વિશ્વનાં ખોરવાયેલાં પર્યાવરણનાં કારણે શિયાળો હજી પૂરી હાજરી પૂરાવું કે ન
પૂરાવુંની મૂંઝવણમાં હોય એવું લાગે છે. એટલે બિચારાં સ્વેટરો,મફલરો,
ટોપીઓ,ધાબળાં,ગોદડાં વગેરે વગેરે રાહ જોઈ રહ્યાં છે કે ક્યારે એ બધાં
જનસેવાના કાર્યક્રમમાં ઝૂકાવે. સૂર્ય સામેની આપણી હાજરી હવે ઓછી થતી
જશે. પછી એક ગાળો એવો આવશે કે મળતાની સાથે જ એક માણસ બીજા
માણસને પ્રશ્ન [...]