COPY PASTEની ભવાઈ—યશવંત ઠક્કર

[પરદો ખુલે ત્યારે રંગલો નાચી નાચીને ગાતો હોય અને રંગલી કપાળે હાથ દઈને બેઠી હોય]

રંગલો—-

કૉપિ પેસ્ટ … કૉપિ પેસ્ટ    કૉપિ પેસ્ટ…  કૉપિ પેસ્ટ

ધંધો આ છે કેવો બેસ્ટ … કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

ફ્રોમ ઈસ્ટ કે ફ્રોમ વેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

જે કાંઈ લાગે જ્યાંથી બેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

એનર્જી કરવી શાને વેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

કોનાં એગ્ઝ  ને કોનો નેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

થોડી મહેનત ને ઝાઝો રેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

છપ્પનની રાખવી ચેસ્ટ……. કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ

કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ


રંગલી—- એ રંગલા. તને પગે લાગું. તારું  આ કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ બંધ કર. જ્યારથી તેં બ્લોગ ચાલુ કર્યો છે ત્યારથી તને કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટનું ભૂત વળગ્યું છે.

રંગલો—- એ ભૂતના કારણે તો  મારો બ્લોગ  જામી ગયો છે રંગલી. હજારોએ મુલાકાત લીધી. પ્રતિભાવોનો પાર નથી. તેં અને મેં સાથે બ્લોગ શરુ કર્યા હતા. આજે તું ક્યાં ને હું ક્યાં? આજે મારો બ્લોગ નંબર વન છે.

રંગલી— હવે મૂછો છે નહીં ને  વળ દેવા રહેવા દે. ને આ  કૉપિ પેસ્ટ ના ધંધા બંધ કર.

રંગલો— મને એજ નથી સમજાતું કે  કૉપિ પેસ્ટની સગવડતાનો લાભ લોકોને આપવામાં વાંધો શો છે?

રંગલી—- જો તને સમજ પાડું. રંગલા, હું તારા માટે રસોઇ   ન બનાવું અને આપણા પાડોશી નીતાબેનની રસોઇ  લાવીને તારા ભાણાંમાં મૂકું એ બરાબર કહેવાય?

રંગલો— મને શો વાંધો હોય? મારે તો ખાવા સાથે કામ. આમેય તારાં કરતાં આપણી તમામ પાડોશણોની રસોઇ  સારી હોય છે.

રંગલી— જા તારી સાથે વાત જ નથી કરવી.

રંગલો— અરે રંગલી. હું તો મજાક કરતો હતો. બાબા માફ કર દે.

રંગલી— મારો કહેવાનો મતલબ એ છે કે હું તને બીજાની રસોઇ  જમાડતી હોઉં  ત્યારે મારે તને કહેવું જોઈએ કે આ રસોઇ  ફલાણા બેનની છે.

રંગલો— કેમ? એવો કાયદો છે?

રંગલી— બધી બાબતોમાં કાયદા નથી હોતા. રંગલા, એ મારી નૈતિક ફરજ છે.

રંગલા – તો બજાવ તારી નૈતિક ફરજ. મને કોઈ ફરક નથી પડતો. ને રહી બ્લોગની વાત. તો સમજી લે કે વાચકોને કોઈ ફરક નથી પડતો. એને વાંચવા સાથે મતલબ છે.લખનાર સાથે નહીં.

રંગલી— અરે પણ જેણે મહેનત કરીને પોતાનું લખાણ તૈયાર કર્યું હોય એના નામનો ઉલ્લેખ તો કરવો જોઈએ કે નહીં?

રંગલો— કોઈ જરૂર નથી. એણે રેઢી મૂકી તો મેં ઉઠાવીને? એ એના મનમાં સાચવીને બેઠો હોત તો હું . કૉપિ પેસ્ટ કરવાનો હતો? ચાલ જવાબ દે.

રંગલી— રંગલા. બીજાની રચના આપણા બ્લોગ પર મૂકીએ ત્યારે એના નામનો ઉલ્લેખ  ન કરીએ  તો એ બેઈમાની  કહેવાય.

રંગલો — [ગીત ગાય] ના ઇજ્જતકી ચિંતા ના ફિકર કોઈ અપમાનકી

જય બોલો બેઈમાનકી .. જય બોલો.

રંગલી — એટલે તેં લાજ શરમ સાવ નેવે મૂકી છે એમને? તો કર તારે જેમ કરવું હોય એમ. હું આ ચાલી.

રંગલા— એ.. એ… એ.. રંગલી. ઊભી રહે.. ઊભી રહે. ઈન્ટરનેટનો  બ્લોગ તો આજ છે ને કાલ નથી. તું તો મારો જીવતો ને જાગતો … હરતો ને ફરતો… બ્લોગ છે.

રંગલી— ઊભી રહું. પણ એક શરતે. આજથી કૉપિ પેસ્ટ બંધ.

રંગલા— – થોડી દયા ખા.રંગલી. વરસોની આદત એમ એક ધડાકે કેમ છુટે?  ને કૉપિ પેસ્ટ તો કેટલાંય કરે છે. તું મને એકલાને જ ભાળી ગઈ  છે.

રંગલી— જે લોકો એવું કરે છે એ બધાં જ તારા જેવું નથી કરતા. એ લોકો જ્યાંથી કૉપિ પેસ્ટ કર્યું હોય એનો ઉલ્લેખ કરે છે. જેણે મહેનત કરીને પોસ્ટ તૈયાર કરેલ હોય એ વ્યક્તિને જશ આપે છે. સમજ્યો?

રંગલો— સમજ્યો મારી મા સમજ્યો. હવેથી કૉપિ પેસ્ટ કરીશ ત્યારે જે તે લેખક કે કવિનું નામ લખીશ. ભલે એ પણ બિચારો રાજી થતો. ને મને યાદ કરતો.

રંગલી— એમ માત્ર નામ લખ્યે નહીં ચાલે.રંગલા, એની લિંક પણ આપવી જોઈએ.

રંગલો—આ તારી દાદાગીરી છે.રંગલી.

રંગલી- આ દાદાગીરી નથી. ઈમાનદારી છે.

રંગલો— એટલે કે હું બેઠો બેઠો બીજાની ઘરાકી વધારું?

રંગલી—એમાં તારી પણ કિંમત વધશે.

રગલો— ચાલો.જેવો રંગલીનો હુકમ.

રંગલી— અને સાંભળ. હજી એક વાત..

રંગલો— હવે આવતા અંક માટે કશું રહેવા દેવું છે કે નહીં?

રંગલી—ચાલ. આટલી વાત યાદ રાખજે.પછી જોજે ને તારા બ્લોગના વખાણ  હું પણ કરીશ.

રંગલો—કેવા વખાણ કરીશ?

રગલી— એ તો ત્યારે તું જોઈ લેજેને.

રંગલો— આવું ના કરને રંગલી. એક જલક તો દેખાડ.

રંગલી— તો સાંભળ રંગલા.

રંગલાનો બ્લોગ જામ્યો રે રાજાના કુંવર.

હાલોને કોમેન્ટ કરીએ રે રાજાના કુંવર.

બ્લોગનું મજાનું થીમ રે રાજાના કુંવર.

મજાની રંગલાની રીત રે રાજાના કુંવર.

રંગલો— અરે અટકી કેમ ગઈ રંગલી?

રંગલી— કેમ? આવતા અંક માટે બાકી નથી રાખવું?

રંગલો—-અરે રંગલી,શું કહું?  તું જો આવી રીતે જ નાચતી રહે ને તો તો હું  યુગો ના યુગો સુધી આમ જ તને જોયા કરું હોં.

રંગલી– હવે જા  જા  હરખપદુડા.  તું  નવરો છે . હું નહીં.  મારે તો બ્લોગ લખવો છે.

રંગલો— તો  મારેય  કૉપિ પેસ્ટ  કરવો  જ  છે  ને? પણ  નામ ઠામ  સા થે હો.

રંગલી— હવે   તે  મુદ્દાની વાત કરી. ચાલ  હવે જાતાં  જાતાં તા થૈયા થૈયા ને તા થૈ કરી નાખીએ .તો જરા બ્લોગ મિત્રોને સારું લાગે.

રંગલો– સૌથી વધારે તો એ.. પેલાં પિન્કીબેનને   સારું  લાગશે.

[બંને જણાં  નાચે અને ગાય]

કૉપિ  પેસ્ટના  કરવાવાળા  કરજો  એટલું  કામ

કરજો  એટલું  કામ  કરજો  એટલું   કામ

જે ના જેના  લીધા  લેખ  લખજો  એનું  નામ

લખજો  એ નું નામ  લખજો  એનું  ઠામ

ઉપરથી વાલીડાં મારાં કરજો એને સલામ

તા થૈયા થૈયા ને તા થૈ …

એ  હાલો…હાલો…

[બંને જણાં    અસર ના  મુલાકાતીઓની   વિદાય લે ]

38 Comments

  1. 1
    Rahul Says:

    કોપી પેસ્ટનો ધંધો રોકવાનો ખૂબ જ સરસ અને સફળ પ્રયત્ન!
    રંગલો અને રંગલીના નાટક સ્વરૂપ ગમ્યું.

  2. 2
    Pinki Says:

    vooow… current topic

    and old form Bhavai of guj. lit.

    but uncle, write in the end

    તા..થૈયા..થૈયા..તા…..થૈ !!

    just kidding …!!

    • આભાર રાહુલભાઈ.
      આભાર પિંકીબેન, તમારું તા તા થૈયાવાળું કિંમતી સૂચન રંગલા રંગલીને પહોંચાડી દીધું છે.

  3. સરસ લેખ.

    બ્લોગ જગતનું સંમેલન થાય ત્યારે ભજવવા જેવી નાટિકા.

    આ મુદ્દા માટે આ બંદો કોઈપણ સમયે કોઈપણ વયની વ્યક્તિ સાથે બાખડવા તૈયાર હોય છે!

    હમણાં જ હું મારા દાદાની ઉંમરની વ્યક્તિ સાથે આ જ બાબતે બાખડીને આવ્યો છું. અંતે તેમણે પોસ્ટ ડિલિટ કરીને વાત પુરી કરી નાખી છે પણ લેખમાં જેણે મહેનત લીધી છે તેનો ઉલ્લેખ ન કરવાનો તેમનો અભિગમ મને જરાય નથી ગમ્યો.

    આજે બધા બ્લોગ બનાવવા લાગ્યા છે- અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે, મારો ય બ્લોગ છે. વર્ડપ્રેસ અને બ્લોગસ્પોટ બ્લોગ બનાવવા માટેની મફત સગવડ આપે છે પણ વિચારો ક્યાંથી લાવવા? તો કરો કૉપી-પેસ્ટ! કોને ખબર પડવાની છે? ખબર પડશે તો શું કરી લેશે? પણ એવું નથી વર્ડપ્રેસને ખબર પડે એટલે તરત જ બ્લોગને બ્લોક[suspend] કરી દે છે.

    • વિનયભાઈ, આપને લેખ ગમ્યો એ મારા માટે આનંદની વાત છે. એકબીજાના બ્લોગની મુલાકાત લઈને ક્યારેક પ્રતિભાવ આપવા સિવાય આપણને એકબીજાનો વિશેષ પરિચય નથી. પણ તમારી ગડમથલ, સંઘર્ષ અને અકળામણને હું સમજી શકું છું. તમારી લડાઈ એક મુદ્દા કે એક અસુલ માટે છે. પરંતુ મને લાગે છે કે કોઈ પણ તત્વો સાથે બાખડવામાં તમારી શક્તિનો વ્યય ન થાય એ પણ જોવું રહ્યું.

  4. વાહ…. વાહ… વાહ….

  5. 7
    ashalata Says:

    bahu j saras lekh

    aapni aa bhavaie BLOGni bhavi kari nakhi ho bapu____——-

  6. મિત્રો, આપ સૌના પ્રોત્સાહન બદલ ખૂબ ખૂબ આભાર.
    ગામડાંમાં ભવાયા રમવા આવતા. મુખ્ય ખેલની વચ્ચે વચ્ચે રંગલો અને રંગલી આવતાં.પોતાની જ મજાક ઉડાવતાં..ગમ્મત ગમ્મતમાં સમાજના વિવિધ વર્ગો જેવા કે ગામનો પટેલ,દરબાર,શાહુકાર .. વગેરેની ખૂબીઓ અને વિશેષ તો નબળાઈઓ ખુલ્લાં મનથી રજૂ કરતાં. સૌ મોટું મન રાખીને માણતાં.પણ અમારું ગામ કાઠી-દરબારોનું.આમ તો બધા સારા હતા.તોય એક વખત બખેડો થઈ ગયો. પતી ગયું. ભવાયા આવતા બંધ થઈ ગયા. પરિણામે ભવાયાના ખેલ મને બહુ જ ઓછા જોવા મળ્યા.જેનો અફસોસ આજની તારીખ સુધી છે.
    રંગલા રંગલીના પાત્રો દ્વારા આજે પણ એનો સર્જક વિવિધ વર્ગોની અને વિશેષ તો ખુદની માનવ સહજ નબળાઈઓ રજૂ કરવાનો પ્રયાસ કરતો હોય છે. જેને હળવાશથી માણવાની હોય છે અને કશું અપનાવવા જેવું લાગે તો અપનાવવાનું હોય છે.ગાજરની પપૂડી વાગી તો વાગી… આવી મારી સાચીખોટી સમજ છે.
    આપ સૌના પ્રેમનો આદરથી સ્વીકાર કરું છું.

  7. 9

    બહુ જ સરસ. કોપી પેસ્ટ એ બ્લોગ જગતનો એક સળગતો પ્રશ્ન છે.

    • આપની વાત સાચી છે. હિનાબેન. એક તો આપણાં માટે આ બ્લોગનો પ્રદેશ સાવ નવો અને અજાણ્યો. હજી માંડ એની ગલીકૂંચીઓથી પરિચિત થઈએ એ પહેલાં તો નકલખોરીની સમસ્યા! જે જાણીતાં સર્જકો છે એમને તો પોતાની રચનાઓ મૂકવાની જરૂર પડતી નથી. એમના ચાહકો એ કામ કરે છે અને સૌ એમનો લાભ લે છે. આવા સર્જકોની રચનાઓ કોઈ પોતાનાં નામે રજૂ કરવા જાય તો તરત પકડાઈ જાય. કદાચ ન પકડાય તોય પેલા સર્જકો બહુ માથાકૂટમાં પડતા નથી. એમને તો આ રોજનું થયું. મન મોટું રાખી લે.પણ જેને હજી પોતાની ઓળખ ઊભી કરવી છે એમનું શું? પોતાની રચનાનો આનંદ એ માણે ન માણે એ પહેલાં તો રચના બીજાનાં નામે બોલવા માંડે.
      એક બે સાદા દાખલા આપું. એક બાળકે માટી કે રેતીનું ઘર બનાવ્યું હોય અને હજી કોઈને બતાવવાનો આનંદ માણે એ પહેલાં તો બીજો એમ કહી દે કે આ મેં બનાવ્યું તો? સવાલ માટી કે રેતીની માલિકી કોની એનો નથી. સવાલ પેલાં બાળકની મથામણનો કે મહેનતનો છે.
      આખો દિવસ મજૂરી કરીને સાંજે પચાચ- સાંઈઠ રૂપિયા લઈને ઘેર જઈ રહેલા મજૂરના હાથમાંથી એ રૂપિયા કોઈ છીનવી જાય તો એ મહેનતકશ માનસને કેટલું દુ:ખ થાય. એવું જ દુ:ખ પેલા સર્જકને ને પોતાની ટૂંકી મૂડી છીનવાઈ જવાનું થાય.આટલી સાદી વાત સમજનાર કદી આવી ભૂલ નહીં કરે. એ કાલીઘેલી કે ભાંગી તૂટી પોતાની વાત રજૂ કરશે પણ કોઈની રચનાની નકલ કરીને પોતાનાં નામે નહીં ચડાવે.
      જે નવા બ્લોગ-મિત્રો અજાણતાં આવું કરે છે એમને પોતાની ભૂલ સમજાય છે ત્યારે દિલગીરી વ્યક્ત કરીને ફરીથી એવું નથી કરતા એ મોટી વાત છે. એમને યોગ્ય માર્ગદર્શન કે પ્રોત્સાહન આપવું એ જૂના મિત્રોની ફરજ છે. આખરે આપણાં સૌનો ઈરાદો શું છે ?એક એવું વાતાવરણ તૈયાર કરવાનો કે જેમાં કોઈને અન્યાય થવાની લાગણી ન થાય. ફરીથી આપનો આભાર.

  8. 11

    કૉપિપેસ્ટની ભવાઈ ખરેખર સુંદર લખાઈ છે. આને ભજવવાની ગોઠવણ થાય એ માટે સક્રિય બનજો.

    • સાચુ કહું તો પંચમભાઈ, આવી ભવાઈ લખવાની કે ભજવવાની જરૂર જ ન પડે તો અતિ ઉત્તમ.બ્લોગ-મિત્રોની દુ:ખતી રગ પર જાણે આંગળી મુકાઈ ગઈ છે. આવું સરસ માધ્યમ મળ્યું છે પણ જેટલો સદ ઉપયોગ થાય એટલું સારું.

  9. 13
    ajita shah Says:

    Very sophesticated way to tell people who copy and paste without giving credit to the original writer. I would love to write in gujarati but don’t know how.

  10. 15
    jjugalkishor Says:

    ભવાઈ એ દેશી નાટકનો એક પ્રકાર. દરેક રાજ્યની ભાષામાં આવા પ્રયોગો છે. લાવણી પણ એક જાણીતો પ્રકાર છે.

    પણ મજા જે છે તે આ બન્ને પાત્રોની. રંગલો ને રંગલી એ નાટકના ઉદ્ ઘોષકો છે ! નાટકનું થીમ સૌ પ્રેક્ષકો સમક્ષ થોડું ગોપીત, થોડું પ્રગટ કરીને એક રહસ્ય પણ ઉભું કરી આપે છે. સંસ્કૃત નાટકોમાં નાંદીની જેમ આ હળવી શૈલીથી પ્રગટતી પ્રાસ્તાવિક વાતો ઉપરાંત વચ્ચે પણ જરુર પડ્યે આવીને પ્રેક્ષકોને જ્ઞાન–ગમ્મત આપનારાં આ ગુજરાતી રંગભુમીનાં પાત્રો એ સમયની નાટ્યકલાનાં અવીનાભાવી સંબંધે જોડાયલાં મજાનાં અંશો/પાત્રો છે. બ્લોગ પર એને લઈ આવવા માટે યશવંતભાઈને ધન્યવાદ.

    યશવંતભાઈ આ કાર્ય કરી શકે. બ્લોગ જગત પર આ લેખક અને એમનાં આ પાત્રોનું સ્વાગત.

    હા, આ નીમીત્તે કલુષીત ભયેલું વાતાવરણ વણસે નહીં, બલ્કે પ્રફુલ્લીત બને એવી આશા. નહીંતર આ મજાનાં પાત્રોનેય ડાઘ લાગી જશે. આ બન્ને પાત્રોની આમન્યા જળવાય એવી વીનંતી છે.

    • જુગલકિશોરભાઈ, ધન્યભાગ્ય મારાં કે તમે આજે મારા આ ‘અસર’ ના ઓટલે પધાર્યા! જેની જોતાતા વાટ ઈ માનવી આવી મળે..એવી લાગણી અનુભવું છું. તમે નહીં માનો કે હું તમને ને જ સંભારતો હતો કારણ કે ભવાઈ બાબત મારું જ્ઞાન જરાય નથી એમ કહું તો ચાલે. ત્યાં જ તમે આવી ગયા એ જોગાનુજોગ જ ને? તમે જે જાણકારી આપી એ બદલ આભાર.પણ આટલેથી નહીં ચાલે.તમારા બ્લોગ પર વિશેષ મૂકજો એવી વિનંતી.
      સગવડતા ખાતર સર્જક કે લેખક શબ્દ ભલે વાપરવો પડે પણ પૂરી નિખાલસતાથી કહીશ કે હું એ બિરુદને લાયક નથી. હા જિંદગીની આપાધાપીમાં લેખન એક બળ પૂરું પાડે છે એની ના નથી.
      અને છેલ્લે,તમે વાતાવરણ કલુષિત થાય નહીં કે પાત્રોની આમન્યા જળવાય રહે એ માટે કરેલું સૂચન [તમારે વિનંતી કરવાની ન હોય] મને મંજૂર છે. ખરું કહું તો એ બાબત મારાં ધ્યાનમાં આવી ગઈ હતી જેનો પડઘો હિનાબેનના પ્રતિભાવના મારા જવાબમાં જોવા મળશે.જે મેં તમે આવ્યા પહેલાં આપેલો છે.
      પરંતુ જે યુવાનો પૂરી તાકાતથી પોતાના અસુલ માટે લડે છે એમને હું સલામ કર્યા વગર રહી નથી શકતો.એ સૌને પોતપોતાની માન્યતાઓ હોઈ શકે છે. હા, સૌ જોશની સાથે હોશ પણ જાળવે એ પણ એટલું જ જરૂરી છે. પણ મને એ સૌની સાથે રહેવું ગમે છે. આપણને સૌને એમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સૌ સારાં વાનાં થાશે. આવજો… નજર રાખતા રહેશો.

  11. 17
    Neela Says:

    enjoyed

  12. 18
    Niraj Says:

    vaah… vaah… khub saras…bhavai vanchvani maja aavi…

  13. શું વાત છે ભાઈ , મજા આવી ગઈ… વિનયભાઈના પ્રયત્નોને ખરી શાબાશી તો આ જ છે

  14. 20

    શું વાત છે ભાઈ , મજા આવી ગઈ… વિનયભાઈના પ્રયત્નોને ખરી શાબાશી તો આ જ છે

  15. 21

    કોનાં એગ્ઝ ને કોનો નેસ્ટ …. કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ
    vaah vaaah bahuj saras

  16. 23

    સરસ, પ્રયત્ન….
    કોપી પેસ્ટ કરનારાઓ ને રોકવા માટે નો,
    રંગલો રંગલી ની આ રચનાં ખુબજ પ્રશંસનીય છે..

  17. 24

    :-) :-) :-) :-)

    મજા આવી ગઈ…!

  18. મને તો બાળપણ થી ગમતું એક રમતિયાળ લગ્નગીત memory માંથી મચડીને અહિં paste કરી દેવાનું મન થયું કે –

    English ટોપો મંગાવ રે…
    પેલા રંગલાને પહેરાવ રે…
    copy-paste copy-paste કરે બિચારને ટોપો પહેરાવ રે….!

    રંગ છે રંગલા, તારી ગઈકાલ આથમી પણ ફરી સુરજ ઉગે તેની રાહ જો, Net ના પડદા પાછળથી તારી Entry ની રાહ જોઇએ છીએ!

  19. by the way, મૂળ લગ્નગીતમાં આમ તો ‘સામાવાળા’ માંથી કોઈનું નામ હૉય છે પણ આ નાટકમાં રંગલો ‘દોષી’ હૉવાથી રંગલો નામ વાપર્યું છે.

    અને છેલ્લી લીટીમાં રંગલો એટલે ખરેખરો રંગલો જે વર્ષો સુધી મારું તમારું મનોરંજન કરીને જાણે પરદા પાછળ જતો રહ્યો છે અને ‘એકવીસમી’માં ફરી તેનો પાત્રપ્રવેશ થાય તેની રાહ જોઈને ઉભો છે!

    (સાલો, શું સમય આવ્યો છે – comment કરીને પાછા તેના ‘વિવેચન’ની styleમાં ખુલાસા કરવા પડે છે! :P )

    • મનિષભાઈ,
      મારા ઓટલે તમારું સ્વાગત કરું છું. ગામડાં બદલાયાં. ચોક નાના થાવા લાગ્યા.ભવાઈ બંધ થઈ. રંગલો ને રંગલી પોટલાં લઈને નગરમાં પહોંચ્યાં.ક્યાંય કરવા લાયક પ્રવૃતિ મળે એ આશાએ.ને પરફોર્મિન્ગ આર્ટસના યુવાન મિત્રોએ એમની સામે દોસ્તીનો હાથ લંબાવ્યો.વડોદરાની M.S.U.ના મિત્રોએ વર્ષો પહેલાં English માં ભવાઈ રજૂ કરેલી જે જોવાનો લાભ મને અચાનક જ મળી ગયો હતો.એ સિવાય કેટલીય સંસ્થાઓ પ્રચાર અને પ્રસાર માટે રંગલા અને રંગલીની મદદ આજે પણ લે છે. ફિલ્મના માધ્યમે તો ખૂબ જ અસરકારક રીતે રંગલા અને રંગલીને રજૂ કર્યાં છે.
      NET પરના બ્લોગ્સ મેં ગઝલ,ગીત અને કવિતાથી ઉભરાતા જોયા. એમાં કશું ખોટું નથી. પણ મેં જોયું કે વાર્તા,લઘુકથા,નિબંધ,નાટક વગેરે સંઘર્ષ કરી રહ્યાં છે. જો કે મૃગેશભાઈ જેવા કેટલાક મિત્રોએ રંગ રાખ્યો છે. http://www.readgujarati.com/
      બ્લોગમિત્રોને મનોરંજન આપવાના ઇરાદાથી હું અવારનવાર રંગલા રંગલીને રજૂ કરતો રહું છું. ભવાઈનો ખેલ જામ્યો હોય ત્યારે બખેડો ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડે.
      NET મારા જેવા માટે અજાણ્યા શહેર જેવું છે. એના પરદે રંગલા રંગલીનો દબદબો વધે એ માટે તમારા જેવા મિત્રો ઘણું કામ કરી શકે.
      થોડું લખ્યું ઝાઝું માનજો …ના…ના… ના! ઝાઝું લખ્યું થોડું માનજો! આવતા રહેજો.

  20. 28

    કૉપી-પેસ્ટ માટે બ્લોગજગત ઉપર ઘણું લખાયું…
    પરંતુ ‘ભવાઈ’ ના માધ્યમથી કૉપી-પેસ્ટ કરનારાઓને રોકવા માટેનો આપનો સુન્દર પ્રયાસ ખુબ જ અસરકારક અને પ્રશંસનીય છે…..
    મજા આવી ગઈ…….
    અભીનંદન.

    • આભાર ગોવિંદભાઈ.. આપની વાત સાચી છે કે આ એક પ્રયાસ છે. હું માનું છું કે કૉપિ-પેસ્ટ કરનારાંમાંથી મોટાભાગનાં અજાણતા આવું કરતાં હોય છે.એ લોકો અટકે તોય ઘણું. પણ હા, રોજની ભાગદોડથી થાકેલાં બ્લોગમિત્રોના હોઠો પર થોડું ઘણુંય હાસ્ય ફરક્યું હશે તો મારી અને રંગલા રંગલીની મહેનત લેખે લાગી ગણાશે. મળીશું.

  21. 30
    Priyanka Y. Joshi Says:

    આ રંગલા-રંગલીની ભવાઈ ભજવવાનું નક્કી થાય તો તેનો પહેલો શો અમેરિકામાં રાખવો પડશે.

  22. 31

    Yashwantbhai…wish you good ‘Yash’always for the effort you did with this most old method of presentation, which as you have rightly mentioned, may not happen here too!touch wood! that this players of play have to abondon the place of net too just like your village.
    Anyway, this copy paste is very old and very deeply penetrated issue. I know one of our renowed, famous columnist who is famous only bcoz of this cut-paste method and he bosts of writting 50 articles in a month, though he confesses this, in close quarters.
    This cut-paste business is harassing all in all fields apart from writting.
    Kudos and best wishes…will keep visiting…I too wish to write in Gujarati someday if I can learn….thnx again.

  23. 32
    chetu Says:

    :) સરસ પ્રયત્ન …! અને હા આપની વાત ખરી છે … વાંચીને મુખ તો મલકાઇ જ ઉઠે નિખાલસ સ્મિત થી…!!

  24. [...]     COPY PASTE ની ભવાઈ અને રંગલાનું ગાલગાગા    COPY PASTE ની ભવાઈ—યશવંત ઠક્કર અને [...]

  25. [...] ભવાઈ માણી રહ્યાં છીએ. આ પહેલાં અહીંથી COPY PASTEની ભવાઈ અને રંગલાનું ગાલગાગાએ બે ખેલ રજૂ થયા. [...]

  26. 35
    pravin Says:

    Ha Ha Ha great,

  27. [...] COPY PASTEની ભવાઈ—યશવંત ઠક્કર [...]

  28. 37

    મને એમ લાગે છે કે નામશેષ થઇ ગયેલા રંગલો-રંગલીનાં પુનર્જન્મ તમે કરાવો છો… ધન્ય છે તમને…મજા આવી… આખી રચના માટે વિનયભાઈનાં બ્લોગ નું નામ લાગુ પડે એમ છે: Fun n Gyan. :)

    • સાક્ષ્રરભાઈ, તમે આવો છો તે ગમે છે. આપણે બંને પાછા એક જ ધર્મ પાળવાવાળા-હાસ્યધર્મ. બ્લોગજગતમાં નવું નવું લાવવામાં તમે પણ જે ભાગ ભજવો છે તે અમારાથી અજાણ્યું નથી.


RSS Feed for this entry

Leave a Comment