











[તસવીરો : ગૂગલના પટારામાંથી] ——- યશવંત ઠક્કર
કોઈ બોલ્યું આમ ને કોઈ બોલ્યું તેમ.
કોઈના બોલવાનો વિરોધ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના વિરોધનો વિરોધ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના વિરોધના વિરોધનો બચાવ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના બચાવનો ખુલાસો કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના ખુલાસાનો વિશેષ ખુલાસો કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના વિશેષ ખુલાસાનો પ્રતિભાવ કોઈએ આપ્યો આમ ને કોઈએ આપ્યો તેમ.
કોઈના પ્રતિભાવને ટેકો કોઈએ આપ્યો આમ ને કોઈએ આપ્યો તેમ.
કોઈના ટેકાનો આભાર કોઈએ માન્યો આમ ને કોઈએ માન્યો તેમ.
કોઈએ માનેલા આભાર બાબત આક્રોશ કોઈએ ઠાલવ્યો આમ ને કોઈએ ઠાલવ્યો તેમ.
કોઈના આક્રોશને દંભ કોઈએ કહ્યો આમ ને કોઈએ કહ્યો તેમ.
કોઈના દંભના પરદા કોઈએ ફાડ્યા આમ ને કોઈએ ફાડ્યા તેમ.
કોઈના પરદા ફાટવાના બનાવને કોઈએ ચગાવ્યો આમ ને કોઈએ ચગાવ્યો ઓ તેમ.
કોઈએ ચગાવેલા બનાવને નીચે ઉતારવા માટેનો ઉકેલ કોઈએ દર્શાવ્યો આમ ને કોઈએ દર્શાવ્યો તેમ.
કોઈએ દર્શાવેલા ઉકેલને ગતકડું કોઈએ કહ્યું આમ ને કોઈએ કહ્યું તેમ.
કોઈએ કહેલાં ગતકડાંનો વરઘોડો કોઈએ કાઢ્યો આમ ને કોઈએ કાઢ્યો તેમ.
કોઈએ કાઢેલા વરઘોડામાં ગીત કોઈએ ગાયાં આમ ને કોઈએ ગાયાં તેમ.
કોઈએ ગાયેલાં ગીતોની સાથે કોઈ નાચ્યું આમ ને કોઈ નાચ્યું તેમ.
કોઈના નાચને આચારસંહિતાનો ભંગ કોઈએ ગણાવ્યો આમ ને કોઈએ ગણાવ્યો તેમ.
આચારસંહિતાના ભંગની ફરિયાદ કોઈએ કરી આમ ને કોઈએ કરી તેમ.
ફરિયાદનો ચુકાદો તો આવતા આવશે પણ એ પહેલાં ….
ત્રાસેલા આમઆદમીએ બૂમ પાડી કે ………..
એ………..બકવાસ બંધ કર……….!!!!!!!!!!!!
એ………..બકવાસ બંધ કર……….!!!!!!!!!
shachi vaat sahajata thi
વાંચક મિત્રો
મારા મગજમાં ઘુમરતો એક પ્રશ્ન તમારા સમક્ષ રજુ કરૂં છું.આ મિડિયા વાળા અને કહેવાતા સમર્થકો સત્તાભુખ્યા,પ્રપંચી,પલાયનવાદી અને કાપુરૂષ લાલકૃષ્ણ અડ્વાણીને લોહપુરૂષનું સંબોધન કરે છે એ સ્વ.વલ્લભભાઇ પટેલ અને લોહપુરૂષ શબ્દનું અપમાન નથી?
અસ્તુ
પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”
Hasyadarbar thanks to you and like to put with your name “હિંદુસ્તાન બોલ રહા હૈ….યશવંત ઠક્કર”
Dhavalrajgeera
http://www.bpaindia.org
http://www.yogaeast.net
એ………..બકવાસ બંધ કર………!!
very very nice !!
“એ……… બકવાસ બંધ કર………!”
very true.
You have some quality to handle words and that too effectively with power to project people’s voice in it.Thnks
આભાર Nare mistry.તમારો પ્રતિભાવ પણ મારો જોશ વધારનારો છે.
જોરદાર સાહેબ