મોટરગાડી ડામરરોડ છોડીને કાચા રસ્તા પર દોડવા લાગી ત્યારે રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી. જો કે મારા આનંદનો તો પાર જ નહોતો. હું કેટલાય વર્ષો પછી વતનમાં જઈ રહ્યો હતો. મને તો મોટરમાંથી ઊતરીને ગામ સુધી ચાલીને જવાની ઇચ્છા થઈ આવી; પણ રાકેશની બીકે હું મારી ઇચ્છા મનમાં જ દબાવીને બેસી રહ્યો.
રાકેશ શહેરમાં [...]
Posts Tagged ‘ચપટી ભરીને વાર્તા’
સાંકડ-મૂકડ
November 8, 2009ચૂલે તપેલી
August 10, 2009[ બ્લોગ મિત્રો, ગ્રામ્યસમાજમાં જેને 'બે આંખની શરમ' કહે છે તે બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. ત્યાં, સંબધો ઘણી વખત કઈ રીતે જળવાતા હોય છે ; એ હું નહીં કહું ...આ વાર્તા કહેશે.]
“એ.. દીકરા, ઈ તારી સોપડી પસી વાંચજે . પે’લાં મને પાશેર ખાંડ દઈદે. ઝટ કર્ય ઝટ. ઘેર મે’માન બેઠા સે ને સૂલે [...]
વાર્તા અને વાતો [2]
July 23, 2009મિત્રો, ગઈ કાલના લેખ ના અંતે અમે સવાલ કર્યા હતા કે વાર્તાના તત્વ કે બીજ કે idea ની ચોરી એ ચોરી ગણાય? ભેળસેળના જમાનામાં આવી વાતો સાથે કોને નિસ્બત હોય?
વિશ્વાસ સાથે જ અમે લખ્યું પણ હતું કે હોય હોય અને હોય! કોને હોય એની વાત આજે કરવાની છે.
લેખના પ્રતિભાવમાં ગાંધીનગરથી એક યુવાન વાર્તાકાર Nishit [...]
વાર્તા અને વાતો
July 22, 2009બ્લોગજનો…પવિત્ર શ્રાવણ મુબારક.હવે વાતાવરણ વધારે ભક્તિમય,ઝાલરમય,આરતીમય,સંગીતમય,વ્રતમય,કથામય,પ્રસાદમય,ઉપવાસમય,ફરાળમય…થતું જશે!આમ તોઅષાઢથીજ કુદરતી અને સામાજિક વાતાવરણ બદલાવા લાગે! પણ શ્રાવણમાં તો સપાટો બોલી જાય…જેમ ખાબોચિયાંમાંથી નાની નાની દેડકીઓ બહાર ફરવા નીકળી પડે એમ ચોપડીઓ કે કેસેટ્સમાં પુરાયેલી વ્રત કથાઓ જનસમુદાયમાં ઉમટી પડે! …એક કાળે એક ગરીબ બ્રાહ્મણ હતો…. એક રાજા હતો… એક દુ:ખી બાઈ હતી… વાર્તા,વાર્તા અને વાર્તા. વાર્તા રે વાર્તા [...]
વટનો કટકો
July 1, 2009કોઈ શેઠ પોતાના ડ્રાયવરનો પચીસ- પચાસ રૂપિયા પગાર ન વધારતા હોય અને એ જ ડ્રાયવરની હાજરીમાં લેભાગુઓને પાંચસો-હજારનો ફંડફાળો આપીને પોરસાતા હોય ત્યારે એ ડ્રાયવરનાં દિમાગમાં શું ચાલતું હશે? પૈસે ટકે સુખી માણસને ત્યાં સારામાઠા પ્રસંગે આવીને ઊભા રહેનાર સ્નેહીજનને જરૂર પડ્યે નાનકડી રકમ ઉછીની ન આપનાર એ જ માણસ જ્યારે લાખોના દાન કરીને ફોટા [...]
ટ્રક ડ્રાઈવર- વાર્તા- યશવંત ઠક્કર
April 20, 2009મિત્રો, ‘નવનીત સમર્પણ ’ માં 1996 માં પ્રગટ થયેલી મારી ‘ ટ્રક ડ્રાઈવર’ વાર્તા તાજેતરમાં ’ રીડગુજરાતી.કોમ’ પર પણ પ્રગટ થઈ હતી. જેની link અત્રે મૂકું છું. આપ સૌને વાર્તા ગમશે એવી આશા રાખું છું.
વાર્તા વાંચવા માટે અહીં click કરો. http://www.readgujarati.com/sahitya/?p=3109?
મુખવટો- યશવંત ઠક્કર
April 10, 2009બિરજુનો આજે નોકરી મટેનો ઇન્ટર્વ્યૂ હતો. આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.
એને M.C.A.માં સાઈઠ ટકા હતા. PRACTICAL જ્ઞાન પણ સારું હતું. છતાં એને પોતાની લાયકાત પુરવાર કરવાની તકો ઓછી મળતી હતી કારણ કે એને બારમાં ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી. [...]
નસીબદાર જશુભાઈ
October 15, 2008જશુભાઈ તો પહેલેથી જ ભાષણના ભૂખ્યા. એમાંય જો મંત્રીશ્રી ઢીલારામ પોતે જ બોલવાના હોય તો પછી જશુભાઈ ઝાલ્યા રહે?
જશુભાઈ એ પણ જાણતા હતા કે ઢીલારામ ભાષણમાં કાંઈ ધડાકા ને ભડાકા નહોતા કરવાના. હજુ થોડા વખત પહેલાં જ ઢીલારામે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે –“ ત્રાસવાદીઓ હજુ વધું આધુનિક ધડાકા કરશે પણ પ્રજાએ ડરવાની જરૂર [...]
જીતુ,જશુભાઈ અને છાપું
August 26, 2008જીતુને જ્યારે એના શિક્ષકે પૂછ્યું કે કૂવો લોકોને કઈ રીતે ઉપયોગી છે ત્યારે એણે જવાબ આપ્યો કે કૂવો લોકોને પડવા માટે ઉપયોગી છે.
“તને આવું કોણે કહ્યું?”
“છાપામાં આવે છે. મારા પપ્પા મોટેથી વાંચતા હોય ત્યારે હું સાંભળું છું.” જીતુએ હોંશે હોંશે જવબ આપ્યો.
પરિણામે જીતુને સજા થઈ કે “ કૂવો લોકોને પાણી પૂરું પાડે છે.” [...]
“લીલા”
August 7, 2008મથુરાથી વૃંદાવનના હરિયાળા રસ્તે એક નાની બસ ઊભી રહી. સૌ પ્રથમ ગોર મહારાજ નીચે ઉતર્યા. પછીથી યાત્રાળું ઉતર્યાં.
“દેખો. યે સબ ભગવાનકી લીલા હૈ. યે સબ અગલે જન્મોમેં ગોવાલ થે. સબ ભગવાનકે સાથ ગૌવા ચરાતે થે.” વૃક્ષો પર બેઠેલાં વાંદરાં તરફ આંગળી ચીંધતાં ગોર મહારાજે કહ્યું.
યાત્રાળું એક જ ગુજરાતી પરિવારનાં હતાં. તેઓ [...]