-

[ આ ગાડી અહીંથી આવી: http://www.meerainfotech.com/Wooden_Toys.html]
મિત્રો, ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે, બીજાને આપવા માટે લાવેલી ચીજ આપણને જ ગમી જાય અને એ રાખી લેવાનો મોહ જતો ન કરી શકીએ.
એક મિત્રના બ્લોગ કુરુક્ષેત્ર પર વાંચનયાત્રાવાળા બીજા મિત્ર અશોકભાઈને પ્રતિભાવના બદલામાં પ્રતિભાવ આપ્યા બાદ; આ ત્રીજા મિત્રને આવી સ્વાર્થી લાગણી થઈ. પરિણામ શું આવ્યું? એક COMMENT જો POST બન ગઈ!
તો આ રહી એ કલી જો ફૂલ બન ગઈ!
અશોકભાઈ,તમે આ પ્રતિભાવમાં અમારા નામનો ઉલ્લેખ ગેરસમજથી કર્યો હોય તેમ અમને લાગે છે. તમે અહીં જણાવ્યું છે કે: વિનયભાઈ અને યશવંતભાઈ જેવાનાં કિબોર્ડ ઘસાઈ ગયા છતાં કૉપી-પેસ્ટની કળા કેમ સચવાઈ રહી છે ?
મિત્ર, તમે અમારું ઘસાયેલું કી-બોર્ડ જોયું છે? આ મોંઘવારીમાં અમને એવો ધંધો પોસાય ખરો? વળી, આજના જમાનામાં કૉપી-પેસ્ટ અટકાવવું શક્ય છે ખરું?એવું જરૂરી છે ખરું? તમામ કૉપી-પેસ્ટ વખોડવાને પાત્ર છે?
આવા અનેક સવાલો કરવાનું મન થાય છે. જેનો જવાબ અમારી એ રચનાઓ ધ્યાનથી વાંચવાથી મળી શકે છે. એ માટે જરૂરી ખુલાસાઓ પણ કર્યાં છે.
અમે કૉપી-પેસ્ટ માટે જે થોડીઘણી રચનાઓ લખી છે તેની રજૂઆતની મજા માણવાને બદલે તેને એક આંદોલન તરીકે ગણીને અમને સુધારક ગણી લેવાની વાત અમને અન્યાય કરનારી છે! અશોકભાઈ, અમારે સુધારક નથી થાવું….વાચક મિત્રો અમને સુધારક ન માની લે તે માટે આટલો ખુલાસો જરૂરી લાગ્યો છે.
મિત્ર, જે કુરુક્ષેત્ર બ્લોગ પર તમે આ પ્રતિભાવ આપ્યો છે તે બ્લોગ પર માત્ર ને માત્ર વિજ્ઞાન પર આધારિત અને સાબિત થયેલી વાતોને જ સ્થાન છે. તે બ્લોગ પર આવી “કી બોર્ડ ઘસાવાની” મનઘડત વાતને સ્થાન ન હોય શકે. મારું કી બોર્ડ અડીખમ છે.
બીજી વાત. તમે “ઐશ્વર્યાએ ફર્યા વૃક્ષ સાથે ફેરા” .. એ વાત જણાવી છે. એ ઝાડ તમે જોયું છે? કે પછી મીડિયાએ એ વાત જણાવી અને સાચી માની લીધી છે? શ્રીમાન અમિતાભ બચ્ચન તો જણાવે છે કે: બતાવો એ ઝાડ!!
અશોકભાઈ, અમિતાભ બચ્ચન શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ છે એ માની લઈએ પરંતુ તે માટે “ઐશ્વર્યાએ ફર્યા વૃક્ષ સાથે ફેરા” એ વાત માની લેવી તે પણ અંધાશ્રદ્ધાનો એક નમૂનો જ થયોને? ક્યાંક કે ક્યાંક આપણે બીજાએ કરેલી વાત પર ભરોસો રાખ્યોને? અને એ વાત પર ધોકા પછાડ્યાને?આપણને એ ઝાડ જોવાની કે ખાતરી કરવાની જરૂર લાગી નહિ.તો મિત્ર, સમાજમાં પણ આ રીતે ભરોસા પર ઘણી ગાડીઓ દોડતી હોય છે! દરેકને એમ લાગે છે કે: મારી ગાડી સાચા પાટા પર દોડે છે અને બીજાની ગાડી ખોટા પાટા પર દોડે છે. અને એમ માનવું એ જ મજાની વાત છે!
તો મજા માણો અને જલસા કરો.
છોટીસી કૉમેન્ટ પોસ્ટ બન ગઈ .. યા યા હિપ્પી હિપ્પી યાયાયા…
પોસ્ટ બનકે બ્લોગકી ગોસ્ટ બન ગઈ… યા યા હિપ્પી હિપ્પી યાયાયા…