણ કે  એને બારમાં  ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં   સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ   ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી.  [...]

તમે ‘સત્યમ’માં છો?

January 24, 2009

પહેલાં: “તમે ‘સત્યમ’માં છો? અરે વાહ!”
આજે: “તમે ‘સત્યમ’માં છો? અરેરે!”

જે ‘સત્યમ’માં નોકરી કરવી એ હરખની બાબત હતી એ જ હાલમાં મૂંઝવણની બાબત બની ગઈ છે. અનેક આશાભરેલાં યુવક-યુવતીઓ પોતાનાં ભવિષ્ય માટે ચિંતાતુર બન્યાં છે. નવા જોડાયેલાં લોકો તો હજી નોકરી મેળવ્યાનો આનંદ માણે ના માણે ત્યાં તો અણધારી મુસીબતનો ભોગ બન્યાં છે. જ્યારે [...]

સપનું

November 25, 2008

[તસવીર: Google Immage પરથી]
જો આપ નવું ઘર ખરીદવાનું વિચારતા હો તો આપનું એ સપનું પૂરું થવાની તૈયારીમાં છે.”
ટીવીના પરદા પરની મીઠડી નારીના મીઠડા શબ્દો જશુભાઈના કાને પડ્યા ને જશુભાઈએ ટીવીનો અવાજ વધાર્યો.
“ હાલમાં મંદીનાં કારણે મકાનોની કિંમતમાં ભારે ઘટાડો થયાના સમાચાર છે. જેને નવું મકાન ખરીદવું હોય એમણે હવે રાહ જોવાની જરૂર નથી.” મીઠડી મોટાં [...]

હજુ મને ઊંઘ નથી આવતી

November 23, 2008

હજુ મને ઊંઘ નથી આવતી.
આજે કૉલેજમાં ચૂંટણી હતી. કૉલેજમાં પ્રવેશતાની સાથે જ પહેલી મુલાકાત હિતેશની થઈ. હું એને માત્ર નામથી જ ઓળખતો હતો. વિદ્યાર્થી કાર્યકર તરીકે હિતેશ વિદ્યાર્થી આલમમાં તેમજ પ્રોફેસરોમાં પ્રિય હતો. એની સાથેની આ મારી પહેલી મુલાકાત હતી.
“ હલો પાર્ટનર. વોટિન્ગ કર્યું કે બાકી છે?”
“ બાકી છે.”
“ જૂઓ મિત્ર. મારે આપને થોડી [...]