કરો જલસા
રંગલો— હે… દિવાળી સમો તહેવાર ને ઉમંગનો નહીં પાર
પણ હે… મારી રંગલીને… આવતા લાગે વાર
હે.. બેટરી વિન્યા જેમ મોબાઈલ ચાલે નહીં
એમ રંગલી વિન્યા આ રંગલો જામે નહીં
તા થૈયા થૈયા ને તા થૈ.
[ રંગલો ગજવામાંથી મોબાઈલ કાઢીને રંગલીનો નંબર લગાડે અને કાને લગાડીને .. ]
એ રંગલી.. આપણે આજે અસરના ઓટલે હાજર થવાનું છે એ વાત ભૂલી તો નથી ગઈને?
[એ જ વખતે રંગલી પાછળથી પ્રવેશ કરેને મોટેથી બોલે..]
રંગલી- એ.. નથીરે ભૂલી રંગલા એ વાત હું નથીરે ભૂલી…
રંગલો— અરે વાહ! એકદમ ટનાટન અવાજ આવે છે ને કાંઈ! નેટવર્ક સુધરી ગયું લાગે છે.
રંગલી— એ તારું દિમાગ બગડી ગયું છે રંગલા. જરા જોતો ખરો કે હું મોબાઈલથી નથી બોલતી પણ તારી પાછળથી બોલું છું.
રંગલો— લે કર વાત! તું આવી ગઈ?
રંગલી—- મેં તને કહ્યું હતુયં ને કે: જો વાદા કિયા વો નિભાના પડેગા .. રોકે રસોડા ચાહે, રોકે ફટાકડા ચાહે હમે આના પડેગા .. તો મૈ આ ગઈ.
રંગલો— આજે તો કાંઈ બહુ રંગમાં છે ને?
રંગલી— એ… આપણું તો કામ જ રંગમાં રહેવાનું! ને વળી આજે તો દિવાળી!! જો ને,ચારે તરફ દીવડાનો ઝગમગાટ! તેજના ફુવારા. રોશનીના ચમકારા અને ઝબકારા. ફટાકડાના ધૂમ ધડાકા! આ ઉમંગ અને આ ઉત્સાહની અળગા રહેવાનું કોને ગમે?
રંગલો—[કૂદકા મારીને ] મારેય ફટાકડા ફોડવા છે. [ચક્કર મારીને] ભોંય ચકરડી કરવી છે. [આડું અવળું દોડીને] દેરાણી જેઠાણીને દોડાવવાં છે.
રંગલી— આવડો મોટો થયો તોય નાના છોકરા જેવી વાતો કરે છે! શરમ નથી આવતી?
રંગલો— એમાં ખોટું શું છે? દરેકને નાનકડા બની જવાનું મન થતું જ હશે. ફેર એટલોજ કે કેટલાક વ્યક્ત થઈ જાય છે અને કેટલાક નથી થતા.
રગલી– વ્યક્ત થાવામાં વાંધો નથી પણ વિવેક રાખવો પણ જરૂરી છે. જેમ કે એવા અને એટલા ફટાકડા ન ફોડીએ જેથી હૈયામાં ઉમંગના બદલે નર્યો ધુમાડો ભરાઈ જાય. આખરે આ આ તહેવારો તો હૈયામાં ઉમંગ અને જોશ ભરવાનાજ માધ્યમ છે ને?
રંગલો—મેં તો આખું વરસ ચાલે એટલો ઉમંગ ભરી લીધો છે. હૈયાની ટાંકી પૂરેપૂરી ભરાવી લીધી છે. [બાંયો ચડાવીને ] તો હવે શું કરવાનું છે એ કહે. ખેલ નાખવાનો છે?
રગલી— આપણો ખેલ જોવાનો આજ કોઈની પાસે સમય નથી. સમજ્યો? આજે આપણે સહુ બ્લોગજનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવાની છે. જો ને કેટલું મોડું થઈ ગયું છે?
રંગલો— તે એમાં વાર કેટલી? એક બે ને સાડા ત્રણ! એ.. સહુ બ્લોગજનોને આ રંગલા તરફથી ‘અનલિમિટેડ’ શુભેચ્છાઓ! એ રંગેચંગે તહેવાર ઉજવી રહ્યા છો એ જોઈને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. ખૂબ ખૂબ મજા કરો, મનભાવતી વાનગીઓ મન મૂકીને આરોગો અને તોય સાજાનરવા રહો એવી મારી ભાવના છે. મારી આ ભાવનાથી ડૉક્ટર લોકોમાંથી કોઈની લાગણી દુભાતી હોય તો તેઓ આ તહેવાર પૂરતી મને ક્ષમા કરે.
રંગલી— સહુ બ્લોગજનોને મારા તરફથી દિવાળી અને નવા વરસની અઢળક અઢળક શુભેચ્છાઓ. ગયા વરસ દરમ્યાન તમને મનોરંજન આપતી વખતે અમારાથી કાંઈ વધારે પડતું બોલાઈ ગયું હોય અને તમને કોઈને દુ:ખ થયું હોય તો દરિયા જેવડું દિલ રાખીને ક્ષમા કરશો.
રંગલો અને રંગલી— તો અસરના ઓટલે ફરીથી મળીશું ત્યાં સુધી કરો જલસા.
સહુ બ્લોગજનોને મારા તરફથી દિવાળી અને નવા વરસની અઢળક અઢળક શુભેચ્છાઓ! Bina Trivedi
“રગલી— આપણો ખેલ જોવાનો આજ કોઈની પાસે સમય નથી. સમજ્યો?”
સાવ એવું નથી, ભાઈ રંગલા ! ઈના કેવા હામું ના જોઈશ. મને તો જો, આ ટૅમ મળી જ ગ્યો. પણ તૉય કે’વું પડે હો ! અનલીમીટેડ સુભેચ્છાઓ લીમીટેડ સબદોમાં તમે મોકલીને વિવેક જબરો જાળવ્યો !
તમું બેયને અમારી કોર્યથી ઝાઝી કરીને સુભેચ્છાયું. (ઈમાંની જસુભૈનેય પોગાડજો પાછા !)
લ્યો તારે, તમ બેય જણાનો (+ તમારા સરજકનોય) આભાર.
રંગલા, રંગલી, યશવંતભાઈ અને અસરના સહુ વાચકોને દિવાળી અને નવા વરસની અઢળક અઢળક શુભેચ્છાઓ.
Yashvantbhai…VERY NICE POST for the DIWALI !…..Wishing you & ALL the VISITORS a VERY HAPPYDIWALI/NEW YEAR ! All are welcome to read a New Post on my Blog Chandrapukar>>>Chandravadan
http://www.chandrapukar.wordpress.com