ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો

મિત્રો, 

દેવદિવાળી પણ ગઈ. પરંતુ આપણી પાસે રાજકીય ફટાકડાઓની વાતો ખૂટે તેમાં નથી. કારણ કે રાજકીય ફટાકડાઓ બારેમાસ ફૂટતા હોય છે. આ પહેલાં આપણે આવાં  ત્રણ ફટાકડાની  વાતો કરી. જેમ કે:

 (૧) અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો.  જેમાં મનમોહન સિંહ નામે લવિંગિયાની વાત કરી. 

(૨) શ્રી લાલકૃષ્ણ અડવાણી-ભાજપની ભો ચકરડી 

(૩) રાહુલ ગાંધી- વગર ફૂટ્યે વખણાતો કોંગી ટોટો 

આજે આપણે ગુજરાતના વાઈબ્રાન્ટ ફટાકડાની  વાત કરવાની છે.  ચતુર નરનારીઓ સમજી જ ગયાં હશે કે: આ ફટાકડો બીજો કોઈ નહિ પણ પાંચ પાંચ કરોડ ગુજરાતીઓના નામે પોરસાતા શ્રી નરેન્દ્ર મોદી.

આ  ફટાકડો લગભગ છેલ્લા દસ વર્ષોથી સતત પોતાની ફરજો બજાવી રહ્યો છે. વિવિધ  ફટાકડાની મુખ્ય ફરજો તો આપ સહુ જાણતાં જ હશો. જેવી કે:

*ફૂટવું- સીધું કે આડું.

*રંગ બેરંગી તણખા વેરવા.- એવાં વેરવા કે જેને અડે તેણે બરાબર ચચળે.

*ધડાકા  કરવા- એવા  ધડાકા કે જે ધડાકા બાબત  અમુક સંસ્થાઓ સતત ચિંતા કરતી રહે.

*ઊડવું- એવી રીતે ઊંચે જવું  કે જોનારાં જોતાં જ રહી જાય.

*ફરવું- અમુક ફટાકડાની ફરજ માત્ર ફરવાની જ હોય!જેમ કે: ભો ચકરડી

*ઘૂસવું- કેટલાક ફટાકડા ફૂટવાની સાથે સાથે ગમે ત્યાં ઘૂસી પણ જાય. કેટલાક તો ફૂટે ઓછા ને ઘૂસે વધારે!

*રોશની વેરવી- એવી રોશની કે જેનાથી જોનારાંની આંખો અંજાઈ જાય.

*લાંબા થઈને અવનવા વળાંકો લેવા- સાપ!

ફટાકડાઓ આ સિવાયની પણ નાનીમોટી અનેક ફરજો બજાવતા હોય છે. સંજોવાશાત આમાંની એકપણ ફરજ ન બજાવી શકે તો છેવટે સૂ……… રસૂરિયું થવાની ફરજ તો બજાવતા જ હોય છે. 

આપણે  ગુજરાતના જે વાઈબ્રાન્ટ ફટાકડાની ફટાકડાની વાત કરી છીએ એ ફટાકડાની વિશેષતા એ છે કે: આ ફટાકડો ઉપર બતાવેલી ફરજોમાંથી સૂરસૂરિયું થવા સિવાયની તમામ ફરજો એકલો  બજાવી શકે છે! હા, ફૂટેય ખરો અને ઊડેય ખરો. આપણને એમ થાય કે:બસ, હવે પતી ગયું.  ત્યાં તો પાછો જમીન પર આવીને ગોળ ગોળ ફરવા લાગે. આપણને એમ થાય કે ફરતો ફરતો થાકશે! પણ ત્યાં તો દાડમની જેમ માંડે રોશની અને તણખા વેરવા! આ ફટાકડો ક્યારે કઈ ફરજ બજાવશે એનું કાઈ નક્કી નહિ! તમે જ કહો. આને શું કહેવાય? માત્ર ટોટો કહેવાય? માત્ર રોકેટ કહેવાય? માત્ર ચકરડી કહેવાય? માત્ર બોમ્બ કહેવાય? ના જ કહેવાય. એટલે જ એનું નામ પડ્યું છે: ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો !

મિત્રો, ભલભલા વિદ્વાન અભ્યાસીઓનાં માથાં ફરી ગયાં છે પણ તેઓ નક્કી નથી કરી શકતાં કે:આવું કઈ રીતે બની શકે? કેટલાક  કહે છે કે: આ ફટાકડામાં તોફાનો કે રમખાણોમાં પેદા થતો હોય તેવો રોષ ભર્યો છે. આ ફટાકડો નકારાત્મક તત્વોથી ભર્યો છે. જો એને વહેલાસર કાબુમાં લેવામાં નહિ આવે તો અનર્થ થશે.

 તો કેટલાક કહે છે કે: આમાં જનતાનો વિશ્વાસ ભર્યો છે. પ્રેમ ભર્યો છે. આ ફટાકડામાં ભરપૂર સકારાત્મક ઉર્જા ભરી છે. માટે આટલું જોર કરી શકે છે. આ ફટાકડો વહેલી તકે રાષ્ટ્રીય ફટાકડા તરીકે જાહેર થવો જોઈએ.

વિરોધીઓ માટે તો આ ફટાકડો ઉકેલી ન શકાય તેવો કોયડો બની ચૂક્યો છે. કહેવાય છે કે આ ફટાકડાને હોલાવાવાના છૂપા તાલીમ કેન્દ્રો ચાલે છે! પરંતુ આજસુધી તો આ ફટાકડાને હોલવવાનો એકેય ઉપાય કારગત નીવડ્યો નથી. હા, એ હોલવાઈ જાય કે એનું સૂરસૂરિયું થઈ જાય એવાં સંજોગો ઘણી વખત ઊભા થાય છે. પણ ત્યાં તો આ ફટાકડો ઉલટાનો વધારે જોરથી ધડાકા કરવા લાગે છે.

એક વખત કેટલાક વિરોધીઓએ પોકાર કર્યો કે: સોનિયા માવડી તમે કઈક કરો. તો સોનિયાજીએ કાદવમાંથી મોતકા સોદાગર નામે એક જોરદાર ફટાકડો તૈયાર કર્યો અને ફેક્યો આ  વાઈબ્રાન્ટ ફટાકડા પર! બધાંને એમ હતું કે:ખલાસ! હવે વાઈબ્રાન્ટ ફટાકડો ગયો કામથી!

પણ બન્યું કઈક જુદું જ! વાઈબ્રાન્ટ ફટાકડો એવો તો બમણા જોરથી ફૂટ્યો કે સોનીયાજીના ફટાકડો ઊડીને પાછો આવ્યો સોનિયાજીની જ પાસે!  ને પછી ફૂટ્યો ! જેના પરિણામે તેમની સાડી કાદવ કાદવ થઈ ગઈ! ત્યારથી તેઓ આ ફટાકડાથી બને ત્યાં સુધી દૂર રહેવાનું પસંદ કરે છે. કહેવાય છે કે એમણે રાહુલને પણ ચેતવ્યો છે કે: દિકરા, દુનિયાભરના ફટાકડાને ચાળો કરજે પણ આ વાઈબ્રાન્ટ ફટાકડાથી સાચવજે!

માધ્યમો પણ મક્કી નથી કરી શકતાં કે આ ફટાકડાને વાગોવવો કે વાખાણવો?  તેથી તેઓ બંને કામો કરે છે! આ ફટાકડાની વાતો દૂર દૂર ફેલાતી ગઈ છે. મોટા મોટા માંધાતાઓ  આ ફટાકડાની લીલા જોવાં ગુજરાતમાં પધારે છે. છાશવારે સમાચાર આવે કે: ફલાણા મોટા માણસે આ ફટાકડાથી પ્રભાવિત થઈને એની પ્રશંસા કરી!

આ ફટાકડાની ચર્ચા દેશભરમાં થતાં થતાં વિદેશોમાં પણ થવા લાગી છે. અમેરિકા જેવાં અમેરિકાને ડર લાગ્યો હતો કે: જો આ ફટાકડાનો પ્રભાવ  અમેરિકા પર પડશે તો  અમેરિકાપણું ઝાંખું થઈ જશે. પણ  ત્યાંની ફટાકડાપ્રેમી જનતા આ ફટાકડાને ટીવી તેમ જ વિડીયો જેવાં માધ્યમો દ્વારા જોઈને આનંદ પામે છે.  જ્યારે ફટાકડા બનાવાવામાં અગ્રેસર એવાં ચીનને પણ આ ફટાકડામાં રસ પડ્યો છે. આ ફટાકડામાં હવે ચાઈનીઝ રંગો તો નહિ ઉમેરાયને? એવી ચર્ચા પણ આજકાલ ચાલી રહી છે.

મિત્રો, આ ફટાકડાની જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે! ઘણાનું કહેવું એમ છે કે: આ બધી વાતો ભ્રામક છે.જ્યારે આ ભ્રમ તૂટશે ત્યારે આ ફટાકડાનું તો  સૂરસૂરિયું થઈ જશે.

બાકી અત્યારે તો  ગુજરાતનું નામ આ ફટાકડા સાથે જોડાઈ ચૂક્યું છે. જે ગુજરાત, ખમણઢોકળાં, રાસગરબા કે પતંગ માટે વખણાતું હતું તે હવે આ વાઈબ્રાન્ટ ફટાકડા માટે વખણાવા લાગ્યું છે.

ભો…………………………………………………………………………………પૂપ !!!!!!!!!!

ઓહો! ભોપુપ વાગી ગયું! સમય સમાપ્તિની ઘોષણા થઈ ગઈ છે! તો આજે અમે વિદાય લઈએ. ફરી મળીશું કોઈ નવા ફટાકડાની વાતો સાથે ત્યાં સુધી જલસા કરો અને કરાવો.

Narendra Modi[આ ફટાકડો મેળવ્યો અહીંથી: http://www.topnews.in/law/people/narendra-modi?page=11&destination=taxonomy%2Fterm%2F699%3Fpage%3D7]

About these ads

6 thoughts on “ગુજરાતનો વાઈબ્રાન્ટ ફટાકડો

  1. આ ફટાકડો કઈ ફેક્ટરીમાં બન્યો છે તેની તપાસ કરો! ખરાં ‘વખાણ’ કે ખરી ‘વગોવણી’ની હક્દાર તો બનાવનારી ફેક્ટરી છે. ફેક્ટરી પોતે પણ વિચારમાં પડી ગઈ છે કે આ આપણે બનાવ્યો છે તે ફટાકડો છે કે ફૅન્ટમ? વધુ માહિતી માટે મળો યા લખોઃ પ્રવીણ તોગડિયા. “કીચકને મેં માર્યો”નું સાઇન બોર્ડ પોતાને દરવાજે લગાડવાની હોડ એટલે શું તે વિશે પણ એમની પાસેથી જાણી શકાશે.

  2. ==
    આ ફટાકડો ઈ-ફટાકડાનું કામ કરે છે. આપની આગલી પોસ્ટમાંથી

    પરંતું લાંબુ વિચારતાં અમને ભાન થયું કે:એવું ય બને કે ઓટલે આશરો લેવા બાપલીયાઓની ધકામુક્કી થાય તો નાં થાવાનું પણ થઈ જાય! માટે જે છે તે બરાબર છે. આ આભાસી ઓટલો જ સારો છે કે જ્યાં વટથી આવો બાપલા આવો એવા હાકલા કરી શકાય છે. ઓટલે ભીડ થવાની બીક લાગતી નથી.

  3. તમારી વેબ દિવાળી પૂરવેગે ઉજવાય છે,ક્યારેક ફટાકડા સાથે મીઠાઈ પણ વહેચ જો કે ભૂસા-ભજીયાં-પરિષદને આંગણેથી, ગાંધીનગરને પ્રાંગણથી બાપલિયા.
    આકાશવાણી ઃવાવડિયો જણાવે છે કે તોફાન આવશે,સાવધ રહેજો,એ રામ રામ…રામ રામ.

  4. ફઃ ફુલ ફટાક છે.

    ટાઃ ટાયલા કૂટતો નથી કામ કરે છે.

    કઃ કઈ માટીનો છે.

    ડોઃ ડોહા, ડઘરાં પણ જેને વખાણે છે.

    લાગે છે તેની જણનારીએ ” સવા શેર સુંઠ ખાધી હશે,”

    તમે હસાવ્યા એટલે જવાબ વાંચી હવે હસવાનો તમારો વારો.

    ખૂબ ગમ્યું

    Please vivit

    http://www.pravinash.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s