રંગલો— હે… દિવાળી સમો તહેવાર ને ઉમંગનો નહીં પાર
પણ હે… મારી રંગલીને… આવતા લાગે વાર
હે.. બેટરી વિન્યા જેમ મોબાઈલ ચાલે નહીં
એમ રંગલી વિન્યા આ રંગલો જામે નહીં
તા થૈયા થૈયા ને તા થૈ.
[ રંગલો ગજવામાંથી મોબાઈલ કાઢીને રંગલીનો નંબર લગાડે અને કાને લગાડીને .. ]
એ રંગલી.. આપણે આજે અસરના ઓટલે હાજર થવાનું છે એ વાત ભૂલી [...]
Posts Tagged ‘ભવાઈ’
કરો જલસા
October 18, 2009જોડણી જોડું તો છૂટી છૂટી જાય
October 8, 2009મિત્રો. આજે અમે એક ખેલ રજૂ કરી રહ્યા છીએ. એ પહેલાં કેટલીક ચોખવટ કરવી જરૂરી લાગે છે. આ ખેલ માત્ર ગમ્મત કાજે છે. એ દ્વારા કોઈ જાતના પ્રચારનો ઇરાદો નથી. જોડણીની વાત આવે એટલે સાર્થ કે ઊંઝાનો વાદ વિવાદ આવે. અમે કબૂલ કરીએ છીએ કે અમારી જોડણી અને વ્યાકરણ કાચાં છે. પણ અમને સાર્થમાં જોડણી [...]
વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી
July 27, 2009[હે બ્લોગજનો.અસરના ઓટલે આજે ફરીથી આપ સૌને આવકારો આપતા અમને હરખ થાય છે. આજે રંગલો અને રંગલી પાંચકડાં ગાશે. પાંચકડાં માત્ર વાર્તા બાબતનાં જ હશે. કારણ કે રંગલાને જાણવું છે કે વાર્તા કેવી હોવી જોઈએ. અથવા તો કેવી ન હોવી જોઈએ. આપને અમારો આ પ્રયોગ ગમશે એવી આશા રાખીએ છીએ.]
રંગલો— હે… શ્રાવણ સરીખો મહિનો ને ઉમંગનો [...]
કંસારને બહાને થૂલી
July 20, 2009રંગલી — [ગાય]
હે…અસરના ઓટલે આવી ઊભી ને રંગલી જૂએ વા…ટ
સૂનું સૂનું સઘળું લાગે ને સૂની હૈયાની હાટ
હે… ઘડિયાળના કાંટા ભાગે … હજુ મારો રંગલો ન આવે… હે ઘડિયાળના કાંટા ભાગે ..
રંગલો — [ગાતો ગાતો આવે]
હે… ભાગું તો મારો બ્લોગ લાજે ને લાજે બ્લોગનું થી… મ
મારા બ્લોગને રમતો રાખવાનું મેં તો લીધું છે નીમ.
હે… રંગલી તારો રંગલો [...]
ઘૂંટડે ઘૂંટડે મોત
July 12, 2009રંગલો— [લટકા કરતો જાય અને ગણગણતો જાય]
શાંને કાજે પોટલી ને શાંને કાજે લઠ્ઠો…
જિંદગીની સાથે શાંને કાજે સટ્ટૉ…
રંગલી—- એ… રંગલા … તું વળી પાછો ગીત ગઝલના રવાડે ચડ્યો?
રંગલો— ના…ના… ના… રંગલી. તું ભલે મેગી ખાઈને ગીત-ગઝલની પાછળ પડી ગઈ હોય! પણ એવું નથી.
રંગલી— તો પછી કેવું છે?
રંગલો— તને ખબર તો છે ને કે અમદાવાદમાં લઠ્ઠાએ કેટલાયનો [...]
રંગલીનું ડિપ્રેશન— યશવંત ઠક્કર
June 6, 2009હે બ્લોગજનો અસર ના ઓટલે ફરીથી આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરતા મને ખૂબ ખૂબ હરખ થાય છે. અહીંયા રંગલો અને રંગલી નોખા નોખા ખેલ રજૂ કરીને આપ સૌને રાજી કરે છે. જૂઓને બ્લોગજગત,નો સનેડો સાંભળીને બધાં ને કેવી મજા પડી ગઈ હતી? રંગલો અને રંગલી પણ બરાબરનાં ખીલ્યાં હતાં. પણ આજે કશુંક થયું હોય એવું [...]
બ્લોગજગતનો સનેડો — યશવંત ઠક્કર
June 1, 2009હે બ્લોગજનો, હે ગુણીજનો. અસર ના ઓટલે આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આ પહેલાં રંગલા અને રંગલીએ અહીંથી ત્રણ ખેલ રજૂ કર્યા. પણ આજે રંગલો અને રંગલી ભવાઈ રજૂ કરવાની ના પાડે છે. મેં એમને કહ્યું કે “આવું ના કરશો. બ્લોગજનો અસરના ઓટલેથી નારાજ થઈને પાછાં જશે.” તો એ [...]
રંગલાનું ગીતગુંજન— યશવંત ઠક્કર
May 24, 2009હે ગુણીજનો… હે બ્લોગજનો…અસર ના ઓટલે આપ સૌને ફરીથી આવકારતા આનંદ અનુભવું છું. આજકાલ આપણે સૌ રંગલા રંગલીની ભવાઈ માણી રહ્યાં છીએ. આ પહેલાં અહીંથી COPY PASTEની ભવાઈ અને રંગલાનું ગાલગાગાએ બે ખેલ રજૂ થયા. જે આપ સૌને ખૂબ જ પસંદ પડ્યા. હવે આજે રજૂ થશે એક નવો ખેલ જેનું નામ છે: “રંગલાનું ગીત ગુંજન”
વાત જાણે [...]
રંગલાનું ગાલગાગા — યશવંત ઠક્કર
May 14, 2009હે બ્લોગજનો… હે ગુણીજનો. અસર ના ઓટલે આપ સૌને આવકારતા હરખ અનુભવું છું. આપ સૌ જાણો છો કે આજકાલ રંગલો ને રંગલી આપણાં મહેમાન છે. આપ સૌનાં મનોરંજન માટે અહીંયા જાતજાતના ખેલ થાય છે. આ બધા ખેલ કલ્પના પર આધારિત છે. કોઈ કહેતા કોઈ વ્યક્તિ, વર્ગ કે સમુદાયે આ બધા ખેલ કે ખેલનો કોઈ ભાગ [...]
COPY PASTEની ભવાઈ—યશવંત ઠક્કર
May 6, 2009[પરદો ખુલે ત્યારે રંગલો નાચી નાચીને ગાતો હોય અને રંગલી કપાળે હાથ દઈને બેઠી હોય]
રંગલો—-
કૉપિ પેસ્ટ … કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
ધંધો આ છે કેવો બેસ્ટ … કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
ફ્રોમ ઈસ્ટ કે ફ્રોમ વેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
જે કાંઈ લાગે જ્યાંથી બેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
એનર્જી કરવી શાને વેસ્ટ… કૉપિ પેસ્ટ… [...]