નામ તારું લજવાય જશુભા..
[યાદ કરો જેસલ તોરલનું ભજન : પાપ તારું પરકાશ જાડેજા]
નામ તારું લજવાય જશુભા… ધંધો તારો સંભાળ્યરે…
તારી ચોપડીને વેચવા નઈં દઉં … તારી ચોપડી હું વેચવા નઈં દઉં જશુભારે…
એમ મોદી કહે છે જી … હે જી રે… એમ મોદી કહે છે જી…
હે… જેના કીધાં વખાણ મોદીભાઈ… આડવાણીએ કીધાં વખાણ રે..
એવા ઝીણાને મેં વખાણિયા.. ડાયા ને ડમરા જાણિયા …
મોદીરે… એમ જશુભા કહે છે જી … હે જી રે ..એમ જશુભા કહે છે જી… નામ તારું લજવાય …
.
હે… એનું વધશે વેચાણ મોદીભાઈ … ચોપડીનું વધશે વેચાણરે…
આઘે આઘેથી ઓરડર આવિયા … અમે તો એમાં ફાવિયા…
મોદીરે…એમ જશુભા કહે છે જી… હે જી રે …એમ જશુભા કહે છે જી… નામ તારું લજવાય..
.
હે… દીધા ઇન્ટરવ્યુ અપાર મોદીભાઈ.. ઇન્ટરવ્યુ દીધા અપારરે..
અમે આંખ્યુંમાં આંસુ લાવિયાં… આખા મલકને બતાવિયાં…
મોદીરે… એમ જશુભા કહે છે જી… હે જી રે એમ જશુભા કહે છે જી…
.
નામ તારું લજવાય જશુભા… ધંધો તારો સંભાળ્યરે…
તારી ચોપડીને વેચવા નઈં દઉં … તારી ચોપડી હું વેચવા નઈં દઉં જશુભારે…
એમ મોદી કહે છે જી ..હે જી રે એમ મોદી કહે છે જી…
હે જી રે એમ મોદી કહે છે જી…
mane muL geet ni chaal no andaajo nathi eTale gaataa naa faavyu. recording karine muki shakaay yashavantkaka?
hemant
http://www.youtube.com/watch?v=VPhR1h1ZI7c
The above is the link for lokgit”પાપ તારું પરકાશ જાડેજા”
I hope this serves your purpose,Hemantbhai.
Regards.
Pravinbhai
Hemant, listen to the muL geet here… http://www.youtube.com/watch?v=8PD0bhoumDI
સાંપ્રત રાજકિય બખેડાઓ પર વ્યંગ. જેસલ તોરલના ભજનના ઢાળનો સરસ રીતે વિનિયોગ કર્યો છે. અસરના ઓટલે દરવખતે નવી તાજગી અનુભવાય છે.
Wah….aa nava rupe avela jesal-toral ne vadav vanu man thay che…fantastic try as usual from you.
superb
great creation