બ્લોગજનો. સહુને નૂતન વર્ષાભિનંદન.
હા. નૂતન વર્ષ આવી ચૂક્યું છે. આજની વહેલી સવારથીજ અથવા તો ગઈ કાલની મોડી રાતથીજ નવા વર્ષને વધાવનારા ધડાકા જાણે કહી રહ્યા હતા કે: “જાગો અને નવા વર્ષને વધાવો.” વહેલી સવારે પ્રગટેલા દીવડાઓ જાણે કહેતા હતા કે: ”જૂઓ , અમને ધ્યાનથી જૂઓ અને ટકી રહેવાનું બળ મેળવો.” સઘળી ચિંતાઓને આજના દિવસ [...]
Posts Tagged ‘જિંદગી’
આખું વર્ષ કરો જલસા
October 19, 2009રાંધણિયું
August 20, 2009થોડા દિવસો પહેલાં એક ગમ્મત-લેખ લખેલો.
પ્રાયમસ યુગ
જેના અનુસંધાનમાં બ્લોગમિત્ર દક્ષેશભાઈએ મજાનો પ્રતિભાવ આપીને રસોડાની જાહોજલાલીની વાત આ રીતે કરી.
કોલસા ફૂંકીને પેટાવવા પડતો એવો ચૂલો અને જેના ધૂમાડાથી આંખ લાલ થઈ જાય તે આ પ્રાયમસનો પૂર્વજ. એટલે જલ્દીથી રસોઈ બનાવી દે એવા પ્રાયમસનું આગમન એ એક રીતે રસોડા-ક્રાંતિનું પ્રતીક હતો. ત્યાર પછી કેરોસીનમાં બોળેલી લાંબી વાટવાળો શાંત [...]
પ્રાયમસ યુગ
August 13, 2009હે બ્લોગજનો. સૌને ટાઢી સાતમ મુબારક. ચૂલાને એક દિવસ આરામ આપવા કાજે જેનાં જેનાં રસોડામાં આજે પ્રાયમસનો પ્રયોગ થયો હશે એ સૌએ આજે એક જુદા પ્રકારની સવારનો અનુભવ કર્યો હશે. વાલમની વાંસળીનો નાદ સાંભળીને વૃંદાવનની વાટ પકડતી ગોપીઓની માફક ઘણાંએ રસોડાં તરફ કૌતૂહલપૂર્વક દોટ મૂકી હશે કે :આ નવું શું થાય છે ટોળે વળો
ઘણાં મૂઢ [...]
સંભારણાં
July 30, 2009સાંજે મંદિરમાં દર્શન કર્યાં પછી પાળી પર બેઠો ને નજર હવાથી લહેરાતાં લીલાં ઘાસ પર ગઈ. જાણે સાક્ષાત પ્રભુ પારણે ઝૂલતા હતા. મનને ટાઢક વળી. દિવસભરની કડવી પળોની યાદો પર લીલાશનું મોજું ફરી વળ્યું.
મન ઊડતું ઊડતું નાનીધારી ગામની ટેકરી પર ચકારાવા લેવા માંડ્યું. કેટલું નસીબદાર એ ગામ કે જેણે આવી ટેકરીની ગોદમાં જન્મ લીધો છે. [...]
ઘૂંટડે ઘૂંટડે મોત
July 12, 2009રંગલો— [લટકા કરતો જાય અને ગણગણતો જાય]
શાંને કાજે પોટલી ને શાંને કાજે લઠ્ઠો…
જિંદગીની સાથે શાંને કાજે સટ્ટૉ…
રંગલી—- એ… રંગલા … તું વળી પાછો ગીત ગઝલના રવાડે ચડ્યો?
રંગલો— ના…ના… ના… રંગલી. તું ભલે મેગી ખાઈને ગીત-ગઝલની પાછળ પડી ગઈ હોય! પણ એવું નથી.
રંગલી— તો પછી કેવું છે?
રંગલો— તને ખબર તો છે ને કે અમદાવાદમાં લઠ્ઠાએ કેટલાયનો [...]
વટનો કટકો
July 1, 2009કોઈ શેઠ પોતાના ડ્રાયવરનો પચીસ- પચાસ રૂપિયા પગાર ન વધારતા હોય અને એ જ ડ્રાયવરની હાજરીમાં લેભાગુઓને પાંચસો-હજારનો ફંડફાળો આપીને પોરસાતા હોય ત્યારે એ ડ્રાયવરનાં દિમાગમાં શું ચાલતું હશે? પૈસે ટકે સુખી માણસને ત્યાં સારામાઠા પ્રસંગે આવીને ઊભા રહેનાર સ્નેહીજનને જરૂર પડ્યે નાનકડી રકમ ઉછીની ન આપનાર એ જ માણસ જ્યારે લાખોના દાન કરીને ફોટા [...]
હવે ભલો હું ને ભલું આ ગામ
June 29, 2009[ચાર મહિનાથી ભગો બાપુની ડેલીએ આવ્યો નહોતો. કારણ કે ભગો અમદાવાદ નસીબ અજમાવવા ગયો હતો. અમદાવાદથી પાછા આવ્યા પછી ભગો બાપુની ડેલીએ પહોંચે છે. ને પછી ફરીથી ડાયરો કેવો જામે છે એ જાણવા માટે વાંચો.... ]
ભગો—- એ રામ રામ બાપુ.
બાપુ— રામરામ. કોણ ભગો કે? [હરખના માર્યા ઊભા થઈ જાય]
ભગો— ભગો જ હોય ને? બીજું કોણ [...]
કટોકટીના ચમકારા
June 26, 2009જે લોકો 1975માં સમજણની ઉંમરે પહોંચી ચૂક્યાં હતાં હતાં એમના માટે ‘કટોકટી’ એટલે તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ નાખેલી ‘કટોકટી’. આજે 26મી જુને ઘણા વિદ્વાનો એના પર ફરીથી પ્રકાશ પાડશે. મારા જેવા અવિદ્વાનનું એ કામ નથી. છતાંય થોડાઘણા ચમકારા રજૂ કરવાની તક ઝડપી લઉં છું. ‘કટોકટી’ નથીને એટલે!
‘કટોકટી’ના સમયે હું અમરેલીમાં હતો. અમરેલી [...]
તરસ
June 19, 2009ઘણાંને આ ઉનાળો લપળા મહેમાન જેવો લાગતો હશે કે જે જવાનું નામ નથી લેતો! બેગ બિસ્તરા તૈયાર કરે ને પછી પાછો રોકાઈ જાય. થોડા દિવસો પહેલાં તો વાદળાં થયાં હતાં. વીજળી પણ! અરે છાંટા પણ ! પણ પછી આગળ કશું જ નહીં. ફરી એજ હઠીલા જોગી જેવો ઉનાળો. ધોધમાર તાપ વરસાવતો ઉનાળો.
મને યાદ આવે છે આવા [...]
આ નવું શું થાય છે ટોળે વળો
May 2, 2009આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો આવી હોય છે.
[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી. સાચો માણસ મળવો મુશ્કેલ છે.
[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.
[3] નગરમાં પક્ષીઓ [...]