Posts Tagged ‘ચિંતન’

બાપા આવે છે

October 25, 2009

જય જલારામ.
આજે જલારામ જયંતી છે.
સંત જલારામ. ભગત જલારામ. બાપા જલારામ. વીરપુરના વાસી જલારામ.
એ જલારામ કે જેણે તરસ્યાને પાણી પાયા. ભૂખ્યાને ભોજન દીધા. થાકેલાને આશરો દીધો.
એ જમાનામા.. કે જમાનામાં આટલી બધી સગવડતાઓ નહોતી. આટલા બધાં સાધનો નહોતાં. આવા રસ્તા નહોતા. આવાં વાહનો નહોતાં. તોય વીરપુર જેવાં નાનકડાં ગામમાં એક સામાન્ય વેપારીના દીકરાએ ભક્તિ,ભજન,સત્સંગ અને [...]

ખાડાદર્શન

June 25, 2009

છેલ્લાં ત્રણેક વર્ષોથી વડોદરા નગરીમાં ખોદકામ અને તોડફોડ પ્રવૃત્તિ ચાલી રહી છે. ઘણી જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. અને પછીએ જાણે એ અખંડ રહેવાના હોય એમ વહીવટી તંત્ર એને વતાવતું નથી. વહીવટી તંત્ર આ પ્રવ્રુત્તિને નવસર્જનનું રૂપાળું નામ આપે છે. પણ કેટલાક નગરજનોને  તો આ પ્રવ્રુત્તિ વિસર્જનની પ્રવૃત્તિ લાગી [...]

આ નવું શું થાય છે ટોળે વળો

May 2, 2009

આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો  આવી હોય છે.
[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી.  સાચો માણસ મળવો મુશ્કેલ છે.
[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.
[3] નગરમાં પક્ષીઓ [...]

સડકની વચ્ચોવચ્ચ સાવ તેં મને કાકો કહ્યો! ખૂલેખૂલો બન્યો બનાવ તેં મને કાકો કહ્યો!

April 1, 2009

‘પોલિસે એક યુવાનને લાફા  માર્યા.’ આ વિધાન સમાચાર બનતું નથી. કારણ કે પોલીસની મુખ્ય  ફરજ જ   જે ઝપાટે ચડે એને  મારવાની!  એણે એની ફરજ બજાવી. પરંતુ સમાચાર ત્યારે બન્યા કે જ્યારે એ વિધાન કારણ સહિત લખાયું કે ‘ એક  પોલીસે  એક યુવાનને લાફા માર્યા કારણ કે એ યુવાને  પોલીસને કાકા કહ્યું.’
આ બનાવે તો મને સમાજ બાબતે વિચારતો  કરી મૂક્યો છે.  કારણ કે [...]

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં… ગરમીમાં ઠંડીનો એહસાસ! — યશવંત ઠક્કર

March 10, 2009

શિયાળો ઓણસાલ ઓછો રોકાયો હોય એવું લાગે છે. આજકાલ વધતું જતું તાપમાન સમાચાર અંને ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે શહેરના રાજમાર્ગ પર ભાગતા માણસને રોકીને પૂછ્યું હોય કે “ ભલા માણસ તને ફાગણ ફોરમતો આયોની ખબર પડી?” તો કશો જવાબ આપ્યા વગર ચહેરા પર 42 ડીગ્રી તાપમાનનો આંક બતાબતો ભાગી જાય એવી શક્યતા વધારે છે. [...]

શું શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે?

January 5, 2009

[તસવીર :Google Immage પરથી]

હા શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે.
હું ‘સમય’ ચેનલની વાત કરી રહ્યો છું. ગઈકાલે મેં ‘સમય’ ચેનલ પર ‘મોદીની માયા’ નામના સમાચારના કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંશા સાંભળી. મને ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ. આ [...]

અમુભાઈ ટપાલી

November 9, 2008

મુકામ –નાનીધારી
ઠક્કર છગંનલાલ નાનજીભાઈ
પોસ્ટ- ભાડ ઈંગોરાળા  વાયા- ચલાળા
તાલુકો- ખાંભા   જિલ્લો- અમરેલી  
 કાઠિયાવાડ  
{ પિનકોડ આવ્યા નહોતા }
 
આટલું પાકું સરનામું લખ્યા પછી પણ લખનારને શંકા તો રહેતી જ કે આ ટપાલ પહોંચશે કે નહીં. એ સ્વાભાવિક  પણ હતું કારણ  કે ગિરના પ્રદેશમાં વેરાયેલાં બોર જેવાં કેટલાંય  ગામ…. ગામનાં પાછાં એકસરખાં નામ!  ટપાલપેટીમાં [...]

બલિહારી બ્લોગની —- યશવંત ઠક્કર

July 7, 2008

મેં થોડુઘણું લખ્યું છે. એમાંથી થોડું છપાયું છે. ઝાઝું ફાડ્યું છે. પણ એક વાત નક્કી છે કે મજા પડે છે એટલે લખ લખ અને હવે ટક ટક કરવાનું મન થયા કરે છે.
એ કેવા દિવસો હતા! ફુલસ્કેપ કાગળોમાં મરોડદાર અક્ષરોમાં વાર્તાઓ લખાતી હતી,મઠારાતી હતી અને મૅગઝિનમાં છપાવવા કાજે હોંશે હોંશે ટપાલપેટીમાં નખાતી હતી.અને પછી [...]