
સુશ્રી મમતા બેનરજી રજૂ કરે છે : નેનો નિરોધક ફસગુલ્લા
*******************************************

શ્રીમતી સુષ્મા સ્વરાજ રજૂ કરે છે : પરંપરાનો અર્ધપ્રવાહી શીરો.
[ જે પક્ષના મુરબ્બીઓને પચવામાં સરળ રહેશે.]
***********************************************

સુશ્રી માયાવતી રજૂ કરે છે : સર્વ વર્ગીય સ્વાદિષ્ટ તીખું અને તમતમતું ઊંન્ધિયું.
*********************************************************

શ્રીમતી શિલા દીક્ષિત રજૂ કરે છે : વિકાસનાં વડાં
[ જે વાનગી આગલા રસોઇ શો વખતે અધુરી રહી ગઈ હતી.]
********************************************************

સુશ્રી ઉમા ભારતી રજૂ કરે છે : સ્વાદિષ્ટ રસિયાં રીસામણાં
[આ વાનગી તેઓ અનેક વખત રજૂ કરી ચૂક્યાં છે. એમનું કહેવું છે કે આ છેલ્લી વખત રજૂ કરે છે.]
****************************************************

શ્રીમતી વસુંધરા રાજે જરૂરી સામગ્રીના અભાવે કોઈ વાનગી રજૂ કરી શક્તાં નથી તો ક્ષમા કરશો.
************************************************************************

સુશ્રી જયલલિતા રજૂ કરે છે: જૂનો ને જાણીતો ઠસ્સો. [સાથે પ્રાદેશિક ચટણી સંભાર તો ખરાં જ]
**************************************************************************

શ્રીમતી સોનિયા ગાંધી રજૂ કરે છે : સ્વાદિષ્ટ હિન્દી લોચા.
[સોહામણી છબીઓ: google imaage પરથી ]
સરસ વાનગીઓ નો ખજાનો. પણ આમથી ઍકેય બાઈ ઍ બનાવેલું કોઈ પણ વસ્તુ હજમ નથી થતુ. હવાબાણ હરડે લેવી પડે.
ભાઈઓ પણ રસોઈયા હોય છે
તેમની રેસિપી લખોને મઝા આવશે હવાબાણ હરડે ખાવાની.
નીલાબેન, તમારાં સૂચન માત્રથી મને ધ્રુજારી છૂટે છે કારણ કે રસોઈ બાબતમાં તો મારો અનુભવ ખાવા પૂરતો કે વખાણવા કે વખોડવા પૂરતો જ છે. પણ જે ભાઈએ હવાબાણ હરડેની વાત કરી છે એ પોતે જ સાહસ કરે તો સારું. …છતાંય હું પ્રયત્ન કરીશ…. બાકી આપણા રાજકીય ભાઈઓ એટલે કે નેતાભાઈઓ તો અત્યારે કેવી ખીચડી[સરકાર] બનાવવી એની ફિકરમાં પડ્યા છે. ચોખા સાથે કઈ દાળ લેવી, ઢીલી બનાવવી કે કઠણ કે વઘારેલી … પણ મને લાગે છે કે સાત ધાનનો ખીચડો જ બનાવવો પડશે. અને આ દેશની જનતાએ એને પચાવવો પડશે.