બ્લોગજગતની ”મનોરંજન” રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.
[ સ્પષ્ટ સૂચના: અમારા આ બ્લોગ પરથી કોઈપણ લખાણની નકલ [COPY PASTE ] કરવી નહીં. ]
અમારા બ્લોગવિસ્તારના કદરદાતાઓ,
પ્રતિભાવદાતાઓ,
તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.
આજનો અમારો સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!
નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE કરતો [...]
Posts Tagged ‘મનન’
ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ
November 5, 2009બાપા આવે છે
October 25, 2009જય જલારામ.
આજે જલારામ જયંતી છે.
સંત જલારામ. ભગત જલારામ. બાપા જલારામ. વીરપુરના વાસી જલારામ.
એ જલારામ કે જેણે તરસ્યાને પાણી પાયા. ભૂખ્યાને ભોજન દીધા. થાકેલાને આશરો દીધો.
એ જમાનામા.. કે જમાનામાં આટલી બધી સગવડતાઓ નહોતી. આટલા બધાં સાધનો નહોતાં. આવા રસ્તા નહોતા. આવાં વાહનો નહોતાં. તોય વીરપુર જેવાં નાનકડાં ગામમાં એક સામાન્ય વેપારીના દીકરાએ ભક્તિ,ભજન,સત્સંગ અને [...]
ઘૂંટડે ઘૂંટડે મોત
July 12, 2009રંગલો— [લટકા કરતો જાય અને ગણગણતો જાય]
શાંને કાજે પોટલી ને શાંને કાજે લઠ્ઠો…
જિંદગીની સાથે શાંને કાજે સટ્ટૉ…
રંગલી—- એ… રંગલા … તું વળી પાછો ગીત ગઝલના રવાડે ચડ્યો?
રંગલો— ના…ના… ના… રંગલી. તું ભલે મેગી ખાઈને ગીત-ગઝલની પાછળ પડી ગઈ હોય! પણ એવું નથી.
રંગલી— તો પછી કેવું છે?
રંગલો— તને ખબર તો છે ને કે અમદાવાદમાં લઠ્ઠાએ કેટલાયનો [...]
એ…ગૂલ્ફીમલાઈ
June 16, 2009શહેરમાં કે ગામડાંમાં લોકોંની તાપ કે ગરમી સહન કરવાની શક્તિ ઘટી ગઈ છે. બદલાતું હવામાન કે પ્રદુષણમાં વધારો જેવાં કારણો તો હોઠવગાં છે.પણ તાપ કે ગરમીનો સામનો કરવાના સાધનો વધ્યાં છે એ પણ એક કારણ હોઈ શકે.
મને ત્રીસેક વર્ષો પહેલાંનું મારું નાનીધારી ગામ અને તે વખતના ઉનાળા યાદ આવે છે. એ વખતે ઉનાળાની બપોરે તાપ કે [...]
આ નવું શું થાય છે ટોળે વળો
May 2, 2009આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો આવી હોય છે.
[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી. સાચો માણસ મળવો મુશ્કેલ છે.
[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.
[3] નગરમાં પક્ષીઓ [...]
શું શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે?
January 5, 2009[તસવીર :Google Immage પરથી]
હા શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે.
હું ‘સમય’ ચેનલની વાત કરી રહ્યો છું. ગઈકાલે મેં ‘સમય’ ચેનલ પર ‘મોદીની માયા’ નામના સમાચારના કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંશા સાંભળી. મને ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ. આ [...]
અમુભાઈ ટપાલી લાવ્યા એક કાગળ
November 15, 2008
વતન વહાલું લાગવું પણ વતનમાં રહેવું નહીં એ મોટો વિરોધાભાસ નથી? ગામ છોડીને શહેરમાં જવું, શહેરમાં સ્થાયી થવું અને પછી શહેરને વગોવવું એ પણ નરી બેઈમાની છે. ગામ છોડવા પાછળ વ્યક્તિનો પોતાનો પણ સ્વાર્થ હોય છે. કોઈ એને મજબૂરી પણ કહી શકે.
ગામ છોડવા માટે અધીરાં પણ થવું પડ્યું હોય છે. એક એક દિવસ કાઢવો [...]
અમુભાઈ ટપાલી
November 9, 2008મુકામ –નાનીધારી
ઠક્કર છગંનલાલ નાનજીભાઈ
પોસ્ટ- ભાડ ઈંગોરાળા વાયા- ચલાળા
તાલુકો- ખાંભા જિલ્લો- અમરેલી
કાઠિયાવાડ
{ પિનકોડ આવ્યા નહોતા }
આટલું પાકું સરનામું લખ્યા પછી પણ લખનારને શંકા તો રહેતી જ કે આ ટપાલ પહોંચશે કે નહીં. એ સ્વાભાવિક પણ હતું કારણ કે ગિરના પ્રદેશમાં વેરાયેલાં બોર જેવાં કેટલાંય ગામ…. ગામનાં પાછાં એકસરખાં નામ! ટપાલપેટીમાં [...]
બલિહારી બ્લોગની —- યશવંત ઠક્કર
July 7, 2008મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી થોડું છપાયું છે. ઝાઝું ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી [...]