Posts Tagged ‘નિબંધ’

બ્લોગજગત પર કોનો ઇજારો છે?

November 12, 2009

બ્લોગ જગત પર કોનો ઇજારો છે?
ખરેખર બ્લોગ જગત પર કોઈનો ઇજારો છે? એ એટલું મર્યાદિત છે કે એના પર કોઈનો ઇજારો  ચાલી શકે!  આવા સવાલોનો જવાબ “ના” જ હોઈ શકે. તો પછી આ અવાજ શાંને કે  “કેટલાક લેખકો કે કવિઓ બ્લોગ જગત પર પોતાનો ઇજારો સમજી બેઠા છે.”  અમને કહેવા દો કે આવી વાત [...]

રાંધણિયું

August 20, 2009

થોડા દિવસો પહેલાં એક ગમ્મત-લેખ લખેલો.
પ્રાયમસ યુગ
જેના અનુસંધાનમાં બ્લોગમિત્ર દક્ષેશભાઈએ મજાનો  પ્રતિભાવ આપીને  રસોડાની જાહોજલાલીની વાત આ રીતે  કરી.
કોલસા ફૂંકીને પેટાવવા પડતો એવો ચૂલો અને જેના ધૂમાડાથી આંખ લાલ થઈ જાય તે આ પ્રાયમસનો પૂર્વજ. એટલે જલ્દીથી રસોઈ બનાવી દે એવા પ્રાયમસનું આગમન એ એક રીતે રસોડા-ક્રાંતિનું પ્રતીક હતો. ત્યાર પછી કેરોસીનમાં બોળેલી લાંબી વાટવાળો શાંત [...]

સંભારણાં

July 30, 2009

સાંજે મંદિરમાં દર્શન કર્યાં પછી પાળી પર બેઠો ને નજર હવાથી લહેરાતાં લીલાં ઘાસ પર ગઈ. જાણે સાક્ષાત પ્રભુ  પારણે ઝૂલતા  હતા. મનને ટાઢક વળી. દિવસભરની કડવી પળોની યાદો પર લીલાશનું મોજું ફરી વળ્યું.
મન ઊડતું ઊડતું નાનીધારી ગામની ટેકરી પર ચકારાવા લેવા માંડ્યું. કેટલું નસીબદાર એ ગામ કે જેણે  આવી ટેકરીની ગોદમાં જન્મ લીધો છે. [...]

એ…ગૂલ્ફીમલાઈ

June 16, 2009

શહેરમાં કે  ગામડાંમાં   લોકોંની તાપ કે ગરમી સહન કરવાની શક્તિ ઘટી ગઈ છે.  બદલાતું હવામાન કે  પ્રદુષણમાં  વધારો  જેવાં કારણો તો હોઠવગાં છે.પણ તાપ કે ગરમીનો સામનો કરવાના સાધનો વધ્યાં છે એ પણ એક કારણ હોઈ શકે.
મને ત્રીસેક વર્ષો પહેલાંનું મારું નાનીધારી ગામ અને તે વખતના ઉનાળા યાદ આવે છે. એ વખતે  ઉનાળાની બપોરે તાપ કે [...]

વ્યાજ ઘટવાથી સપનું સાકાર થશે?

December 30, 2008

થોડાં દિવસો પહેલાં ‘સપનું’ કટાક્ષ-કથા અહીંથી રજૂ કરેલી. ટીવીના પર્દેથી મીઠડી છોકરીઓ હોમલોન પરનું વ્યાજ ઘટ્યાના સમાચાર ભલે હોંશે હોંશે આપતી હોય પણ વાસ્તવિકતા કઈંક જૂદી જ છે એમ કહેવાનો મતલબ હતો. જરૂરિયાતમંદ લોકોનું સપનું એમ સહેલાઈથી પાર પડે એમ નથી.આજ વાત ‘ગુજરાત સમાચાર’  ની ‘ઝિબ્રા ક્રૉસિંગ’  કૉલમમાં  થોડાંમાં ઘણું કહી દેવાની ફાવટ ધરાવતા શ્રી [...]

આવનારાં વર્ષ માટે પ્રાર્થના

December 28, 2008

વિશ્વનાં ખોરવાયેલાં પર્યાવરણનાં કારણે શિયાળો હજી પૂરી હાજરી પૂરાવું કે ન
પૂરાવુંની મૂંઝવણમાં હોય એવું લાગે છે. એટલે બિચારાં સ્વેટરો,મફલરો,
ટોપીઓ,ધાબળાં,ગોદડાં વગેરે વગેરે  રાહ જોઈ રહ્યાં છે કે ક્યારે એ બધાં
જનસેવાના કાર્યક્રમમાં ઝૂકાવે. સૂર્ય સામેની આપણી હાજરી હવે ઓછી થતી
જશે. પછી એક ગાળો એવો આવશે કે મળતાની સાથે જ એક માણસ બીજા
માણસને પ્રશ્ન [...]

અમુભાઈ ટપાલી લાવ્યા એક કાગળ

November 15, 2008

 

વતન વહાલું લાગવું  પણ વતનમાં રહેવું નહીં એ મોટો વિરોધાભાસ નથી?  ગામ  છોડીને શહેરમાં જવું, શહેરમાં  સ્થાયી થવું અને પછી શહેરને વગોવવું એ  પણ નરી બેઈમાની છે.  ગામ છોડવા પાછળ વ્યક્તિનો પોતાનો પણ સ્વાર્થ હોય છે. કોઈ એને મજબૂરી પણ કહી શકે.
ગામ છોડવા માટે  અધીરાં પણ થવું પડ્યું હોય છે. એક એક દિવસ કાઢવો [...]

અમુભાઈ ટપાલી

November 9, 2008

મુકામ –નાનીધારી
ઠક્કર છગંનલાલ નાનજીભાઈ
પોસ્ટ- ભાડ ઈંગોરાળા  વાયા- ચલાળા
તાલુકો- ખાંભા   જિલ્લો- અમરેલી  
 કાઠિયાવાડ  
{ પિનકોડ આવ્યા નહોતા }
 
આટલું પાકું સરનામું લખ્યા પછી પણ લખનારને શંકા તો રહેતી જ કે આ ટપાલ પહોંચશે કે નહીં. એ સ્વાભાવિક  પણ હતું કારણ  કે ગિરના પ્રદેશમાં વેરાયેલાં બોર જેવાં કેટલાંય  ગામ…. ગામનાં પાછાં એકસરખાં નામ!  ટપાલપેટીમાં [...]

મુકામ-નાનીધારી

November 3, 2008

“ માંગ માંગ જે માંગે તે આપું”

ઈશ્વરે મને કહ્યું

ને

મેં માંગ્યું…

“ હે પ્રભો,

આપી શકો તો આપો

વર્ષો પહેલાંનું મારું ગામ

વત્તા ગામનો નદીકિનારો

વત્તા કિનારા પરનાં આંબલીનાં ઝાડ

વત્તા ઝાડ નીચેનો ધોળા દિવસનો અંધકાર

વત્તા ભૂતની અસ્સલ એવી ને એવ્વી જ બીક

વત્તા બીકથી ધક ધક થાતું

મારું અસ્સલ એવું ને એવ્વું જ [...]

અમારા જમાનામાં તો આવું નહોતું!

November 3, 2008

 
જગત પરિવર્તંનશીલ છે. દરેક્ને માટે દરેક વખતે પરિવર્તનને પચાવવું મુશ્કેલ હોય છે. ખાસ કરીને  જીવનના સંધ્યાકાળે. મોટાભાગના લોકોને આ મુકામ પરથી  જે જૂનું હતું એ વધારે સારું લાગે છે. પણ  નવા માહોલમાં જૂનાં માટે કોઈ અવકાશ હોતો નથી ત્યારે તેમને પીડા થાય છે. નવી પ્રજા એમના તાનમાં હોય છે. એ સ્વભાવિક પણ છે. એમની સામે [...]