રોડ રસ્તા મૉલ સઘળું ઝળહળે September 24, 2010 by યશવંત ઠક્કર રોડ રસ્તા મૉલ સઘળું ઝળહળે ચાલ મન તારી કશે ઇચ્છા ફળે. ચીજ મનગમતી ખરીદું આજ હું એક સાથે એક જો ફ્રીમાં મળે. વાત શી કરવી મુસીબતની હવે મેં મિલાવ્યો હાથ તો વળગી ગળે. દૂધમાં સાકર ભળે એ રીતથી એક અફવા પણ હકીકતમાં ભળે. આવડે ના આવડે ગણવા પડે એમ ક્યાંથી દાખલા ટાળ્યા ટળે. Share this:ShareFacebookRedditDiggEmailGoogle +1TwitterLinkedInLike this:Like Loading...