Posts Tagged ‘અસર’

ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ

November 5, 2009

બ્લોગજગતની  ”મનોરંજન”  રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.
[ સ્પષ્ટ સૂચના: અમારા આ  બ્લોગ પરથી કોઈપણ  લખાણની  નકલ [COPY PASTE ] કરવી નહીં. ]
અમારા બ્લોગવિસ્તારના  કદરદાતાઓ,
પ્રતિભાવદાતાઓ,
તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.
આજનો અમારો  સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!
નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE  કરતો [...]

સંભારણાં

July 30, 2009

સાંજે મંદિરમાં દર્શન કર્યાં પછી પાળી પર બેઠો ને નજર હવાથી લહેરાતાં લીલાં ઘાસ પર ગઈ. જાણે સાક્ષાત પ્રભુ  પારણે ઝૂલતા  હતા. મનને ટાઢક વળી. દિવસભરની કડવી પળોની યાદો પર લીલાશનું મોજું ફરી વળ્યું.
મન ઊડતું ઊડતું નાનીધારી ગામની ટેકરી પર ચકારાવા લેવા માંડ્યું. કેટલું નસીબદાર એ ગામ કે જેણે  આવી ટેકરીની ગોદમાં જન્મ લીધો છે. [...]

બ્લોગજગતનો સનેડો — યશવંત ઠક્કર

June 1, 2009

હે બ્લોગજનો, હે ગુણીજનો. અસર ના   ઓટલે આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું.  આ પહેલાં રંગલા અને રંગલીએ અહીંથી ત્રણ ખેલ રજૂ કર્યા. પણ આજે રંગલો અને રંગલી ભવાઈ રજૂ કરવાની ના પાડે છે. મેં એમને કહ્યું કે “આવું ના કરશો. બ્લોગજનો અસરના ઓટલેથી નારાજ થઈને પાછાં જશે.” તો એ [...]

રંગલાનું ગીતગુંજન— યશવંત ઠક્કર

May 24, 2009

હે ગુણીજનો… હે બ્લોગજનો…અસર ના ઓટલે આપ સૌને ફરીથી આવકારતા આનંદ અનુભવું છું. આજકાલ આપણે સૌ રંગલા રંગલીની ભવાઈ માણી રહ્યાં છીએ. આ પહેલાં અહીંથી COPY PASTEની ભવાઈ અને રંગલાનું ગાલગાગાએ બે ખેલ રજૂ થયા. જે આપ સૌને ખૂબ જ પસંદ પડ્યા. હવે આજે રજૂ થશે એક નવો ખેલ જેનું નામ છે:  “રંગલાનું ગીત ગુંજન”
વાત જાણે [...]

આ નવું શું થાય છે ટોળે વળો

May 2, 2009

આપણું નગરજીવન સાચી ને ખોટી રીતે ઘણું જ વગોવાયું છે. નગરજીવન બાબત કેટલીક મુખ્ય ફરિયાદો  આવી હોય છે.
[1] નગર કે શહેરમાં કોઈ કોઈનું નથી.  સાચો માણસ મળવો મુશ્કેલ છે.
[2] નગરમાં ઘાસ અને વૃક્ષોનો સફાયો થઈ જતો હોય છે . ગાયમાતાઓ ઘાસના અભાવે પ્લાસ્ટિકની થેલીઓ ખાતી હોય એ જાણે કે સ્વાભાવિક ગણાવા માંડ્યું છે.
[3] નગરમાં પક્ષીઓ [...]

મુખવટો- યશવંત ઠક્કર

April 10, 2009

બિરજુનો આજે નોકરી મટેનો  ઇન્ટર્વ્યૂ  હતો.  આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.
એને   M.C.A.માં સાઈઠ  ટકા હતા.   PRACTICAL  જ્ઞાન  પણ સારું હતું.   છતાં એને  પોતાની લાયકાત પુરવાર કરવાની તકો  ઓછી મળતી હતી કારણ કે  એને બારમાં  ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં   સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ   ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી.  [...]

તમને ખરેખર વરસાદ ગમે છે?

August 27, 2008

તમને ખરેખર વરસાદ ગમે છે? હા? તો મને કહેવા દો કે બારીમાં બેસીને વરસાદની મજા લેવી એ અલગ વાત છે અને ધોધમાર વરસાદમાં  બેસુમાર ભીંજાવું એ અલગ વાત છે. ગરમાગરમ ભજીયાં ખાતાં ખાતાં કે ચાના ઘૂંટડા ભરતાં ભરતાં વરસાદી ગીતોની મજા લેવી એ અલગ વાત છે અને વૃક્ષોની માફક અનરાધાર વરસાદમાં નહાવું એ અલગ વાત છે. [...]

વરસાદ

August 8, 2008

 
ગામમાં  વરસાદ  જેવું છે કશુંક

ભાવતા પરસાદ   જેવું છે કશુંક.

 
તાનમાં  બોલી રહ્યા છે  મોરલા

ઝાડવે  વસવાટ  જેવું છે  કશુંક.

 
વીજળી અણસાર આપે છે સતત

આભમાં  તરખાટ  જેવું છે કશુંક.

 
કોઈની  છત્રી બની ગઈ કાગડો
 
ચોકમાં  ચકચાર જેવું છે  કશુંક.

 
છોકરાં છે વહેણ છે ને  નાવ છે

નાવને  મઝધાર જેવું છે  કશુંક.

 
દેડકાંએ   આદર્યું  સંગીત   છે

આગવા દરબાર  જેવું છે કશુંક.

 
રે વિરહમાં ભીંજવાતા ગાલ છે

આંખથી [...]

તરણાં ઓથે ડુંગર

August 8, 2008

તરણાં ઓથે ડુંગર  ડુંગર ચડવો ભારે

તું જ ચડાવે તું જ ઉતારે

                    બધું જ તારા સહારે….
 
વાંકીચૂકી કેડી ને ઝાંખરાંનો  નહીં   પાર

ઝાંખરે ઝાખરું વટાવતાં લાગે ઘણી વાર

સૂરજ ઉપરથી બળબળતાં કિરણો   મારે

તરણાં   ઓથે  ડુંગર ડુંગર ચડવો  ભારે……..
 
જરીક  પોરો ખાઉં તો પોરાનો થાક  લાગે
 
ડગલે ને પગલે જીવડો પાવળું પાણી માંગે

ભવોભવની તરસ લઈને નીકળ્યો છું  હારે

તરણાં   ઓથે  ડુંગર [...]

ભાગમભાગ

August 8, 2008

ઊઠે ત્યાંથી એક જ   વાત   ભાગમભાગ   ભાગમભાગ
માણસની  તે કેવી   જાત    ભાગમભાગ    ભાગમભાગ
બોલતાં  બોલતાં ખાવું ને ખાતાં ખાતાં જોવું
એક કામનું બીજા કામમાં વગર જોઈતું હોવું
નિરાંત કેવી ને કેવી વાત  ભાગમભાગ    ભાગમભાગ
ચપટી ચપટી રિઝાવું ને ખોબલે ખોબલે ખિજાવું
અમથે  અમથી  વાતમાં  શું  નું  શું થઈ  જાવું
હાથ  પછાડે ને મારે લાત  ભાગમભાગ    ભાગમભાગ