નિરાંત

 

નિરાંત                                    -યશવંત ઠક્કર

મા,

આપણે ઘેર નળ આવી ગયા છે

તું આજે હોત તો તારે કૂવે પાણી ભરવા જવું ન પડત!

મા,

આપણે ઘેર વૉશિંગ મશીન આવી ગયું છે

તું આજે હોત તો તારે નદીએ કપડાં ધોવા જવું ન પડત!

મા,

આપણે ઘેર ઘરઘંટી આવી ગઈ છે

તું આજે હોત તો તારે વહેલી સવારે દળણું દળવું ન પડત!

મા,

આપણે ઘેર ગેસનો ચૂલો આવી ગયો છે

તું આજે હોત તો તારે બળતણ વીણવા જવું ન પડત!

મા,

આપણે ઘેર કેટકેટલું આવી ગયું છે!

તું આજે હોત તો તને કેટલી નિરાંત હોત!

…પણ…

નિરાંત હોત ખરી?

માને ક્યારેય નિરાંત હોય છે ખરી?  

************

મિત્રો,

ગઈ કાલે   હું  એક  નવો કાવ્યસંગ્રહ મેળવવા માટે  સદભાગી થયો છું. એ સંગ્રહનું નામ છે: મા, તું માનસરોવર [ભાગ-૧]

ઉપરોક્ત રચના એ સંગ્રહમાં સ્થાન પામી છે. આ બાબતનો  મને આનંદ છે.  આ કાવ્યસંગ્રહ નું સંપાદન શ્રી હસમુખ શાહ  ’બેઝાર’  દ્વારા થયું છે. જેમાં ‘મા’ વિષે ૯૫ જેટલા કવિઓની  રચનાઓનો સમાવેશ થયો છે.  સંગ્રહ ઘણો જ સરસ બન્યો છે.  મા તો અવારનવાર યાદ આવતી જ હોય. પરંતુ આ રીતે યાદ કરવાનો  મોકો મળ્યો  એ વાતનો મને વિશેષ આનંદ છે.  

આ આનંદની વહેંચણી સાથે માતૃદિન નિમિત્તે સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

મા, તું માનસરોવર [ભાગ-૧]  કાવ્યસંગ્રહનાં પ્રેરક છે:  મહેશ ‘ સપનાવાલા’

પ્રકાશક: હાર્મોનીકા પ્રકાશન, ૧૦૧ મધુવન એવન્યુ, પ્રજાપતિ પાર્ક પાસે, ડૉ.જીવરાજ મહેતા હોસ્પિટલ માર્ગ, વાસણા. અમદાવાદ.-૭.  [મોબાઈલ-૯૪૨૮૯૦૩૧૪૪]

સદભાવ મૂલ્ય: र ૭૫

ગુજર ચૂંટણી આવી રે રાજાના કુંવર

ગુજરાતમાં ચૂંટણી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે કાંગ્રેસ મહિલા મહિલા મંડળ રાહુલ ગાંધીને ગુજરાત જવાનું કહે છે.. જવાબમાં  ભાજપ મહિલા મંડળ મોદીનો પ્રભાવ બતાવે છે. તો માણો કોંગ્રેસ  ભાજપ સંયુકત મહિલા રાસ મંડળ દ્વારા પ્રસ્તુત ચૂંટણીયો રાસ…

કોંગ્રેસ :    ગુજર ચૂંટણી આવી રે રાજાના કુંવર  

                          હાલોને ગુજરાત જાયે રે રાજાના કુંવર

                            ચૂંટણી આવી રે રાજાના કુંવર  

ભાજપ :   ગુજરાત અમારી ગરવી રે રાજાના કુંવર 

                            મોદી થકી છે નરવી રે ચૂંટણી આવી રે .. 

કોંગ્રેસ:     કુંવર વધારશે દાઢી રે રાજાના કુંવર 

                          મોદીને મૂકશે કાઢી રે   -  ચૂંટણી આવી રે .. 

ભાજપ:   મોદી  અમારો આકરો રે રાજાના કુંવર 

                          કુંવરનો કાઢશે કાંકરો રે  -  ચૂંટણી આવી રે .. 

કોંગ્રેસ :  કુંવરને માથે રૂડી ટોપીરે રાજાના કુંવર

                      એના પપ્પાની કાર્બન કૉપી રે  ચૂંટણી આવી રે .. 

ભાજપ : મોદીને માથે મોટી પાઘડી રે રાજાના કુંવર 

                      હાથે વિકાસની લાકડી રે  ચૂંટણી આવી રે .. 

કોંગ્રેસ : કુંવર કરશે વાયદા રે રાજાના કુંવર 

                        દેશે અઢળક  ફાયદા રે   -  ચૂંટણી આવી રે ..

ભાજપ :    કુંવરની કાઢશે  પૂરી હવા રે રાજાના કુંવર 

                            મોદી દેશે એવી  દવા રે ચૂંટણી આવી રે .. 

કોંગ્રેસ  :   ગુજર ચૂંટણી આવી રે રાજાના કુંવર  

                              હાલોને ગુજરાત જાયે રે રાજાના કુંવર

                               ચૂંટણી આવી રે રાજાના કુંવર  

http://telugu.oneindia.in/topic/renuka-chaudhary

http://www.santabanta.com/cinema.asp?pid=58173

 

આજનો વાંકો  રીપોર્ટ :  ગુજરાતમાં રાજકીય પક્ષોની જાહેરાતો સુપોષણથી પીડિત છે.

તડતડિયાં

Dipavali

[૧] 

તહેવારો દરમ્યાન પધારેલા 

ઉમંગ- ઉત્સાહે

મારી રજા માંગી: 

‘બહુ દિવસો થયા

અમે હવે જઈએ.’

મેં કહ્યું:

‘રોકાવને  

જવાય છે.’

તો કહે:

‘બીજે પણ જવું પડેને…

અમારેય વહેવાર સાચવવાનોને?’

હવે મારે એમને શું કહેવું?

[૨] 

આંગણેથી કોડિયાં લેવાઈ ગયાં

રંગોળીના રંગો સમેટાઈ ગયા 

રોશની ઊતરી ગઈ

બધું જ રાબેતા મુજબ થઈ ગયું

માણસ જેવો માણસ પણ!

[૩] 

દુકાનદારે 

તહેવારોમાં બંધ રહેલી દુકાનનું 

શટર ખોલ્યું … 

અંદર પ્રવેશ્યો…

અંદરની

જુના વર્ષની હવા 

એના ફેફસામાં પ્રવેશી… 

ને 

દુકાનદાર 

ફરીથી 

હતો એવો ને એવો થઈ ગયો! 

જુનો ને જાણીતો! 

[૪] 

એ લોકો 

પ્રવાસના બહાને 

જાણીતાંથી ભાગ્યાં અજાણ્યાં તરફ 

પરંતુ…

એમના નસીબે 

અજાણ્યાં

પણ 

નીકળ્યાં

જાણીતાં! 

[૫] 

એવું લાગે છે કે,

માણસ માત્ર…

કચરામાંથી

ફટાકડા

શોધતાં

બાળક

જેવો છે!  

કલબલાટ કૉલસેન્ટરનો

                   [૧]

કૉલસેન્ટરની બહાર

ગળામાં ગાળીયાછાપ આઇ-કાર્ડ

સિગારેટના ધુમાડાથી ઝંખવાતી જવાની

હોઠોને દઝાડતી  ઉકળેલી ચા

જીભ પરથી  ડિલીટ થતો…

મમ્મીના હાથની રસોઈનો સ્વાદ,  

મન પર ટાર્ગેટનો પહાડ

પહાડની પેલે પાર

સપનાં અપરંપાર!

                         [૨]

જ્યારથી એ છોકરી

કૉલસેન્ટરમાં

કામ કરવા લાગી છે

ત્યારથી

એની આંખોમાંથી  

તુલસીક્યારાની ભીનાશ

ભુસાવા લાગી છે… 

                          [૩]

એક કસ્ટમરના ગુસ્સાને લીધે   

કૉલસેન્ટરમાં કામ કરતી

એ છોકરીના ગળે

બાઝેલો ડૂમો,

રિસેસ દરમ્યાન

કોફીના ઘૂંટડાની સાથે

ગળે ઊતરી ગયો!

                    [૪]

‘ના.. ના’

એ લોકોએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે,

‘કૉલસેન્ટરમાં કામ કરતાં કરતાં

અમે

અમારાં ગીતો..

અમારો કલરવ…

અમારી ચંચળતા…

ખોઈ નથી નાખ્યાં.

અમે તો એને

સાચવીને મૂક્યાં છે

ઇન્ફર્મેશનના ઢગલા પાછળ!’

                    [૫]

કૉલસેન્ટરની

રાતપાળીની નોકરી કરીને

ઘર તરફ જઈ રહેલા

એ લોકોને,

સૂર્યમાં

વિદેશી કસ્ટમરનાં

દર્શન

થયાં!

 

પરિવર્તન

[૧]

આજનું ખેતર

આવતીકાલની ‘સોસાઇટી’ છે.

[૨]

શહેરથી ‘હાઈવે’નું અંતર કેટલું?

એક  ખેતર જેટલું!

ને

ખેતરનું આયુષ્ય?

[૩]

અહીં…

વાંકીચૂકી

દં

ડી

ને ત્યાં….

‘નેશનલ હાઈવે નંબર આઠ’ !

બંનેને

પોતપોતાના

નોખા નોખા ઠાઠ!

[૪]

હું

અડ્યો

ન અડ્યો

તડકાને

ત્યાં તો

તડકો 

થઈ ગયો

છાંયો! 

[૫]

આ,

જ્યાં ‘મોબાઈલ’ નો   ટાવર છે ને

ત્યાં જ…

એક ઝાડ હતું,

ને ઝાડની ડાળીએ

એક

 ટપાલપેટી 

લટકતી

રહેતી’તી!

શબ્દના બદલે તમે આવો પધારો smiley

શબ્દના બદલે તમે આવો પધારો  smiley :-)

રાંક છીએ આપજો અમને સહારો   smiley :-)

ભેદ ભીતરના અહીં જોતું નથી કોઈ હવે

માન્ય છે સૌને ઉપરછલ્લો નજારો  smiley :-)

થઈ ગયાં રદ જીવતા ને  જાગતા  ચહેરા તમામ

ચાલવા લાગ્યા ચલણમાં જ્યાં હજારો   smiley :-)

દેહખાતે માત્ર હસતો એક ચહેરો, એ છતાં

ભલભલાથી પાડતા કેવો પનારો smiley :-)  

પૂર્વજો વિસ્તારથી કહેતા હતા વાતો બધી

કોણ નવરું છે હવે કરવા લવારો smiley :-)

थोड़ी सी पीली है …

જય ભોલેનાથ .

સહુ મિત્રોને મહા શિવરાત્રીના શુભ પર્વ નિમિત્તે જય ભોલેનાથ.

અહીં લોકો નથી હસતાં મહામંદી નડી ગઈ છે.

અહીં સૌને ઉદાસીની મહાઆદત પડી ગઈ છે.

જવા દો ને, અમે પ્યાલા ભરીને ભાંગ પીધી છે

અમારે શું? અમોને તો મહામસ્તી ચડી ગઈ છે.

નગર મધ્યે અમે ચાલ્યા અમે દોડ્યા અમે કૂદ્યા

કરીએ શું? અમોમાંથી શરમ થોડી દડી ગઈ છે.

હવે સગપણ તણાં બંધન રતીભર પણ નથી નડતાં

નથી પરવા હવે સગપણ તણી સાંકળ સડી ગઈ છે.

જમાનાના હવે ઝાલ્યા અમે યારો નહીં રહીએ

ખુશી કેરા ખજાનાની હવે ચાવી જડી ગઈ છે.

****

भंग मुबारक ..

भंग का रंग मुबारक… 

अगर चढ जाय तो फिर

एक नया जंग मुबारक! 

બોટલ ખાલી થયા પછીની વાત છે!

Empty wine bottle

Image via Wikipedia

[1]

:)

બોટલ ખાલી થયા પછીની વાત છે

ન રહ્યું ભાન કે:

આ દિવસ છે કે પછી રાત છે!

યારો ગયા સહુ પોતપોતાની  ઘેર…

અમે કહ્યું કે :

પડ્યા રહેવા દો અમને …

અમને અહીંયા બહુ  નિરાંત છે!

બોટલ ખાલી થયા પછીની વાત છે!!!!

[2]

:D

પીવું હશે થોડું  ને ઝાઝું પીવાઈ જશે

એક જનમમાં

બે જનમ જેટલું  જીવાઈ જશે.

બોલવું હોય તે બોલી દો સામટું  મેહફિલમાં

ઘેર ગયા પછી  યારોં…

આ મોઢું બાપડું સિવાઈ જશે!!!!

[3]

:lol:

જીને સે પહલે કૌન મરે ?

ફિકર સુબહ કી કૌન કરે?

વો પ્યાલા ક્યા ખાલી હો

જિસ પ્યાલે કો…

ખુદ ખુદા ભરે!!!!

[4]

:twisted:

પીનેવાલોં કો પીને કા બહાના ચાહિયે

સાથ મેં થોડા થોડા ખાના ચાહિયે.

ગાના આયે યા ન આયે ગાના ચાહિયે

ભાંગીટૂટી તો ભાંગીટૂટી

બોલના હિન્દી આના ચાહિયે!!!!

[5]

:sad:

કોઈ જાય આબુ તો કોઈ દીવદમણ

પીવા કાજે આ તે કેવું ભ્રમણ ?

ઘેરબેઠા મળે છે જોઈએ તેટલું

તોય આ બહાર જવાનું ચલણ?

[6]

:evil:

મંદિરે  જવાની જરૂર શી? જો ઇશ્વર  વસે છે  દિલમાં!

યારો,

એટલે તો પહોંચ્યો છું આ જે આ મહેફિલમાં.

પીવામાં તો સામેલ થઈશ

પણ નહીં સામેલ થાઉં હું..

આ તમારા બિલમાં!!!!

[7]

:neutral:

રોજે રોજ પીવે ને પછી કરે ધમાલ…

એની શી થશે હાલત એ તો રબ જાને!

કહત ફકીરા સુનો ભાઈ ચાલુ..

એનો વહેલો થશે વૈકુંઠમાં વાસ …

કોઈ માને યા ન માને!!!!

ભૂતને પીપળો પ્રાપ્ત થાતો રહે

Rainbow ghost

Image via Wikipedia

ભૂતને પીપળો પ્રાપ્ત થાતો રહે

જીવનો  NETથી એમ નાતો રહે.

અન્યના કાનને કષ્ટ પડતું હશે

એક ગધ્ધો  છતાં  ગીત  ગાતો રહે.

આમ તો એ કદી માંસ ખાતો નથી

કોઈનું પણ મગજ  તોય ખાતો રહે.

હોય સગલાં ઘણાં તોય શું થઈ ગયું ?

હોય જો રૂપિયા તો જ નાતો રહે.

કોઈપણ કારણે થાય હલચલ ઘણી

થાય સંવાદ કે વાદ થાતો રહે.

ગાંઠિયા   ના રહે માત્ર ચટણી રહે

પાછલા યુગની  એમ વાતો રહે.

દિલનાં માપ પણ સાંકડાં થઈ ગયાં

સાંકડા દિલમાં તું સમાતો રહે.

પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં

તસવીર  :http://ilovebollywood.com/bollywood-news/sanjay-dutt-is-the-original-munna-bhai/ ના સૌજન્યથી

મુન્નાભાઈ:

પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં

બ્લોગજગત મેં   એય મામુ… કોઈ કિસી કા યાર નહીં.

મન મેં આયે વો લિખને કા

જો નહીં હૈ વો દિખને કા

દૂસરે કા તો સવાલ નહીં

ખુદ કા સર પિટને કા

કભી  ઇડલી તો કભી સંભાર નહીં

બ્લોગજગત મેં એય મામુ… કોઈ કિસીકા યાર નહીં.


સરકિટ:

તૂ ટેંશન મત લે ભાઈ.. બ્લોગ મેં ધ્યાન દે.

એમ બોલે તો

એમ બોલે તો

એમ બોલે તો મુન્નાભાઈ..

બી બોલે તો …

બી બોલે તો..

બી બોલે તો બ્લોગર મેં બ્લોગર

મુન્નાભાઈ… સબ સે બડા બ્લોગર


મુન્નાભાઈ:

ગાના કાય કો ગાતા હૈ સરકિટ

મેરે બ્લોગ મેં કર દે એક પોસ્ટ ફીટ

જો વો જાય સુપરહીટ

ઔર મિટ જાય સબ કી ખિટખિટ

બ્લોગ તો બના દિયા લેકિન પોસ્ટ એક ભી તૈયાર નહીં

બ્લોગજગત મેં એય મામુ… કોઈ કિસીકા યાર નહીં


સરકિટ:

તૂ આવાજ કર ભાઈ.

તૂ બોલે તો કિસી કે બ્લોગ કી પૂરી બૉડિ એક મિનિટ મેં લા દૂ ભાઈ


મુન્નાભાઈ:

તો  લા દે ન. ટાઈમ કાય કો વેસ્ટ કરતા હૈ?


સરકિટ:

દેખ ભાઈ.. યે પોસ્ટ કૈસી રહેગી?


મુન્નાભાઈ:

અરે યે તો એકદમ ઝક્કાસ હૈ મામુ.


સરકિટ:

તો દેખ  ભાઈ  યે કર દિયા  ctrl+a

ઔર  યે કર દિયા ctrl+c

ઔર યે કર દિયા ctrl+v

ઔર યે પોસ્ટ આ ગઈ તેરે બ્લોગ મેં


મુન્નાભાઈ:

તૂને તો કિસી કે બ્લોગ કી વાટ લગા દી સરકિટ.


સરકિટ :

ઔર દેખ ભાઈ.  તેરે બ્લોગ મેં પ્રતિભા ભી આ ગઈ.


મુન્નાભાઈ:

તૂ કબ સુધરેગા સરકિટ. ઇસકો પ્રતિભા નહીં બોલતે. પ્રતિભાવ બોલતે હૈ.


સરકિટ:

અરે યે તો પ્રતિભાવ કી લાઈન લગ ગઈ ભાઈ…

એમ બોલે તો

એમ બોલે તો

એમ બોલે તો  મુન્નાભાઈ…

બી બોલે તો …

બી બોલે તો..

બી બોલે તો બ્લોગર મેં બ્લોગર

મુન્નાભાઈ… સબ સે બડા બ્લોગર