સંસારમાં….
સંસારમાં માનવી કેવાં કેવાં થયા
કોઈ ગંધી થયા કોઈ ગઝની થયા.
સીધાસાદા હતા મામૂલી માણસો
ખાઈને ઠોકરો મોટી હસ્તી થયા.
ઇશ્વરની શોધમાં ચલી તો નીકળ્યા
આવ્યો ના હાથ તો બાવા ચલમી થયા.
ઝાઝું જાણે છતાં એ પામ્યા ખાટલો
મોંઘેરા વૈદ્યજી અંતે દર્દી થયા.
બોલ્યાં જો સત્ય તો એની પામ્યાં સજા
બીચારાં દર્પણો તૂટ્યાં જખ્મી થયાં.
વળતા પડકારા