બ્લોગજગતનો સનેડો — યશવંત ઠક્કર

હે બ્લોગજનો, હે ગુણીજનો. અસર ના   ઓટલે આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું.  આ પહેલાં રંગલા અને રંગલીએ અહીંથી ત્રણ ખેલ રજૂ કર્યા. પણ આજે રંગલો અને રંગલી ભવાઈ રજૂ કરવાની ના પાડે છે. મેં એમને કહ્યું કે “આવું ના કરશો. બ્લોગજનો અસરના ઓટલેથી નારાજ થઈને પાછાં જશે.” તો એ લોકો કહે કે -  નારાજ કરવાની વાત જ કેવી? અમારે તો આજે બ્લોગજગતનો સનેડો ગાવો છે ને સૌને રાજી રાજી કરવાં છે.- તો  આજે રંગલા અને રંગલી પાસેથી સાંભળો બ્લોગજગતનો સનેડો અને થાઓ રાજી રાજી.

[રંગલો અને રંગલી  બંને જણાં  નાચી નાચીને  સનેડો ગાય છે.]

હે સનેડો સનેડો…. રંગબેરંગી સનેડો…

હે સનેડો સનેડો….. બ્લોગજગતનો સનેડો ….

હે સનેડો સનેડો…. થીમથીમનો સનેડો….

હે સનેડો સનેડો… ડોટ કોમનો સનેડો…

હે… બ્લોગજગતનાં ખેતરે … મબલખ વાવણી થા……ય
આ બાજુ વાવ્યું નથી… ને ઓલી બાજુ કાપણી થાયરે.. સનેડો સનેડો …

હે… કોઈને ભાવે રસગુલ્લા ….. ને કોઈને ચોળા… ફળી…
કોઈને ફાવે પોચું પોચું ….. ને કોઈને તડાફડીરે … સનેડો સનેડો …

હે…. શિયાળે ચા ભલી….. ને ઉનાળે સરબત ખા……..સ
ચોમાસે કડવાણી ભલી …. ઓલી બ્લોગવાણી બારેમાસરે … સનેડો સનેડો…

હે… શિયાળે તડકો ભલો…. ને ઉનાળે છાંયાનો સહવા……સ
ચોમાસે છતરું ભલું…. ઓલ્યું બ્લોગિયું બારેમાસરે… સનેડો સનેડો…

હે…. સત્યનારાયણની હોય કથા…. ને મફત મળે પરસા…દ
એમ ગઝલુંનાં ગાડાં ભરાય ….. ને ગીતોનો થાય વરસાદરે… સનેડો સનેડો

હે… કોઈ લાવે ગતકડું….. ને કોઈ ગીતા….ને વે….દ
જેવી જેની મરજી….. અહીં નથી કોઈ વાતનો ભેદરે… સનેડો સનેડો

હે… ગઝલુંનાં વાચનાર ઘણાં….. ને લાંબી વારતાનો કોઈ પૂછે નહીં ભા…. વ
નવલકથાનું જ્યાં નામ પડે…. ત્યાં ચડી જાય ટાઢિયો તાવરે… સનેડો સનેડો…

હે…. બ્લોગજગતનાં ખેતરે…. લાગણીયું વરસે અપા…..ર
કોઈ વરસાવે વહાલપ ઘણું…. ને કોઈ વરસાવે ખારરે… સનેડો સનેડો….

હે…. કોઈએ પાથર્યા પથારા ….. ને કોઈએ માંડી હા……ટ
ઓલ્યા જુવાનિયા તડાફડી કરે……ને ઓલ્યા કાકાઓ કરે કકળાટરે … સનેડો સનેડો

હે…. બ્લોગજગત શોભી રહ્યું …. બહેનો થકી વિશે…..ષ
અવસરે આવીને ઊભી રહે…. હોય દેશ કે વિદેશરે… સનેડો સનેડો

હે… ઉંમર થઈ તો શું થયું……. ઓલી દાદીઓના ઉમંગનો નહીં પા….ર
નીત નીત નવી વાનગીઓ મૂકે … આ તો રોજનો જમણવારરે… સનેડો સનેડો

હે…. કલમથી કાગળ લખા….ય. પણ બ્લોગ લખ્યા ન જા…..ય
કી બોર્ડની વાટે જાતાં ….અજાણી આંગળીઓ ગોથાં ખાયરે… સનેડો સનેડો …

હે… ટેકનિકના જાણકાર ઘણાં…..લાવે નવું નવું રો…..જ
રંગબેરંગી પાણીથી …. એના ભર્યા ભર્યા રાખે હોજરે…. સનેડો સનેડો…

હે…. વાટકીના વહેવાર જેવો….. કૉમેન્ટનોય વહેવા….ર
લેતીદેતીમાં જે સમજે … એનો અટકે નહીં તહેવારરે… સનેડો સનેડો…

હે… સાસરિયા સૌ ટોળે વળ્યાં ….જોવા વહુનું આણું… અપા….ર
હરખઘેલી વહુએ …… એના બ્લોગ બતાવ્યા બારરે … સનેડો સનેડો…

હે… બ્લોગઘેલી વહુએ ……. સાસુમાને દીધો આદે….શ
હું બ્લોગ લખવા બેઠી છું …. મને બોલાવશો નહીં લવલેશરે…. સનેડો સનેડો…

હે ઉછળતી ને કૂદતી કન્યા…. કરે બ્લોગનું તોરણ તૈયા…. ર
તોરણ પાછળથી ડોકિયાં  કરે…. ઓલ્યો સપનાંનો રાજકુમારરે… સનેડો સનેડો …

હે… કોઈ ગુજરાતમાં વસ્યું ….. ને કોઈ ગુજરાત બહા….ર
કોઈ દરિયાપાર ગયું …… સૌને ગુજરાતી ગમે અપારરે… સનેડો સનેડો…

હે… દરિયાપાર જઈને જે વસ્યાં … એને હૈયે વતનની યા…દ
બ્લોગના ટેકરે ટેકરેથી….. એણે ગુજરાતીમાં દીધા સાદરે… સનેડો સનેડો ..

હે…ધગધગતાં લોહીમાં…. ધગધગતો ભાષા.. પ્રે…મ
એ ધગધગતું લોહી…… ‘માવડી’ ને રાખશે હેમખેમરે…. સનેડો સનેડો…

હે…. રંગલોને રંગલી વિનવે …… રાખજો મોટું મ….. ન
હસતાં ને ખેલતાં રહેજો….. ને ભાષાનું કરજો જતનરે…. સનેડો સનેડો…

હે…. બ્લોગજનો તમે સહું…. હૈયે રાખજો હે…..ત
રંગલો રંગલી મર્યાં નથી …. કે નથી થયાં પ્રેતરે… સનેડો સનેડો

હે… રંગલો કહે રંગલીને ….. આ સનેડાનો અંત આવે નહીં…..
આજે રજા લઈ લઈએ…. કરીને તા થૈયા થૈયા ને તા થૈ રે… સનેડો સનેડો…

હે સનેડો સનેડો હે સનેડો સનેડો હે સનેડો સનેડો

રંગ બેરંગી સનેડો ….

બ્લોગે બ્લોગનો સનેડો….

થીમે થીમનો સનેડો…

ડોટ કોમનો સનેડો …..

સનેડો ……. સનેડો ……………………..

[આવજો અસર ના ઓટલો ફરીથી પધારજો.]

31 Comments

  1. 1
    Suresh Jani Says:

    Excellent, fresh and innovative.
    I really liked it.

  2. 2

    hahhaaaa… vah Yashvantbhai vaah… maja aavi gai…very nice …

  3. 3

    વાહ યશવંતભાઈ- Superb! બ્લોગજગતનો સનેડો દિલથી માણ્યો. રંગલા-રંગલીના મુખે આવું હળવું છતાં વ્યંજનાપૂર્ણ વધુ ખીલે છે.

  4. 4
    jjkishor Says:

    નાટ્યાત્મકતા તો હતી જ તમારાં રંગલા–લીના સંવાદોમાં; હવે આ વખતે તમે પદ્યનેય ભલું પ્રયોજી લીધું છે !

    આ વખતે સમતોલ રીતે તમે સૌને યાદ કર્યાં. તમારું આ કાર્ય મને ખાત્રી છે, સૌ બ્લોગર્સને એકત્વ આપવામાં બહુ મોટી મદદ કરશે. રંગલા–લીએ આપણી આવનારી એકતાનું નાંદીકર્મ કર્યું છે. ધન્યવાદ અને આભાર.

  5. 5

    ખૂબ સરસ. સનેડો માણવાની મજા આવી.

  6. 6

    Waah

    su vaat chhe.

    maja av gai bhai.

  7. sindar sanado…keep it up.

  8. 8
    chetu Says:

    આપના રંગલા-રંગલી તો રંગ જમાવી રહ્યા છે દિનબદિન …!!! ખૂબ સરસ …

  9. 9

    સરસ… બહુ મજા આવી…

  10. સનેડાએ ખુશ કરી દીધા. રંગલો અને રંગલીને અમેરીકામાં પણ નચાવજો ભાઈ ! આભાર.

  11. 11

    Its Really great !!

    Keep It up ,,,,

  12. 12

    કોઇ પણ જાત ના વ્યંગ કે કટાક્ષ વગર ફ્ક્ત ગમ્મ્ત ગમ્મતમાં સચોટ વાત કહી આમ પણ સાચી વાત કહેવાનો ઇજારો રંગલા (વિદુષક)પાસેજ છે ને ?
    પહેલી કડી આફ્રીન

  13. 13
    arvindadalja Says:

    વાહ સનેડૉ સનેડો…….. મજા આવી ગઈ ! રંગલા અને રંગલી હવે શું નવું લાવશે ? તેની રાહ જોવાની રહી ! લગે રહો !

    સ-સ્નેહ
    અરવિંદ્

  14. 14

    sanedo is interesing, every time i listen this word i pay tribute to mr.MANIRAJ BAROT the man who created it.May god bless his soul in heaven.

  15. રંગલો-રંગલી સનેડામાં ખીલ્યા છે!

  16. 16

    અરે વાહ… આ રંગલા-રંગલીનો રંગ તો ખૂબ જ ઘેરો થતો જાય છે ને… આ સનેડામાં પણ ખૂબ જ મજા કરાવી બંનેએ… આભાર યશવંતભાઈ ! આમ જ રંગલા-રંગલી પાસે તમે કાયમ કંઈક નવીનતમ કરાવતા રહેજો…!

  17. સુંદર… મજા આવી…

  18. કોઈ ગાય તો વધારે મજા ન આવે ?

  19. કોઈ ગાય તો ચોક્કસ વધારે મજા આવે.

  20. 20
    kkpatel Says:

    વાહ! અને ગાવાની વાત કરો છો તો સનેડો વિશે દેશગુજરાતની AUDIO માં જપન પાઠકને સનેડો ગાતાં સાંભળ્યાનું યાદ આવી ગયું!

  21. 21
    Neela Says:

    enjoyed Sanado

  22. બહુ સરસ! સનેડો અને રંગલા-રંગલીનું fusion થયું – મજા આવી!

    બ્લૉગ-જગતનું તમારું અવલોકન સાચું છે. અહીં કવિતા-ગઝલો-ગીતો લખનારા અને વાંચનારા વધારે છે. એનું કારણ પદ્યનું રસપાન કરવા માટે ખૂબ ઓછો સમય રોકવો પડે છે. કવિતા સારી નીકળે તો મજા જ મજા અને ન નીકળે તો ૧-૨ મિનીટથી વધુ સમય ન વેડફાયાનો સંતોષ. return to investment નો ratio ખૂબ ઊંચો છે. પણ એની સામે જ આ વિચારી જુઓ. ધારો કે હું એક ટૂંકી વાર્તા વાંચવામાં ૧૫ મિનીટનું રોકાણ કરું ને એ સારી ન નીકળે તો?

    આ કારણે ગદ્ય લખનારાઓની જવાબદારી/મુશ્કેલી વધી જાય છે. પદ્ય ગમે તે ગુણવત્તાનું હશે, એને વાંચનારા મળી જશે. પણ ગદ્યમાં મજા નહીં હોય તો એનું ટકવું લગભગ અશક્ય છે.

    તમે ખૂબ ઊંચી ગુણવત્તાના લેખ પીરસો છો એટલે આપની લાંબામાં લાંબી પોસ્ટ પણ મેં વાંચી છે.

    • હેમંતભાઈ,તમે ઠીક કહ્યું છે. સમયની વાત પણ માનવી પડે.કવિતાઓ વધારે લખાય અને વંચાય એ આનંદની જ વાત છે.છતાંય આપણા બ્લોગજગતનો થાળ બધાજ પ્રકારની વાનગીઓથી ભર્યો ભર્યો રહે એવી આશા ખરી.અને એ આશા ફળશે જ કારણ કે તમારા જેવા સમજદાર વાચકો પણ છે.

  23. 24
    somanidilip Says:

    ખૂ્બ જ સરસ સનેડો………સરરરરરરરરર….. કરતો સનેડો.
    સરસ નવિન વિચાર…….નવી જ રજુવાત.

  24. 25
    Pinki Says:

    દરિયાપાર જઈને જે વસ્યાં … એને હૈયે વતનની યા…દ
    બ્લોગના ટેકરે ટેકરેથી….. એણે ગુજરાતીમાં દીધા સાદરે…

    સત્યનારાયણની હોય કથા…. ને મફત મળે પરસા…દ
    એમ ગઝલુંનાં ગાડાં ભરાય ….. ને ગીતોનો થાય વરસાદરે…

    રંગલોને રંગલી વિનવે …… રાખજો મોટું મ….. ન
    હસતાં ને ખેલતાં રહેજો….. ને ભાષાનું કરજો જતનરે….

    વાટકીના વહેવાર જેવો….. કૉમેન્ટનોય વહેવા….ર
    લેતીદેતીમાં જે સમજે … એનો અટકે નહીં તહેવારરે…

    nicely observed & expressed !!

  25. [...] કરીને આપ સૌને રાજી  કરે છે. જૂઓને    બ્લોગજગતનો સનેડો સાંભળીને બધાં ને કેવી મજા પડી ગઈ હતી? [...]

  26. [...] ઠક્કરે આ અઠવાડિયે પોતાના બ્લૉગ ‘અસર’માં એક જબરો સનેડો રચીને મૂક્યો છે. યશવંતભાઈનો કટાક્ષ [...]

  27. [...] કરીને આપ સૌને રાજી  કરે છે. જૂઓને    બ્લોગજગત,નો સનેડો સાંભળીને બધાં ને કેવી મજા [...]

  28. 29
    સુરેશ જાની Says:

    બ્લોગ જગતની આ કવિતા પણ માણો -
    http://kaavyasoor.wordpress.com/2008/10/06/net_jagat_1/

  29. 30

    આમ પણ સાચી વાત કહેવાનો ઇજારો રંગલા (વિદુષક)પાસેજ છે

  30. ભાઈ ……ભાઈ
    વાહ !!!
    યશવંતભાઈ,
    રંગ રાખ્યો આ રંગલાના માધ્યમથી તમે તો,
    લગે રહો……….
    ક્યાંથી શોધી કાઢો છો આવું બધુ !!!
    ભગવાન ઘણુ જીવાડે આ રંગલાને બાપલા…..


RSS Feed for this entry

Leave a Comment