ગામની ગોરીનું તડનેફડ

મારાં   શમણાંનો   સરવાળો   છે    તું….

સગપણમાં મારો   ઘરવાળો  છે    તું….

એ.. પહેલી  રાતે     લાગ્યોતો    જેવો

એવો  ને     એવો      હૂંફાળો   છે     તું….

 ઊડીને     મારી    આંખે વળગ્યો  છે

 જાણે     ખીલેલો   ગરમાળો   છે   તું…. 

 થોડો  ડાહ્યો    ને   થોડો ડમરો    થા

 મોટો  થ્યો  તો  યે  નખરાળો  છે  તું…. 

 આઘે     આઘેથી   વરતાવો   સહેલો

 આખા   મેળામાં    છોગાળો  છે   તું….

 

3 Comments

  1. 1

    saras gamyu

  2. તળપદી ભાષાનો પ્રયોગ અને ગામડાની ગોરીના સીધ્ધાને સટ ભાવ…મજા આવી.

  3. 3
    Envy Says:

    So nice presentation of feelings with so nice, simple yet sober wording…thnx


RSS Feed for this entry

Leave a Comment